આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન રાખતા તમારા પર્સમાં, નહિ તો ગમે તેવી અમીરી બદલી જશે ગરીબીમાં… અને કરી દેશે તમને કંગાળ. જાણો કંઈ છે એ વસ્તુ…

સારો પગાર અથવા તો ખૂબ મોટી આવક હોવા છતાં હંમેશા કેટલાક લોકોના ખિસ્સા ખાલી રહે છે. તેમના બેંક બેલેન્સ હંમેશા ખાલી રહે છે. આ પાછળનું કારણ શું હોઈ શકે? જ્યોતિષાચાર્ય એ આ વિષય પર વિશેષ જાણકારી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકો જાણે-અજાણે એવી અશુભ વસ્તુઓ રાખે છે જેના કારણે તેમના ઉપર નકારાત્મક ઉર્જાનો ભાર વધી જાય છે. આ જ કારણ છે કે તેમનું ખિસ્સું હંમેશા ખાલી રહે છે. જ્યોતિષાચાર્યે પાંચ વસ્તુ એવી બતાવી છે કે જેને પર્સમાં રાખવાથી આર્થિક તંગી રહે છે. તો એવી કઈ વસ્તુઓ છે જે આર્થિક તંગી નું કારણ બને છે આવો જાણીએ.

1) બિલ અથવા આઈએમઈ પેપર:- જ્યોતિષાચાર્યે જણાવ્યા પ્રમાણે  તમારે પોતાના પર્સમાં બિલ અથવા ઈએમઆઈ પેપર જેવી વસ્તુઓ રાખવી જોઈએ નહીં. ફોન બિલ, વીજળી બિલ કે પછી ઘર ખર્ચ નું લિસ્ટ પણ પર્સમાં રાખવું જોઈએ નહીં. જો આપણે તેને રદ્દીના રૂપમાં જોઈએ તો એ રાહુનું રૂપ હોય છે જે આપણે વગર કામના ખર્ચમા વધારો કરે છે.2) પૂર્વજોના ફોટા:- સામાન્ય રીતે કેટલાક લોકો પોતાના પૂર્વજોના ફોટા પર્સમાં રાખતા હોય છે. જ્યોતિષના કહ્યા પ્રમાણે પૂર્વજોનું માન-સન્માન ખૂબ જ અગત્યનું છે. તેમના આશીર્વાદ શિવાય આપણે જીવનમાં આર્થિક વૃદ્ધિની કલ્પના કરી શકતા નથી. પરંતુ તેમને પર્સમાં રાખવું ઉચિત નથી. તેમને પર્સની જગ્યાએ ઘરના કોઈ ઉચિત સ્થાન પર મૂકવા જોઈએ. જો તમે તેને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થાપિત કરો તો સારું રહેશે.

 3) દેવી દેવતાઓના ફોટા:- કેટલાક લોકો પોતાના પર્સમાં દેવી દેવતાઓના ફોટા સાથે લઈને ફરે છે. આવું કરવું બિલકુલ સારું નથી. આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થાય છે. દેવી-દેવતાઓને પર્સ સિવાય ઘરમાં અને મનમાં સ્થાન આપો. 4) ચાવી:- કેટલાક લોકો પોતાના પર્સમાં ચાવી લઈને ફરે છે, જે સારું નથી. પર્સમાં ચાવી રાખવાથી વેપાર અને ધનમાં નુકશાન થવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં ચલણી સિક્કાઓની સિવાય કોઈ ધાતુને પર્સમાં રાખવી નકારાત્મક ઉર્જા જન્મ થાય છે અને માં લક્ષ્મી નારાજ થાય છે. તેથી ચાવીઓ રાખવા માટે યોગ્ય જગ્યા બનાવો.

 5) પર્સમાં પૈસા કેવી રીતે રાખવા જોઈએ:- પર્સમાં પૈસા ક્યારે અસ્તવ્યસ્ત મૂકવા જોઈએ નહીં. નોટોને વાળી ને મુકવા કરતા વ્યવસ્થિત ગોઠવીને ગણીને મુકવા જોઈએ. હંમેશા તમને ખબર હોવી જોઈએ કે પર્સમાં કેટલા રૂપિયા છે. પૈસાને પર્સમાં વાળીને મુકવાની ખોટી આદત હંમેશા આર્થિક કક્ષાએ નબળા બનાવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment