રાત્રે સુતા પહેલા આ રીતે પાણીમાં પલાળીને સવારે ખાઈ લો આ વસ્તુ.. બચી જશો ઘણી બધી બીમારીઓથી

મિત્રો તમે જાણો છો કે, અંજીર એ એક સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક અને શરીર માટે ખુબ જ ઉપયોગી ફળ છે. ગોળ આકારનું આ નાનું એવું ફળ ખુબ જ રસીલું અને જુથમાં હોય છે. કલરમાં તે પીળું, ઊંડો સોનેરી, ટૂંકમાં લાઈટ કોફી જેવો કલર હોય છે. અંજીરના સેવનથી મન પ્રસન્ન રહે છે. તે સ્વભાવને કોમળ બનાવે છે અને કમજોરીને દુર કરે છે. તેમજ તે ઉધરસને દુર કરે છે. આમ અંજીરનું સેવન શરીર માટે ખુબ જ લાભકારી છે. તો આજે અમે તમને અંજીર ખાવાના અદ્દભુત ફાયદાઓ વિશે જણાવશું. જેના વિશે મોટાભાગના લોકો અજાણ છે. તો ચાલો જાણીએ અંજીરના ફાયદા….

કબજિયાત : 3 થી 4 અંજીરને દુધમાં ઉકાળીને રાત્રે સૂતા પહેલા ખાવા અને ત્યાર પછી તે દૂધ પી જવું.  તેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત થાય છે. અથવા 4 અંજીર રાત્રે સૂતા પહેલા પાણીમાં નાખીને મૂકી દો, સવારે થોડા એ જ પાણીમાં મસળીને એ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા ખતમ થઈ જાય છે.અસ્થમા : અસ્થમામાં જેને કફ નીકળે છે તેના માટે અંજીર ખાવું ખુબ જ લાભકારી છે, તેનાથી કફ બહાર આવી જાય છે અને દર્દીને જલ્દી આરામ પણ મળે છે. 2 થી 4 સૂકાયેલ અંજીર સવારે અને સાંજે દુધમાં ગરમ કરીને ખાવાથી કફની માત્રા ઘટે છે અને શરીરમાં નવી શક્તિ આવે છે અને અસ્થમાનો રોગ દુર થાય છે.

તાવ : પાણીમાં 5 અંજીર નાખીને ઉકાળી લો અને પછી આ પાણીને ગાળીને ગરમ ગરમ સવાર સાંજ પીવાથી તાવમાં રાહત થાય છે.

માથાનો દુઃખાવો : અંજીરની છાલ અથવા પાણીમાં અંજીરના વૃક્ષની છાલની ભસ્મ બનાવીને માથા પર તેનો લેપ કરવાથી માથાનો દુઃખાવો દુર થઈ જાય છે.બવાસીર : જો કોઈ પણ બવાસીર છે તો 3 થી 4 સુકાયેલ અંજીરને સાંજે પાણીમાં પલાળીને મૂકી દો, સવારે ખાલી પેટ ખાવાથી બવાસીર ઠીક થઈ જાય છે.

કમર દર્દ : અંજીરની છાલ, સુંઠ, કોથમીર બધું જ બરાબર માત્રામાં લો અને તેને પીસીને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે તેના વધેલા રસને ગાળીને પીય જાવ, તેનાથી કમર દર્દમાં રાહત મળશે.

રક્ત વૃદ્ધિ અને રક્ત વિકાર : 10 મખના અને 8 અંજીર 200 મિલી લિટર દુધમાં ઉકાળી ખાઈ લો. તે દુધને પણ પીય જાવ, તેનાથી રક્તમાં વૃદ્ધિ અને રક્ત સંબંધી વિકાર દુર થાય છે. બે અંજીરને વચ્ચેથી કાપી લો અને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દો. સવારે તેનું પાણી પીવાથી અંજીર ખાવાથી રક્ત સંચાર વધે છે.હાડકા :  અંજીરમાં કેલ્શિયમ ખુબ જ રહેલું છે. જે હાડકાઓને મજબુત કરવામાં સહાયતા કરે છે.

હાઈપર ટેન્શન : ઓછા પોટેશિયમ અને વધુ સોડિયમ લેવલને કારણે હાઇપર ટેન્શનની સમસ્યા થઈ જાય છે. અંજીરમાં પોટેશિયમ વધુ હોય છે અને સોડિયમ ઓછું હોય છે, આથી તે હાઇપર ટેન્શનની સમસ્યાથી બચાવે છે.

અંજીરની કિંમત : આ ખુબ મોઘું ડ્રાયફ્રુટ નથી. બજારમાં તેની કિંમત લગભગ 800 રૂપિયા કિલોગ્રામથી લઈને 1000 રૂપિયા કિલોગ્રામ સુધી હોય છે. ઘણી જગ્યાએ ખુબ જ મોટા અંજીર મળે છે જેની કિંમત 1500 રૂપિયા કિલોગ્રામ સુધી હોય શકે છે. પરંતુ અંજીરની કિંમત તેની ગુણવત્તા પર નિર્ભર કરે છે.આમ તમે અંજીરનું સેવન કરીને શરીરને અનેક ફાયદાઓ પહોંચાડી શકો છો. તેમજ અનેક બીમારીઓ સામે પણ રક્ષણ મેળવી શકો છો. પણ કોઈ પણ વસ્તુનું સેવન એક સીમિત માત્રામાં કરવું વધુ સારું છે. આથી અંજીરના પોષક તત્વોને જાણીને તેનું સેવન જરૂર કરવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment