આ રીતે ઘરમાં બટાકા અને ડુંગળી રાખશો તો અંકુરિત પણ નહીં થાય અને બગડશે પણ નહીં.. ચાલશે લાંબો સમય

ભારતીય રસોઈ ઘરોમાં ડુંગળી અને બટાકા રસોઈનો એક અદ્દભુત પાર્ટ છે. એક રીતે તો ભારતીય ઘરોમાં બટાકા અને ડુંગળી મહત્વપૂર્ણ ભાગ રાખે છે. લગભગ દરેક વાનગીમાં ડુંગળી અને બટાકા જરૂરથી વપરાય છે. એટલા માટે જ કેટલીક મહિલાઓ એક સાથે બટાકા અને ડુંગળીને ખરીદીને કિચનમાં રાખી દે છે, તેથી વારંવાર ખરીદવું ન પડે.

પરંતુ કેટલીક વાર એવું બને છે કે, એક સાથે ડુંગળી અને બટાકા ખરીદવાના કારણે અને સારી રીતે ન રાખવાના કારણે બટાકા અને ડુંગળી અંકુરિત થઈ જાય છે. અંકુરિત થઈ જવાના કારણે કેટલીક મહિલાઓ તો તેનો ઉપયોગ પણ કરતી નથી. આવું એટલા માટે થાય છે કારણ કે બટાકા અને ડુંગળીને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે વિશે જાણકારી હોતી નથી. આજે અમે આ લેખમાં તમને કેટલીક ટિપ્સ વિશે જણાવશું, જેનાથી તમે ડુંગળી અને બટાકાને અંકુરિત થતાં અટકાવી શકશો. તો ચાલો જાણીએ કેવી રીતે ડુંગળી અને બટાકાને અંકુરિત થતા અટકાવવા.પેપર :

કદાચ તમે વિચારી રહ્યા હશો કે, બટાકા અને ડુંગળીને અંકુરિત થતાં અટકાવવા માટે પેપર કેવી રીતે હેલ્પ કરી શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કેટલીક મહિલાઓ કાગળના પડીકા વાળીને તેમાં ડુંગળી અને બટાકાને રાખે છે. પડીકું વાળીને તેમાં ડુંગળી અને બટાકા રાખવાથી તે ક્યારેય અંકુરીત થતાં નથી. જો તમે પણ ડુંગળી અને બટાકાને અંકુરિત થતાં બચાવવા માંગો છો, તો તમે પડીકાનો ઉપયોગ કરી શકો છો. તમે પેપરમાં પણ લપેટીને રાખી શકો છો.

ગરમ જગ્યા :

કદાચ તમને ખબર હશે, જો નથી તો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બટાકા અને ડુંગળીને ગરમી વાળી જગ્યા પર સ્ટોર કરવાથી અથવા તો રાખવાના કારણે જ તે અંકુરિત થઈ જાય છે. ધીમે ધીમે ગરમીની ઋતુ આવી રહી છે, તેવામાં ડુંગળી અને બટાકાને તમે એવી જગ્યાએ સ્ટોર કરો કે જ્યાં વધારે ગરમી ન હોય અને તે જ્ગ્યા હમેંશા ઠંડી જ હોય. અને એવી જગ્યા પર પણ રાખો કે જ્યાં હવાની અવરજવર થતી હોય. હવા ન લાગવાને કારણે તેમાં ફૂગ પણ થઈ શકે છે.સુતરાઉ કાપડ :

કેટલીક એવી મહિલાઓ હોય છે, જે કોઈ પ્લાસ્ટિકની થેલી અથવા બેગમાં બટાકા અને ડુંગળીને ખરીદીને લાવે છે, અને તેને તે જ બેગમાં અથવા તો પ્લાસ્ટિકની થેલીમાં જ રહેવા દે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, પ્લાસ્ટિકની થેલી અથવા બેગમાં ડુંગળી અને બટાકાને રાખવામાં આવે છે, તો તે અંકુરિત થઈ જાય છે. તેથી તમે ડુંગળી અને બટાકાને ક્યારેય પણ આ વસ્તુમાં સ્ટોર ન કરો. પરંતુ તેને સ્ટોર કરવા માટે તમે સુતરાઉ કાપડનો ઉપયોગ કરો. સુતરાઉ કાપડમાં રાખવાથી ડુંગળી અને બટાકા ક્યારેય પણ અંકુરિત નહિ થાય.

ફ્રિજમાં ન રાખો :

કેટલીક વાર લોકો ડુંગળીને તો ઓછી, પણ બટાકાને ફ્રિઝમાં સ્ટોર કરે છે, જેથી તે સુરક્ષિત રહે. પરંતુ, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ફ્રિઝમાં પણ બટાકાને રાખવાથી તે અંકુરિત થઈ જાય છે. બટાકામાં સ્ટાર્ચ હોય છે, જે ફ્રિઝમાં રાખવાથી ખાંડમાં બદલાય જાય છે અને અંકુરિત થવા લાગે છે. કોશિશ કરો કે ડુંગળીને પણ ફ્રિઝમાં ન રાખો. કારણ કે ફ્રિઝમાં રાખવાથી પણ ડુંગળી ઘણી વાર અંકુરિત થઈ જાય છે.ફળોની સાથે :

આમ તો ઘણા ઓછા લોકો જ કોઈ પણ ફળ સાથે બટાકા અને ડુંગળીને એક સાથે રાખતા હશે. પરંતુ જો તમે આવું કરી રહ્યા છો, તો આજ પછી ક્યારેય પણ આવું ન કરતા. કારણ કે કેટલાક ફળોમાં ઈથીલીન નામનું રસાયણ હોય છે, જેના કારણે ડુંગળી અને બટાકા અંકુરિત થવા લાગે છે. આ સિવાય તમે ક્યારેય પણ ડુંગળી અને બટાકાને પાણીથી ધોઈને સ્ટોર ન કરો. કારણ કે ભેજ લાગવાને કારણે પણ અંકુરિત થવા લાગે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment