જો શરીરના આ આ ભાગ પર તલ હોય તો સદાય તમારી સાથે રહે છે, લક્ષ્મીજીની કૃપા અને સમૃદ્ધિ.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

મિત્રો તમે જાણો છો કે શરીર પર રહેલા તલ બતાવે છે કે તમે કેટલા શુભ, ધનવાન, સુખી અને ભાગ્યશાળી છો…

🧖‍♀️ સમુદ્ર શાસ્ત્રમાં લખેલું છે કે તમારા શરીર પર રહેલું દરેક તલનું મહત્વ રહેલું છે. બાળક જન્મે ત્યારથી તેના શરીર પર કોઈને કોઈ જગ્યાએ તલ હોય છે. તલ તમારી શારીરિક, આર્થિક, બાબતો તથા ચારિત્ર્ય અને તમે કેટલા શુભ છો, કેટલા ભાગ્યશાળી છો, વગેરેનો સંકેત બતાવે છે.

🧖‍♀️ ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હોય જેના શરીર પર તલ ન હોય. શરીરના કોઈને કોઈ અંગ પર તલ જોવા મળે જ છે. દરેક વ્યક્તિને ઉત્સુકતા એટલે કે જીજ્ઞાશા હોય છે કે તે પણ જાણે કે તેના અંગ પર રહેલ આ તલ આખરે શું કહી રહ્યું છે તેના ભવિષ્ય વિશે ખરું ને ?

Image Source :

🧖‍♀️ તો આજે અમે તમારી ઉત્સુકતાનો ટોપિક લઈને આવ્યા છીએ કે કંઈ જગ્યા પર તલ હોય તો માણસ સુખી સમૃદ્ધ અને ધનવાન તેમજ શુભ ગણાય છે. તો જરૂર વાંચો ક્યાંક તમારા શરીરમાં પણ આજ જગ્યાએ તલ નથી ને ? અને જો હા તો તમે ખુબ જ સુખી અને ધનવાન અને શુભ ગણાશો. આ ઉપરાંત અમુક તલ તમારી સફળતા અને તમારો સ્વભાવ પણ બતાવે છે. તો જાણો આ રસપ્રદ માહિતી.

🧖‍♀️ આઇબ્રો ઉપર તલ હોય તેમજ તેની આસપાસ ક્યાંય પણ તલ હોય તો તેનો મતલબ છે કે તે વ્યક્તિ ખુબ જ સૂખી રહેશે. આ ઉપરાંત તેનું દાંપત્ય જીવન પણ ખુબ જ સુખી રહેશે.

🧖‍♀️ આંખની  અંદર જે સફેદ ભાગ હોય તેમાં તલ હોય તો એવું કેહવાય છે કે આંખની અંદર જમણી બાજુએ  હોય તો તે વ્યક્તિ ખુબ જ ઉચ્ચ વિચાર વધારે છે.

Image Source :

🧖‍♀️ જે વ્યક્તિના ડાબા ખભા પર તલ હોય છે તે વ્યક્તિ ભવિષ્યમાં ખુબ જ ધનવાન બને છે. અને જે વ્યક્તિના જમણી બાજુના ખભા પર તલ હોય છે તે વ્યક્તિ ખુબ જ બુદ્ધિમાન હોય છે.

🧖‍♀️ જે મહિલાને નાક પર તલ હોય તેના વિશે તેવું માનવામાં આવે છે કે તે મહિલા ખુબ જ ભાગ્યશાળી છે. અને જે ઘરમાં તે લગ્ન કરીને જશે તે ઘરનું ભાગ્ય પણ ચમકી જશે કારણ કે તે ખુબ જ સૌભાગ્યશાળી ભાગ્ય ધરાવે છે.

🧖‍♀️ જે વ્યક્તિના ગાલ પર તલ હોય ડાબી બાજુ તે વ્યક્તિ ખુબ જ શુભ મનાય છે તેવી વ્યક્તિ જો કોઈના ઘરમાં જશે તો તેના પગલાથી તેના ઘરમાં શુભ કાર્યો થશે.

🧖‍♀️ જે લોકોની આંખની આસપાસ તલ હોય છે તેવા લોકો ખુબ જ ઓછું બોલનારા પણ મેહનત વધારે કરનારા હોય છે તેથી તેને પૈસાની  કમી રહેતી નથી.

🧖‍♀️ જે લોકોની નાભિની આસપાસ તલ હોય છે તેવા લોકો પૈસાની બાબતમાં સમૃદ્ધ હોય છે.

Image Source :

🧖‍♀️ જે લોકોની પીઠ પર તલ હોય છે તેવા લોકોને જીવનમાં ક્યારેય પૈસાની કમી ઉભી નથી થતી તે ધનવાન હોય છે.

🧖‍♀️ છાતી પર તલ હોય તે ખુબ જ શુભ ગણાય છે પરંતુ જો મહિલા હોય તો ડાબી બાજુએ અને પુરુષ હોય તો જમણી બાજુએ તલ હોય તે ખુબ જ શુભ મનાય છે.

🧖‍♀️ મોઢાની આસપાસ તલ હોય તે માણસ સુખી, સંપન્ન અને સજ્જન થવાનું સૂચક આ ઉપરાંત તેનું ભાગ્ય ધનવાન બનવાનું બતાવે છે. તેમજ તે લોકોને જીવનસાથી પણ તેની જેવા સજ્જન જ મળે છે.

🧖‍♀️ જે વ્યક્તિના કાન પર તલ હોય છે તે વ્યક્તિનું આયુષ્ય લાંબુ હોય છે.

🧖‍♀️ જે વ્યક્તિના કપાળની ડાબી બાજુ તલ હોય છે તે વ્યક્તિ પોતાના વિષયમાં ખૂબ સારી નિપુણતા ધરાવતો હોય છે.

🧖‍♀️ જે લોકોના હોઠ ઉપર તલ હોય તે લોકો પ્રેમમાં ખૂબ જ એક્ટીવ હોય છે. પ્રેમ પૂજારી હોય છે તેનો સ્વભાવ પણ પ્રેમાળ હોય છે દરેક વ્યક્તિ સાથે પ્રેમભાવ દાખવે છે.

Image Source :

🧖‍♀️ જે લોકોની દાઢી પર તલ હોય છે તે લોકો કોઈ માણસોને વધારે મળવાનું પસંદ કરતા નથી અને પોતાના રેહવાનું પસંદ કરે છે.

🧖‍♀️ જે લોકોના પગમાં તલ હોય છે તે લોકો માટે તેવું મનાય છે કે તે લોકોને યાત્રાનો યોગ છે તે લોકો પોતાની જીંદગીમાં યાત્રા કરતા હોય છે તેમજ ટૂકમાં અમુક લોકો માટે તો તેવું મનાય કે તેમનો પગ ઘરમાં ટકતો જ નથી તો પણ ખોટું ન કેહવાય. કારણ કે તેઓ હરવા ફરવા અને યાત્રા કરવાના શોખીન હોય છે.

🧖‍♀️ જે લોકોના ગળામાં તલ હોય છે તે લોકોનો અવાજ ખૂબ જ સૂરીલો હોય છે. આવા લોકોની સંગીતમાં વધારે રૂચી જોવા મળે છે તેમજ તે લોકો ઘણી વાર સંગીતમાં જ  આગળ વધે છે.

🧖‍♀️ જે લોકોના આંખના પોપચા એટલે કે પાંપણની બાજુમાં તલ હોય છે તેવા લોકો ખુબ જ સંવેદનશીલ હોય છે.

🧖‍♀️ આ રીતે શરીરમાં રહેલ તલનું અલગ અલગ મહત્વ રહેલું છે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

2 thoughts on “જો શરીરના આ આ ભાગ પર તલ હોય તો સદાય તમારી સાથે રહે છે, લક્ષ્મીજીની કૃપા અને સમૃદ્ધિ.”

  1. Sory but mare tame lakyu tya kya tal nathi pn tme janavyu enanu kasu mari pase nathi…bicouse i dint trust u…total mara sarir pr 11 tal che ..if u just your info that..k…

    Reply

Leave a Comment