ઘણી જગ્યા એ તમે આ ચિત્ર જોયું હશે જાણો આ ચિત્ર પાછળ નું રહસ્ય …. શું છે આ 7 અંક નું રહસ્ય …

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🐎 સાત ઘોડાનો ફોટો….. 🐎

🐎 આજે આપણે એક વાતું શાસ્ત્રની વાત જાણવા જઈ રહ્યા છીએ. આપણે કોઈને કોઈ વાર તો સાંભળ્યું જ હશે કે વસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા ઘરમાં દોડતા હોય તેવા સફેદ ઘોડાના ફોટા શા માટે લગાવવા જોઈએ તેના વિશે. આપણા દરેક શાસ્ત્રની સાથે એક માનસિક અને શારીરિક કારણ જોડાયેલું હોય છે.  આપણી પ્રગતિનું પણ રહસ્ય તેમાં છુપાયેલું હોય છે. તો આજે આપણે જાણીશું કે દોડતા ઘોડાવાળા ફોટાથી આપણા જીવનમાં થતા ફેરફારો અને કંઈ રીતે તે આપણા જીવનને બદલે છે અને તેનાથી આપણા બિઝનેસમાં પણ થાય છે ફાયદો. આપણે દોડતા ઘોડાની તસ્વીર વિષે પણ જાણીશું કે વાસ્તુ શાસ્ત્રમાં તેનું શું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

🐎 મિત્રો જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી હોય છે માણસનું ઉર્જાવાન રહેવું. જો આપણે ઉર્જાથી ભરપુર હોઈએ અને આપણામાં કાર્ય કરવાની ક્ષમતા પ્રબળ હોય તો સફળતા આપણા માટે એક સામાન્ય વાત થઇ જાય છે અને સફળતા એક દિવસ આપણા પગે આવીને ઉભી રહે છે. તેમાં કોઈ શક નથી. આજે આપણે ઘોડાના ફોટાની સાથે જોડાયેલા રહસ્ય વિશે જાણીશું. અને તેની સાથે જોડાયેલા ઉપાયો વિશે આ લેખમાં જાણીશું.

🐎 વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે ઘર અથવા ઓફીસ પર દોડતા ઘોડાઓનો ફોટો લગાવેલો હોય તો તે આપણા કાર્યમાં ખુબ જ પ્રગતિ પ્રદાન કરે છે. તે આપણા કામમાં ગતિ આપે છે. દોડતા ઘોડા સફળતા પ્રગતિ અને પ્રકૃતિની નિશાની ગણાય છે. ખાસ કરીને જો સાત દોડતા ઘોડા વાળો ફોટો હોય તો તે વ્યવસાયની પ્રગતિનું પગલું આગળ વધારે છે. કેમ કે શાસ્ત્ર અનુસાર 7 નંબરનો અંક સાર્વભૌમિક હોય છે. અને પ્રકૃતિ સાથે જોડાયેલો હોય છે.

🐎 આ મુદ્દામાં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે ઇન્દ્રધનુષના રંગ 7 હોય છે. લગ્નમાં 7 ફેરા, સાત જન્મ વગેરે વગેરે. આપણી હિંદુ સંસ્કૃતિમાં સાત વસ્તુનું કંઈક અલગ જ મહત્વ માનવામાં આવે છે. એટલા માટે 7 નંબરને સાર્વભૌમિક અને પ્રાકૃતિક અંક માનવામાં આવે છે. એટલા માટે સાત ઘોડાવાળા ફોટાને સર્વોત્તમ માનવામાં આવે છે. એટલા માટે સાત ઘોડાવાળા ફોટાને ઓફીસના કેબીનમાં લગાવવામાં આવે તો તે પ્રગતિ કરાવે છે.

🐎 પરંતુ તે ઘોડાના ફોટામાં ઘોડા દોડતા હોવા જોઈએ તેવો ફોટો હોય તો તે વધારે સારું. પરંતુ ફોટો લગાવાતીઓ વખતે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘોડાનું મોં ઓફિસની અંદર આવતા હોય તે રીતે રાખવાનું છે. ફોટાને હંમેશા દક્ષીણ દિશા પર લગાવવો જોઈએ.

🐎 મિત્રો દોડતા ઘોડા પ્રગતિનું પ્રતિક હોય છે. તે કાર્યમાં ગતિ પ્રદાન કરે છે. અને જે વ્યક્તિ વારંવાર આ ઘોડાને જોવે છે. તેની સીધી અસર વ્યક્તિના કાર્ય પ્રણાલી પર પડે છે. અને તે ઘોડાઓ આપણને કામમાં જડપ આપે છે અને આપણને સફળતા અપાવે છે.

🐎 હવે આપણે જોઈએ કે સાત ઘોડાવાળો ફોટો ઘરમાં લગાવવાથી થતા ફાયદાઓ :

🐎 સાત ઘોડા વાળો ફોટો ઘરમાં લગાવવાથી ધન સંબંધી સમસ્યા અને ધનનો વધારે ઉતાર અને ચડાવ જોવા નથી મળતો. અને સ્થાઈ રૂપે ઘરમાં લક્ષ્મીનો નિવાસ થાય છે. એટલા માટે ઘરના મુખ્ય હોલમાં દક્ષિણ દિશાની દીવાલ પર ઘરની અંદર આવતા મુખ વાળા સાત ઘોડાવાળો ફોટો લગાવવો જોઈએ. ઘોડાનો ફોટો ખરીદતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘોડાનું મોં સોમ્ય ભાવમાં હોવું જોઈએ નહિ કે આક્રોશ વાળું.

🐎 મિત્રો એટલું ધ્યાન રાખવું જોઈએ કે ઘોડા મજબૂતી અને ઉર્જાનું પ્રતિક છે. અને ખાસ કરીને સફેદ ઘોડા સકારત્મક ઉર્જાના પ્રતિક હોય છે. તે ઘર અને ઓફિસની નકારાત્મકતાને દુર કરે છે. અને સકારાત્મક ઉર્જાને લાવે છે. જો કોઈ વ્યક્તિ લેણાથી અથવા દેવાથી પરેશાન હોય તો ઘર અથવા ઓફિસમાં ઉત્તર અથવા પશ્વિમ દિશામાં આર્ટીફીશીયલ ઘોડાની જોડી રાખવી જોઈએ. તે કોઈ પણ ગીફ્ટ શોપ પર આસાનીથી મળી રહે છે. અને જો ન મળતી હોય તો ઓન લાઈન ઓર્ડર પણ કરી શકો છો.

🐎 વિશેષ ધ્યાન રાખવાની વાત તો એ છેકે ક્યારેય તૂટેલફૂટેલ ફોટાને ઘરમાં ન રાખવો જોઈએ. અને આછો પડી ગયેલો ફોટો હોય તે પણ ન રાખવો જોઈએ. અને અલગ અલગ દિશામાં દોડતા ઘોડા નજર આવે તે પણ ફોટો ક્યારેય ઘરમાં ન લગાવવો જોઈએ.

🐎 તો મિત્રો આ છે દોડતા ઘોડાઓ વિશે કહેલી વાતો જે આપણને વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘોડાનો ફોટો લગાવવાથી પ્રગતિ થાય છે. તો આજે જ ગોતી લાવો દોડતા સાત ઘોડાનો ફોટો અને આજથી વિકાસની યાત્રા કરો શરૂ…….

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

1 thought on “ઘણી જગ્યા એ તમે આ ચિત્ર જોયું હશે જાણો આ ચિત્ર પાછળ નું રહસ્ય …. શું છે આ 7 અંક નું રહસ્ય …”

  1. પોસ્ટર ની સાઈઝ કેટલી લંબાઈ, પહોળાઈ જણાવવા મહેરબાની 🙏

    Reply

Leave a Comment