બોડીના પોસ્ટમોર્ટમનની હકીકત જાણશો તો ચકિત રહી જશો…. જાણો તે અજાણી વાતો, લોકોને શેર પણ કરજો

બોડીના પોસ્ટમોર્ટમનની હકીકત જાણશો તો ચકિત રહી જશો…. જાણો તે અજાણી વાતો, લોકોને શેર પણ કરજો

મિત્રો કોઈ પણ વ્યક્તિએ એક સમયે મૃત્યુનો સામનો તો કરવો જ પડે છે. પરંતુ મિત્રો આ સત્યને કોઈ બદલી નથી શકતું. પરંતુ વ્યક્તિના મૃત્યુ બાદ પણ તેના શરીર સાથે આજકાલ અમુક કાર્યવાહી કરાવી પડતી હોય છે. તો આજકાલ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે બાદ મૃત શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. પોસ્ટમોર્ટમ આજે કોઈ પણ જગ્યાએ થાય છે કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં કે સરકારી હોસ્પિટલમાં પણ આ સુવિધા હોય છે. પરંતુ મિત્રો મોટાભાગે પોસ્ટમોર્ટમ ત્યારે કરવામાં આવતું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ ગુનાકીય રીતે થયું હોય, અથવા કોઈ ગુનો થયો હોય અને તેમાં મૃત્યુ પામેલા વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થયું વગેરે ઘણી બાબતો પોસ્ટમોર્ટમના રીપોર્ટમાંથી જાણવા મળી જતી હોય છે. પરંતુ શું તમે તેની સાચી માહિતી જાણો છો ? પોસ્ટમોર્ટમ કરવા પાછળનું સાચું કારણ શું છે. તો આજે અમે તમને થોડી એવી સત્ય અને રસપ્રદ વાતો જણાવશું. જેને જાણીને તમે પણ દંગ રહી જશો. આ વાતો લગભગ તમે ક્યાંક પણ નહિ સાંભળી હોય. માટે આજે આ લેખને અંત સુધી વાંચો.

મિત્રો આમ જોઈએ તો કોઈ પણ સર્જન પ્રેકટીસ હોસ્પિટલ હોય તેમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવતું હોય છે. પરંતુ મિત્રો પોસ્ટમોર્ટમ કરવા માટે એક ખુબ જ મહત્વની નિયમ છે. પોસ્ટમોર્ટમ હંમેશા દિવસે કરવામાં આવે છે. ક્યારેય પણ કોઈ પણ મૃતદેહનું પોસ્ટમોર્ટમ રાત્રે કરવામાં આવતું નથી. બધા જ ડોક્ટરો રાત્રીના સમયે મોટાભાગે પોસ્ટમોર્ટમ કરવાનું ટાળતા હોય છે. આવું કરવા પાછળ ડોક્ટરોને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું તે કારણ ખુબ જ અજુગતું હતું. તો ચાલો જાણીએ શા માટે રાત્રે ડોક્ટરો પોસ્ટમોર્ટમ નથી કરતા. રાતના સમયે પોસ્ટમોર્ટમ કરવું હોય તો ઓપરેશન થીએટરમાં પ્રકાશ માટે કુત્રિમ એલઈડીનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો બીજી કોઈ લાઈટનો ઉપયોગ કરવો પડે છે. જેના કારણે પોસ્ટમોર્ટમમાં લોહીનો રંગ બીજો આવે છે. રાત્રે જો પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો લોહીનો રંગ આખો રીંગણી કલરનો આવે છે. જેના કારણે ઘણી વાર ડોક્ટર દ્વિધામાં પડી જતા હોય છે.

કેમ કે ફોરેન્સિક સાયન્સમાં લોહીના આવા રંગ વિશે ઉલ્લેખવામાં નથી આવ્યું. જો રાત્રે પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો યોગ્ય જાણકારી લોહીના રંગ બદલવાના કારણે છુટ્ટી જતી હોય છે. પરંતુ જો દિવસના આ રીપોર્ટ કરવામાં આવે તો બોડીમાંથી બધી જ જાણકારી ખુબ જ બારીકાઈથી મળેવી શકાય છે. જેના કારણે ડોક્ટરો મોટાભાગે બધા પોસ્ટમોર્ટમ બને ત્યાં સુધી દિવસે જ કરતા હોય છે. જેના કારણે આ રીપોર્ટમાં તેમને બધા રહસ્ય જાણવામાં વધારે અનુકુળતા આવે છે. પરંતુ હાલ ટેકનોલોજી એટલી બધી આગળ વધી રહી છે જેના પગલે ધીમે ધીમે તેમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. કેમ કે હવે નવી લાઈટો એવી પણ આવી ગઈ છે કે તે રાત્રે પણ દિવસ જેવો જ પ્રકાશ આપી શકે. આ લાઈટો મોટા સેન્ટરોમાં આવી ગઈ છે પરંતુ છતાં પણ મોટાભાગના લોકોનું માનવું છે કે બને ત્યાં સુધી પોસ્ટમોર્ટમ દિવસે જ કરવું જોઈએ અને રાત્રે રીપોર્ટ બનાવવાનું ટાળવું જોઈએ.

ટૂંકમાં ડોક્ટરોનું કહેવું એવું છે કે જો દિવસના પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો તેની પર કોઈ સુરાગ હોય તો એ છૂટતો નથી. જ્યારે રાત્રે આ રીપોર્ટ કરવામાં આવે તો ઘણી વાર સાચી અને યોગ્ય માહિતી છૂટી જતી હોય છે. એટલા માટે મૃત્યુ પામનાર વ્યક્તિના બોડીમાંથી મૃત્યુનું સાચું કારણ જાણવા માટે દિવસે જ કરવું જોઈએ. જેનાથી વ્યક્તિના મૃત્યુનું સાચું કારણ જાણી શકાય. એટલા માટે બધા જ ડોક્ટરો મોટાભાગે દિવસે પોસ્ટમોર્ટમ કરવાનું યોગ્ય માને છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment