મહીને 28 રૂપિયા પર મોદી સરકાર આપી રહી છે બે લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ… આજે જ લાભ ઉઠાવો…

મહીને 28 રૂપિયા પર મોદી સરકાર આપી રહી છે બે લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ… આજે જ લાભ ઉઠાવો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય લોકો માટે જનહિતમાં ઘણી બધી યોજનાઓની ઘોષણા કરી છે. જેનો સીધો લાભ સામાન્ય અને ગરીબ જનતા સુધી પહોંચી શકે. ઉજ્જવલા યોજનાથી લઈને સમ્માન નિધિ જેવી અનેક યોજનાઓ ભારતમાં લાગુ કારવાઈ છે અને તેના લાભોને પણ લોકો સુધી તુરંત પહોંચાડવામાં આવી છે. ભાજપ સરકારે છેલ્લા પાંચ વર્ષોમાં લોકોના હિત અને કલ્યાણ હેતુ ઘણી બધી સ્કીમોની શરૂઆત કરી છે. તેમાંની જ એક યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના. આ યોજના અંતર્ગત માત્ર 28 રૂપિયા દર મહીને આપીને તમે રૂપિયા 2 લાખ રૂપિયામો લાભ ઉઠાવી શકો છો અને આ યોજનામાં દરેક લોકોએ જોડાવું જોઈએ. તો આજે અમે તમને આ યોજના વિશેની વિસ્તૃત માહિતી આપીશું જે જાણવા માટે લેખને પુરેપુરો વાંચવો તે તમારા ફાયદામાં છે.

આપના ભારત દેહ્સમાં લગભગ 70% મધ્યમવર્ગીય પરિવારોમાં એક જ વ્યક્તિ પણ આખું ઘર નિર્ભર હોય છે અને આખું ઘર પણ એક જ વ્યક્તિ પર ચાલતું હોય છે. પરંતુ જો ઘરમાં કોઈ એક વ્યક્તિ કમાવા માટે જતું હોય અને તેની સાથે કોઈ કે દુર્ઘના બની અને તેની અનાયાસે મૃત્યુ થાય તો તેનો આખો પરિવાર નિસહાય થઇ જાય. તો તેવા પરિવારો માટે નરેન્દ્ર મોદીએ આ યોજનાને અમલમાં મૂકી છે. તેથી સાવ ઓછા પ્રીમીયમ પર નરેન્દ્ર મોદીએ સામાન્ય પરિવારના લોકો માટે આ યોજના બહાર પાડી છે.

આ યોજનાનો લાભ ઉઠાવવા મેળવવા માટે તમારી ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની ઉંમર હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે આ પોલીસીની મેચ્યોરીટીની ઉંમર 55 વર્ષ છે. કોઈ પણ વ્યક્તિ એક વર્ષ માટે અથવા વધારે વર્ષો માટે પ્રધાનમંત્રી જીવનજ્યોત વીમા યોજનાનો લાભ લઇ શકે છે.

આ યોજનાની ખાસ વાત છે કે આ યોજના સામાન્ય માણસ માટે ખુબ જ અનુકુળ અને સસ્તી છે. આ યોજનામાં તમારે વર્ષે 330 રૂપિયા ભરવાના હોય છે. એટલે કે મહિનાના ગણીએ તો એક મહિનાના 27.5 રૂપિયા પ્રીમીયમ થાય. આ રકમ તમારા બેંક ખાતામાંથી જ સીધી જ કાપવામાં આવે છે અને આના પર જીએસટી પણ ચૂકવવાનું રહે છે.

પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના અંતર્ગત જો વીમો કરાવનાર વ્યક્તિ મૃત્યુ પામે તો 2 લાખ રૂપિયા તેના વારસદારને મળે છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જીવનજ્યોત વીમા યોજના દર વર્ષે રીન્યુ થાય છે. આ યોજનાનું ફોર્મ ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેથી આ ફોર્મ ભરવું પણ ખુબ જ સહેલું છે. આ ફોર્મ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, કન્નડ, ઓડીસા, મરાઠી, તેલુંગું અને તમિલ ભાષામાં પણ ઉપલબ્ધ છે. તેથી તમે આ ફોર્મ તમારી માતૃભાષામાં મેળવીને સરળતાથી આ ફોર્મ ભરી શકો છો.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જીવનજ્યોત વીમા યોજના એક ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન છે. તેથી પોલીસી કરાવનારના મૃત્યુ બાદ જ વીમા કંપની ઇન્સ્યોરન્સની રકમ આપે છે. પરંતુ જો પોલીસી કરાવનાર વ્યક્તિ સમય પૂર્ણ થયા બાદ પણ જીવિત રહે છે તો તેને કોઈ લાભ મળતો નથી. પરંતુ મિત્રો આ પીલીસી દર વર્ષે તમે રીન્યુ કરાવી શકો છો. જો બનવા સંજોગ કોઈ ઘટના બને તો તેના વારસદારને આ પોલીસીનો લાભ અવશ્ય મળે છે.

આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજનામાં વીમો લેવા માટે તમારે કોઈ મેડીકલ તપાસની જરૂર નથી. તેથી જે લોકોને ગંભીર બીમારી હોય તેમણે ખાસ આ વીમો ઉતરાવી લેવો જોઈએ.

દેશના દરેક નાગરિક માટે જીવન વીમાનો લાભ પહોંચી શકે તે હેતુથી સરકાર દ્વારા 9 મેં 2015 ના રોજ પ્રધાનમંત્રી જીવનજ્યોત વીમા યોજના શરૂ કરી હતી. મિત્રો મોટી મોટી કંપનીઓના વધારે પ્રીમીયમ ભરવા તેના કરતા વર્ષે માત્ર 330 રૂપિયા ભરીને 2 લાખ રૂપિયાનો સુરક્ષા વીમો ઉતરાવવો વધારે ફાયદાકારક રહેશે.

તો મિત્રો આ લેખને અવશ્ય શેર કરો અને લોકો સુધી પહોંચાડો જેનાથી દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment