કરોડોના કર્જદાર વિજય માલ્યા કરે છે આવા શોખ મોજ…. તેની શોખીન જિંદગીના ફોટો જોઇને તમે પણ ચકિત થઇ જશો.

કરોડોના કર્જદાર વિજય માલ્યા કરે છે આવા શોખ મોજ…. તેની શોખીન જિંદગીના ફોટો જોઇને તમે પણ ચકિત થઇ જશો.

મિત્રો હાલ આપણા દેશમાં એક જબરદસ્ત સિસ્ટમ ચાલી રહી છે. આજે મોટા મોટા ભારતમાંથી દેણું કરીને જતા રહે છે વિદેશ. પરંતુ શું મિત્રો તમે જાણો છો ત્યાં જઈને આ બધા ભાગેડુંઓ શું કરે છે ? તો મિત્રો આજે અમે તમને એક એવા જ ભારતમાં ખુબ જ નામચીન અને પ્રખ્યાત ભાગેડું વિશે જણાવશું. જે આજે ભારતમાંથી ભાગી જઈને લંડનમાં કરે છે મોજ મજા અને મસ્તી. તો આજે અમે તેના તમને અમુક ફોટા પણ બતાવશું. જે જોઇને તમે પણ આશ્વર્યચકિત થઇ જશો. તો ચાલો જાણીએ કોણ છે એ મોટો બિઝનેસમેન જે આજે ભાગેડું તરીકે જાહેર છે.

મિત્રો અમે જણાવશું આજે વિજય માલ્યાના અમુક એવા જલસા વિશે જે તમે આજ સુધી ક્યારેય નહી સાંભળ્યા હોય. વિજય માલ્યા જ્યારેથી ભારત છોડીને લંડન ફરાર થઇ ગયા ત્યારથી લઈને આજ સુધી તેવો ભારતમાં આવ્યા નથી. પરંતુ મિત્રો આશ્વર્યની વાતતો એ છે કે તે આજે પણ ખુબ જ મોજશોખથી પોતાની લાઈફને જીવી રહ્યા છે. તે આજે લંડનમાં પણ પોતાના નવાબી શોખ સાથે જીવી રહ્યા છે.

વિજય માલ્યા કિંગફિશર કંપનીના માલિક છે. કિંગફિશર કંપનીની એર લાઈન્સ ચાલતી હતી. પરંતુ તેની સાથે સાથે તેમને શરાબનો પણ બિઝનેસ ખુબ જ જોરમાં ચાલતો હતો. પરંતુ તેની કંપની ખાડે જવા લાગી તેવું ધીમે ધીમે બહાર આવવા લાગ્યું અને એક દિવસ બેંક પર લેણું કરીને વિજય માલ્યા ભારતમાંથી ફરાર થઈને નાદારી જાહેર કરી દીધી. તેમની અહીંની સંપત્તિ પણ ખુબ જ છે. જેના પણ લગભગ સરકાર દ્વારા કબજો પણ કરવામાં આવ્યો છે.

પરંતુ મિત્રો આશ્વર્યની વાત એ છે કે વિજય માલ્યા આજે વિદેશમાં પણ ખુબ જ મજા લઇ રહ્યા છે. કેમ કે વિજય માલ્યાને કોઈ ફ વ્યક્તિ અગર પહેલી વાર જુવે તો તેને આ માણસ ખુબ જ બિંદાસ લાગે છે. કેમ કે આજે પણ વિજય માલ્યા પોતાની બધી જ વસ્તુઓ ખુબ જ બ્રાન્ડેડ પહેરે છે, મોંઘા મોંઘા શોખ રાખેલા છે, ઘરેણાના શોખ, ક્રિકેટનો શોખ જેવા બધા જ નવાબી શોખ રાખે છે.

વિજય માલ્યાએ પોતાની એરલાઈન્સ કંપની કિંગફિશર માટે તેમણે ભારતમાં લગભગ 9 હજાર કરોડની લોન લીધી હતી. કેમ કે છેલ્લે કિંગફિશરની એર લાઈન્સ નુકશાનીમાં ચાલી રહી હતી. જેની ભરપાઈ માટે આ લોન વિજય માલ્યા દ્વારા બેંક પાસેથી લેવામાં આવી હતી. નવ હજાર કરોડ રૂપિયાની લોન આજ સુધી વિજય માલ્યાએ ચૂકવ્યા નથી. પરંતુ તેણે ખુદને પૈસા આપવા માટે તે અસમર્થ જણાવે છે. જેના કારણે ભારતમાં વિજય માલ્યાને દેવાળિયો કહીને પણ લોકો ઓળખતા થયા છે. વિજય માલ્યાની કિંગફિશર કંપની ભારતમાં લગભગ 2004 માં સૌથી મોટી એર લાઈન્સ કંપની હતી. પરંતુ તે વધારે સમય સુધી ઉંચાઈ પર ટકી ન શકી. કેમ કે ગ્રાહકોને આકર્ષવા માટે કિંગફિશર કંપની દ્વારા ખુબ જ ખર્ચ કરવામાં આવતો હતો. જેના કારણે એક પેસેન્જર પાછળ કિંગફિશર દ્વારા ખુબ જ ખર્ચ કરવામાં આવતો હતો અને ધીમે ધીમે તેમાં નુકશાની જવા લાગી. 2008 માં કાચા તેલના ભાવમાં પણ ખુબ જ વધારો થયો ત્યારે પણ માલ્યા પર સંકટ આવી ગયું હતું. પરંતુ લગભગ 2012 વિજય માલ્યાનું એર લાઈન્સનું લાઈસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું હતું.

વિજય માલ્યાનું જીવન બાળપણથી ખુબ જ સુવિધા સભર અને સુખીની સાથે સાથે વૈભવી પણ છે. તે માત્ર 4 વર્ષના હતા ત્યારે તેને એક ફેરારી કાર તેના પિતાએ ભેટમાં આપી હતી. ત્યારથી લઈને આજ સુધી તે ખુબ જ મોજ શોખથી જીવન જીવી રહ્યા છે. તેનું એક ઉદાહરણ પણ છે. આજે પણ વિજય માલ્યા લંડનમાં દર વર્ષે કિંગફિશર કંપની માટે કેલેન્ડર બનાવે છે અને તેની ફોટોગ્રાફ્સ માટે તે એક નાની ઇવેન્ટ રાખે છે. જેમાં તે ફોટો શૂટ માટે ખુબ જ હોટ મોડેલ્સને બોલાવે છે. જેમાં વિજય માલ્યા ખુબ જ મજા અને  મસ્તી કરે છે. તો આ હતી વિજય માલ્યાની અમુક વાતો…..મિત્રો આવા ભાગેડુ સાથે સરકાર દ્વારા શું પગલા લેવા જોઈએ. કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

Leave a Comment