IPS અધિકારીનો દીકરો લાવ્યો ઓછા ટકા….. પછી જે થયું એ  દરેક લોકોએ જાણવું જોઈએ ફરજીયાત….

IPS અધિકારીનો દીકરો લાવ્યો ઓછા ટકા… પછી જે થયું એ  દરેક લોકોએ જાણવું જોઈએ ફરજીયાત..

મિત્રો આજકાલ આપણે બધા જ જોઈએ છીએ કે માતાપિતા દ્વારા બાળકો પર ભણવાનું કેટલું પ્રેશર આપવામાં આવે છે. આ પ્રેશરના કારણે ઘણી વાર છોકરા કે છોકરી પોતાના ભવિષ્યને પણ ખરબ કરી નાખતા હોય છે તો અમુક તો પોતાના જીવનને જ ટૂંકાવી નાખતા હોય છે. તો આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવશું જે આજે આખા ભારત માટે સમ્માનને પાત્ર વ્યક્તિ છે. જેમણે પોતે એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું અને તેમાં પોતાના જ દીકરાના ફેલ થયા પર કહ્યું હતું એ જાણીને તમે પણ ચોંકી જશો. તો ચાલો જાણીએ કોણ છે એ વ્યક્તિ જે આટલી મહાન વિચારધારા ધરાવે છે. મિત્રો હમણાં થોડા સમય પહેલા જ એક વિડીયો સોશિયલ મીડિયા મારફત વાયરલ થયો હતો. જે એક IPS અધિકારીનો હતો અને તેવો હાલ કેરળમાં ફરજ બજાવી રહ્યા છે. તેવો હાલ કેરળના એકસાઈઝ કમિશનર છે. તેનું નામ છે ઋષિરાજ સિંહ. ઋષિરાજ સિંહ પોતાના ઈન્ટરવ્યૂમાં તેના જ દીકરા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કહ્યું હતું કે, “મારા દીકરાને આજ સુધી ક્યારેય પણ અભ્યાસમાં રસ હતો જ નહિ. તે ક્યારેય પણ કોલેજ ગયો જ ન હતો. કેમ કે તેને અભ્યાસિક અને પુસ્તકીય અભ્યાસમાં કોઈ જ રસ નથી.” ઋષિરાજ સિંહ પહેલા પૂર્વ ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, “કોઈ પણ માતાપિતાએ તેના બાળકો પર ક્યારેય પણ દબાણ ન કરવું જોઈએ, ખાસ કરીને ટકાવરી બાબતમાં. કેમ કે ઘણા બધા બાળકો એવા હોય છે તેને અભ્યાસમાં ક્યારેય રૂચી ન રહી હોય. પરંતુ તે બીજા ઘણા કામોમાં સક્રિય હોય છે. પરંતુ આ સમયમાં ભણતરનો નકામો ભાર બાળકો પર માતાપિતાએ ક્યારેય ન આપવો જોઈએ. નકામાં આવા બહારના કારણે ઘણી વાર બાળકો આત્મહત્યા જેવા પગલા લઇ લેતા હોય છે. તેના મનમાં પોતાના માતાપિતા અપેક્ષા પૂરી ન કરીન શકવાનો ડર ઉભો થતો હોય છે અને ત્યારે જ બાળક આવા પગલા ભરતું હોય છે.

તેમણે પોતાના દીકરાની આખી સ્ટોરીને જણાવી હતી એ ઈન્ટરવ્યૂમાં. આને આગળ જણાવ્યું કે, “બાળકો કોઈ પણ કામ કે કોઈ પણ જવાબદારીને બખૂબી નિભાવી શકે છે. પરંતુ તેને તેના મનપસંદ ક્ષેત્રમાં કામ કરવા દેવું પડે. દીકરો કે દીકરો તો જ સફળ બની શકે કે જે તેને ઈચ્છા હોય એ કરવા દેવું જોઈએ.” તેમણે પોતાના દીકરાની જ વાત કરી કે, “મારો છોકરો આજ સુધી ક્યારેય પણ 60 % વધારે લાવ્યો જ નથી. તે હંમેશા 55 થી 60 ટકા જ લાવતો. કેમ કે તેને ભણવાની બાબતમાં કોઈ રસ જ હતો નહી.” એક દિવસ ઋષિરાજ સિંહે તેની સાથે વાત કરી તો તેના દીકરાએ જણાવી દીધું કે મારાથી બસ આટલું જ પરિણામ આવશે આનાથી વધારે નહિ લાવી શકું. આ બાબતને જાણ્ય બાદ ક્યારેય પણ ઋષિરાજ સિંહે તેના દીકરાને કોઈ દિવસ ટોક્યો નથી.

પરંતુ ઋષિરાજ સિંહ દ્વારા તેના દીકરાને પૂછવામાં આવ્યું કે બેટા તારે શું કરવું છે આગળ હવે ? તેના દીકરાને 12 ધોરણ બાદ એનીમેશનમાં ડિપ્લોમાકરવું હતું. ઋષિરાજ સિંહ દ્વારા તરત જ લોન માટે એપ્લાય કરવામાં આવ્યું અને તેમાં અભ્યાસ કરવા માટેની પરવાગી આપી. ત્યાર બાદ એક મુંબઈના સ્ટુડિયોમાં તેનો દીકરો નોકરી પર લાગી ગયો. ત્યાર બાદ થોડા જ સમયમાં તે બેંગ્લોર સ્ટીવન સ્પીલબર્ગ નામના એક ખુબ જ ફેમસ સ્ટુડિયોમાં એન્ટર એક્ઝામ આપી. તેમાં તે ખૂન જ સારી રીતે પાસ થયો અને કામથી પ્રભાવિત થઈને કંપની દ્વારા લંડન અભ્યાસ માટે મોકલવામાં આવ્યો. ત્યાં ખુબ જ શીખ્યો અને આજે પોતાની જિંદગીને ખુબ જ ચાવથી જીવે છે.

અંતમાં ઋષિરાજ સિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો બાળકોને તેના રસ પ્રમાણે કામ કરવા દેવામાં આવે તો પોતાના કૌશલ્યને ખુબ જ ખીલવે છે. જે તેને દરેક સફળતા તરફ લઇ જાય છે. જો બાળકો પર કોઈ પ્રેશર ન કરવામાં આવે તો એ બાળક હંમેશા તમારો સાથ આપશે. માટે બાળકોને હંમેશા આઝાદ બનાવો. તે તેની માંન્જીલને પકડી લેશે.

તો મિત્રો ઋષિરાજ સિંહ જેવા આધિકારીના આ વિચાર વિશે તમારું શું કહેવું છે, જો તમને IPS સાહેબની વાત ગમી હોય તો કોમેન્ટમાં GOOD FATHER એમ જરૂર લખજો..

Leave a Comment