મોદી સરકારે ફાળવ્યા હોદ્દાઓ, અમિત શાહ પાસે સૌથી મોટો હોદ્દો, જાણો કોણ કયું મંત્રી બન્યું, જાણો તેમના નામ

મોદી સરકારે ફાળવ્યા હોદ્દાઓ, અમિત શાહ પાસે સૌથી મોટો હોદ્દો, જાણો કોણ કયું મંત્રી બન્યું, જાણો નામ તેમના

મિત્રો હજુ શપથ વિધિ કરવામાં આવી છે ત્યાં આજે નરેન્દ્ર મોદી દ્વારા બધા જ મંત્રીઓને પોતાના હોદ્દાઓ સોંપી દેવામાં આવ્યા છે. ભાજપની આ જીત ખુબ જ રોચક રહી છે. આજે ગઈ કાલે શપથ વિધિમાં પણ સાડા સાત હજાર કરતા પણ વધારે મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઘણા બધા મોટા મોટા દેશના દિગ્ગજો હાજર રહ્યા હતા. તેમાં દેશન જે મહાન મહાન વ્યક્તિઓ બધા જ પોતાની હાજરીથી ખુશ પણ નજર આવતા હતા. 

પરંતુ ગઈ કાલે શપથ વિધિ લેવાયા બાદ આજે સવારે બધા જ મંત્રીઓ માટે કામ અને ખાતાઓની માહિતી આપી દેવામાં આવી છે. ગઈ કાલે બધા જ મંત્રીમંડળના સભ્યોના શપથવિધિ લેવડાવવામાં આવ્યા હતા. પરંતુ આજે સવારે જ બધા મંત્રીઓ માટે નવા પણ સમાચાર આપી દેવામાં આવ્યા હતા. આજે બધા મંત્રીઓને પોતાના કાર્ય અને હોદ્દા આપી દેવામાં આવ્યા છે.

આજે કેબીનેટ મંત્રીઓની ઘોષણા કરી દેવામાં આવી છે. તમે પણ એ નામો જાણીને આ વખતે ચોંકી જશો. તો ચાલો જાણીએ ક્યાં નેતાને કયું ખાતું સોંપવામાં આવ્યું છે. તેમાં પહેલા બે નેતાઓ વિશે જાણવું ખુબ જ જરૂરી છે.

નરેન્દ્ર મોદીના કેબિનેટ મંત્રીની ઘોષણા કરી તેમાં અમિતશાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે અને રાજનાથસિંહને રક્ષામંત્રી બનાવવામાં આવ્યા છે. આ બંને નેતાઓને દેશના ખુબ જ મહત્વપૂર્ણ હોદ્દાઓ આપવામાં આવ્યા છે. જેનું ચુસ્તપણે પાલન થવું જોઈએ એ વિશ્વાસ સાથે આ બંને દિગ્ગજોને આ બંનેના મંત્રી બનાવવામાં આવ્યા છે.

નિર્મલા સીતારામનને(નીચેનો ફોટો)  નાણા મંત્રી બનાવવામાં આવ્યા છે, એસ જયશંકરને વિદેશમંત્રી બનાવવામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળવિકાસ મંત્રાલય સોંપી દેવામાં આવ્યું છે અને કાનુન મંત્રી રવિશંકર પ્રસાદને બનાવવામાં આવ્યા છે. નીતિન ગડકરીને પરિવહન મંત્રી અને જયશંકર પ્રસાદને સુચના અને પ્રસારણ મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે.

અર્જુન મુંડાને જનજાતીય કાર્ય મંત્રાલય, રામવિલાસ પાસવાનને ઉપભોક્તા મંત્રી પદ આપ્યું છે. પિયુષ ગોયેલને રેલ મંત્રી ફરીવાર બનાવવામાં આવ્યા છે. મુખ્તાર અબ્બાસ નકવીને અલ્પસંખ્યક મંત્રાલય સોંપવામાં આવ્યું છે. હરસીમરત કૌરને ફરીવાર ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય આપવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી પાસે કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ, પરમાણું ઉર્જા, અને નીતિ સાથે જોડાયેલા મુદ્દા વાળા વિભાગો પોતે જ સંભાળશે. ધર્મેન્દ્ર પ્રધાનની પાસે પેટ્રોલ મંત્રાલય રહેશે. નરેન્દ્રસિંહ તોમર નવા કૃષિ મંત્રી બનશે અને તેની પાસે ગ્રામીણ વિકાસ મંત્રાલય પણ રહેશે. રવિશંકર પ્રસાદ દુરસંચારની સાથે સાથે વિધિ અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રી પણ બનશે. રમેશ પોખરીયાલ નવા માનવ સંસાધન મંત્રી બનશે. કિરણ રીજીજુ નવા ખેલ મંત્રી અને  યુવા કાર્ય રાજ્યમંત્રી પણ બનશે. પરંતુ થાવરચંદ ગેહલોતને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી બનાવામાં આવ્યા છે.

ગઈ કાલે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના નેતૃત્વમાંમાં 58 મંત્રી સદસ્યોએ શપથ લીધી હતી. આ બધા મંત્રીઓના વિભાગોને આજે વહેંચી દેવામાં આવ્યા છે. પરંતુ  આ વખતે બે ખુબ જ દિગ્ગજ નેતાઓને કોઈ પદ આપવામાં નથી આવ્યા. મિત્રો સુષમા સ્વરાજ અને અરુણ જેટલી આ વખતે મંત્રી પરિષદમાં શામિલ નથી. તેના કારણે બધા મંત્રીઓને વિભાગોઆપવામાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે. અમિતશાહને પહેલી વાર મંત્રી મંડળમાં શામિલ કરવામાં આવ્યા છે. તેને ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે અને રાજનાથસિંહને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે.

આજ સવારે મંત્રીમંડળ સચિવાલયની વેબસાઈટ પર મંત્રીમંડળની સૂચીને લઈને એક મેસેજ કરવામાં આવ્યો હતો કે COMING SOON….. ત્યાર બાદ થોડા જ સમયમાં જાહેર થવાનું શરૂ થઇ ગયું હતું અને બધાને પોતાના પદ સોંપી દેવામાં આવ્યા હતા. આજે સાંજે પહેલી કેબિનેટ મીટીંગ પણ બોલાવી લેવામાં આવી છે.

નરેન્દ્ર મોદી દ્વારા હજુ ગઈકાલે જ શપથવિધિ થઇ છે અને આજે બધા મંત્રીઓને કામ પર બોલાવી પણ લેવામાં આવ્યા છે. તો મિત્રો તમારું શું કહેવું છે બધા મંત્રીઓને બરાબર ખાતા સોંપી દેવામાં આવ્યા છે કે નહિ તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.( આ બાબતે તમારી સલાહ આપો)

અને મોદી વડાપ્રધાન ફરીવાર તો એક વાર કોમેન્ટમાં “MODI” જરૂર લખજો..

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment