માત્ર એક વસ્તુને રાખો ઘરમાં… સમગ્ર પરિવારમાં રહેશે વર્ષો સુધી સુમેળ, દુર રહેશે ઈર્ષા અને દ્વેષ.. કઈ છે એ વસ્તુ?

માત્ર એક વસ્તુને રાખો ઘરમાં….. દરેક પ્રકારના વાસ્તુદોષ થઇ જશે જડમૂળથી ગાયબ……

મિત્રો દુનિયામાં દરેક વ્યક્તિ એવું જ ઈચ્છતો હોય છે કે તેના પરિવારમાં બધા સગા-સંબંધીઓ સાથે હંમેશા સુખ અને શાંતિથી જીવન વીતે અને સુમેળ ભર્યા સંબંધ રહે. તેના માટે દરેક વ્યક્તિ અનેક પ્રકારના પ્રયત્નો કરતાં હોઈએ છીએ. એટલું જ નહીં પરંતુ ઘરમાં સુખ-શાંતિ માટે કોઈપણ ઉપાય કરવા માટે દરેક તૈયાર થઈ જતા હોઈએ. પરંતુ ઘણીવાર આપણે ન ઈચ્છતા હોઈએ તો પણ ઘરમાં એવી પરિસ્થિતી ઊભી થતી હોય છે અને નાની-નાની વાતોને લઈ વિવાદ પણ થતા હોય છે. ક્યારેક આ નાની વાત પણ વિરાટ ઝગડાનું કારણ બની જતું હોય છે. આપણે પરિવારના દરેક સદસ્યને ખુશ જોવા માટે કોઈ પણ પ્રયાસ કરતા હોઈએ છીએ. છતાં પણ ઘણી વાર ઝગડાઓ થતા હોય છે. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ ઝગડાઓ થવાનું કારણ શું હશે ? શું તમે જાણો છો આ ઝગડાનું એક કારણ વાસ્તુશાસ્ત્ર પણ હોય શકે છે.

ઘણીવાર અજાણતા જ આપણાથી વાસ્તુદોષ થઈ જતા હોય છે. જેમાં ઘરની દિશા, ઘરની ગોઠવણ, તેમજ ઘરની સામાન્ય વસ્તુઓની દિશા, સ્થાન, ગોઠવણ પણ જવાબદાર હોય છે. જો તમારા ઘરમાં પણ આવી સ્થિતિ છે અને જો તમે તેનું નિવારણ શોધી રહ્યા છો, તો આજે અમે તમને જણાવીશું વાસ્તુદોષને દૂર કરવાના વિશેષ ઉપાય વિશે.

વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો તેના દોષના નિવારણ માટે જો ઘરમાં બાંસુરી રાખવી એ ખુબ જ શુભ કહેવાય છે. એવું પણ કહેવાય છે કે ઘરમાં બાંસુરી રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. હવે પ્રશ્ન થાય કે એ કેવી રીતે બને ? આ માટે આ લેખને અંત સુધી વાંચો અને તમારા વાસ્તુશાસ્ત્રના દરેક દોષને ઘરમાંથી દૂર કરો.

તમે જાણો જ છો કે બાંસુરી એ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે અને ભગવાન શ્રી કૃષ્ણની બાંસુરી પ્રેમ અને શાંતિનો સંદેશ આપતી તેમની અદભૂત, અનોખી અને શક્તિ છે. આપણે જો વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો વાંસની એટલે કે વાંસના લાકડામાંથી બનેલી બાંસુરી ખુબ જ પ્રિય છે. આથી જે ઘરની અંદર લાકડાની બાંસુરી હોય છે ત્યાં ભગવાન શ્રીકૃષ્ણનો નિવાસ હોય છે. આમ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર સદાને માટે બની રહે છે. આ ઉપરાંત એવું પણ કહેવામા આવે છે કે ઘરમાં બાંસુરી રાખવાથી ક્યારેય ધન અને એશ્વર્યની કમી નથી થતી.

બાંસુરી વિશે આગળ વાત કરીએ તો બાંસુરી એ ભગવાન શ્રી કૃષ્ણને અતિપ્રિય વાદ્ય છે, એટલા માટે તેને પવિત્ર માનવામાં આવે છે અને પૂજવામાં આવે છે. બાંસુરીને સમ્મોહન, ખુશી અને આકર્ષણનું પ્રતિક માનવામાં આવે છે. તેની મધુર આહલાદક ધ્વનિ સાંભળીને કોઈ પણ વ્યક્તિ મોહિત થઈ જાય છે. બાંસુરીમાંથી ઉત્પન્ન થતું સંગીત હૃદયના તારને જાગૃત કરી દે છે. આ સંગીત કે ધ્વનિ વાતાવરણમાં વ્યાપ્ત નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જેના કારણે મનમાં આનંદનો અનુભવ થાય છે. રાગ-દ્રેષને દૂર કરી પ્રેમની ભાવના ઉત્પન્ન કરે છે.

બાંસુરીનો સ્વર દરેક વ્યક્તિને પ્રભાવિત કરે છે અને પ્રેમની વર્ષા કરે છે. તેથી જે ઘરમાં બાંસુરી હોય છે અથવા તો જે ઘરમાં બાંસુરીના સૂર ગુંજતા હોય તે ઘરના સદસ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને ઉલ્લાસની ભાવના સદા માટે બની રહે છે. કહેવામાં આવે છે કે તમને માનસિક તણાવ વધુ રહેતો હોય અથવા તો પતિ-પત્ની વચ્ચે અણબનાવ હોય તો સૂતી વખતે પોતાના માથા પાસે બાંસુરી રાખવાથી ઘણો જ લાભ થશે અને પરિવારમાં સુખ-શાંતિ પણ બની રહેશે.

આ ઉપરાંત જેમ અગાઉ કહ્યું તેમ બાંસુરી એ સમૃધ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. તેમ જો ઘરના મુખ્ય દ્વાર પર વાંસની સુંદર બાંસુરી લટકાવવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ વધે છે. આ સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું પણ કહેવામા આવે છે કે ઘરમાં બાંસુરીને એવા સ્થાન પર રાખવી અથવા તો લટકાડવી જોઈએ જ્યાં તમારી નજર તેના પર હાલતા-ચાલતા પડતી રહે. આવું કરવાથી તમારા સકારાત્મક વિચારોમાં વધારો થશે અને તમને દરેક કાર્યોમાં સફળતા પણ મળશે.

મિત્રો આપણા ઘરમાં વાંસ રાખવો એ ખુબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જો વાંસની બાંસુરી ઘરમાં રાખવામાં આવે તો વાસ્તુદોષ નાશ પામે છે. જો વાંસને પણ ઘરમાં રાખવામાં આવે તો પણ દરેક પ્રકારના વાસ્તુદોષ દુર થઇ જાય છે. એટલા માટે ઘરમાં વાંસ પણ રાખવો જોઈએ. તેમાંથી ઘરમાં સમૃદ્ધી પણ વધે છે અને પરિવારમાં સુખશાંતિ પણ બની રહે છે.

તો મિત્રો તમે તમારા ઘરમાં સુખ અને શાંતિ બનાવી રાખવા માટે શું ઉપાય કરો છો એ કોમેન્ટ કરીને જાણવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

    

2 thoughts on “માત્ર એક વસ્તુને રાખો ઘરમાં… સમગ્ર પરિવારમાં રહેશે વર્ષો સુધી સુમેળ, દુર રહેશે ઈર્ષા અને દ્વેષ.. કઈ છે એ વસ્તુ?”

  1. Even if I have a flute in my home I want to fight with my mom I want to tense her every movement because she is not allowing me to get married to who so ever I search for

    Reply

Leave a Comment