મીઠાઈ બનવવા માવો ખરીદી રહ્યા છો ? ખરીદતા પહેલા હાથમાં લઈ કરો આ એક નાનકડું કામ તરત ખબર પડી જશે માવો ભેળસેળ વાળો છે કે શુદ્ધ

શું તમે પણ તહેવારમાં બજાર માંથી માવો ખરીદો છો…. આ ટીપ્સ વાંચી જ ખરીદો…. નહિ તો થશે તમારા સ્વાસ્થ્યને નુકશાન…

તહેવારના સમયમાં ઘણી ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે અને આ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક હોય છે. જો કે ઘણા મિલાવટખોર તહેવાર ન હોય તો પણ પોતાના ફાયદા માટે થઈને આવી ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા હોય છે. પરંતુ તહેવારો પર મિલાવટ ખોરોને ખુબ સારી એવી કમાઈ થતી હોય છે જેથી તે ચીજવસ્તુમાં ભેળસેળ કરવાનું ચુકતા નથી.

મિત્રો તમને જણાવી દઈએ કે નકલી અને ભેળસેળ યુક્ત માવો તથા તેમાંથી બનાવેલી મીઠાઈ ખાવાથી ફૂડ પોઈઝનીંગ, ઉલ્ટી, પેટનો દુઃખાવો વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. નકલી માવામાં સોલીડ મિલ્ક ભેળવવામાં આવતું હોય છે જે મીલ્કમાં ટેલકમ પાવડર, ચૂનો કે ચોક જેવા સફેદ કેમિકલ્સ પણ અમુક માત્રામાં મિક્સ કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત કોઈ નકલી માવો બનાવવા માટે મિલાવટ ખોરો સિંગોડાનો લોટ અથવા મેંદાના લોટનો ઉપયોગ કરતા હોય છે. તેમજ વજન વધારવા માટે સ્ટાર્ચ અને બટેટાનો ઉપયોગ પણ કરતા હોય છે.

તો મિત્રો આવી પરિસ્થિતિમાં અસલી માવાની ઓળખ કરવી ખુબ જ જરૂરી બની જાય છે. કારણ કે અમુક નીચી ગુણવત્તા વાળા નકલી માવામાંથી મીઠાઈ બનાવીને ખાવાથી તેનો ખરાબ પ્રભાવ આપણી કીડની અને લીવર પર પણ જોવા મળે છે. તો આજે અમે અમુક એવી ટીપ્સ વિશે જણાવશું જેના દ્વારા તમે ભેળસેળ યુક્ત નકલી માવો તેમજ અસલી માવાની ઓળખ પણ કરી શકો છો. માટે જો તમે પણ બજારમાંથી માવો ખરીદતા  હોવ તો આ ટીપ્સ વાંચવાનું ભૂલતા નહિ. કારણ કે, અહીં સવાલ આપણા સ્વાસ્થ્યનો છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે ઓરીજનલ માવાને ઓળખી શકાય.

થોડો માવો લઇને તેમાં ટીંચર આયોડીન સોલ્યુસન ઉમેરો. ત્યાર બાદ માવાનો કલર બ્લુ થઇ જાય તો સમજી લો કે માવામાં સ્ટાર્ચ ભેળવવામાં આવી છે.

ત્યાર બાદ થોડો માવો હાથમાં લેવો અને તેમાં થોડું પાણી નાખી હાથ વડે મસળો. ત્યાર બાદ કોઈ વાસણમાં હાથ ડુબાડીને ધોવો. હવે જો માવામાં તેલ મિક્સ કર્યું હશે તો તે પાણીમાં ઉપર તરતું દેખાશે જેથી ખબર પડી જશે કે માવો ભેળસેળ યુક્ત છે.

આ ઉપરાંત નકલી માવાને તમે પાણીમાં નાખીને ફેંટશો તો તે દાણાદાર ટુકડામાં અલગ થઇ જશે અને ખુબ ચીકણો લાગશે તેમજ તેની સુગંધ પણ લાંબો સમય સુધી નહિ ટકે.

આ ઉપરાંત માવો થોડો હાથમાં લઈને તેની ગોળી બનાવવી અને જો તે ફાટવા લાગે તો સમજી જવું કે માવો નકલી છે અથવા તો તેમાં ભેળસેળ થયેલી છે.

માવામાં થોડી ખાંડ નાખીને તેને ગરમ કરો ત્યારે તે પાણી છોડવા લાગે તો સમજો કે માવો નકલી છે. આ ઉપરાંત માવાને અંગુઠાના નખમાં ઘસવો અને ત્યાર બાદ જો તે અસલી હશે તો ઘી ની સુગંધ આવશે અને તે સુગંધ લાંબા સમય સુધી રહેશે.

આ ઉપરાંત તમે ચાખીને પણ નકલી માવાની ઓળખ કરી શકો છો. થોડો માવો લઇ તમારે ટેસ્ટ કરવો જો તે અસલી માવો હશે તો મો માં ચોંટશે નહિ અને જો તે નકલી માવો હશે તો મો માં ચોંટશે અને ગળું પણ પકડશે.

તો મિત્રો આ ટીપ્સ દ્વારા તમે સરળતાથી જાણો શકો છો માવો અસલી છે કે નકલી. જો તમને પણ આ ટીપ્સ ઉપયોગી લાગી હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો અને સાથે એ પણ જણાવજો કે માવામાંથી બનેલી કંઈ મીઠાઈ તમારી ફેવરીટ છે.અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ  

Leave a Comment