આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં લોકો ખાનપાન પર વ્યવસ્થિત ધ્યાન નથી આપતા હોતા. જેના કારણે વજન વધવાની સમસ્યા થતી હોય છે. અને લગભગ લોકો જાણતા હોય છે કે વજન વધતા વાર નથી લાગતી, પરંતુ વજન ઘટાડવા માટે ખુબ મહેનત કરવી પડતી હોય છે. તેના માટે અમુક ખોરાકનું સેવન ટાળવું પડે છે, નિયમિત એકસરસાઈઝ કરવી પડે છે, ત્યારે વજન ઘટવાનું શરૂ થાય છે.પરંતુ આજે અમે એવી વસ્તુઓ લઈને આવ્યા છીએ, જેમાં તમે આ ચાર વસ્તુનું બિંદાસ સેવન કરીને આરામથી તમારા વજનને ઘટાડી શકો છો.
ગરમીના દિવસમાં ખાસ એવા ફળો આવે છે જે તમારું વજન ઘટાડવામાં ખુબ મદદ કરે છે. અને સૌથી મજેદાર વાત તો એ છે કે આ ફળ કે શાકભાજી લગભગ લોકોના ફેવરીટ હોય છે. માટે હવે વજન વધી જશે એ ડરથી, ખાસ કરીને ગરમીની ઋતુમાં આ ચાર વસ્તુ પર રોક ટોક ન લગાવવી જોઈએ. કારણ કે આ ચાર વસ્તુનું સેવન તમારો વજન ઝડપથી ઘટાડવામાં ખુબ જ મદદ કરશે..
ગરમીના દિવસોમાં આવતા ફળો પાણીથી ભરપુર હોય છે જેનું સેવન આપણા શરીરને હાઈડ્રેડ રાખે છે અને તેની સાથે સાથે આપણું વજન નિયંત્રિત કરવામાં પણ ખુબ જ મદદ કરે છે. તો ચાલો આપણે તે ચાર વસ્તુ વિશે જાણીએ જેનું સેવન ગરમીમાં ઋતુમાં સરળતાથી આપણા વજનને ઘટાડે છે.
સૌથી પહેલી વસ્તુ છે બીન્સ. લીલા શાકભાજીમાં બીન્સ એક એવી વસ્તુ છે જે તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે. બીન્સમાં કેલેરીની માત્ર ખુબ ઓછી હોય છે અને આયરન તેમજ ફાયબરની માત્ર વધારે હોય છે. બીન્સ એક એવો ખાધપદાર્થ છે જે ફેટ ફ્રી હોય છે. તેથી બીન્સ તમારું વજન ઘટાડવામાં ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. બીન્સને તમે પાણીમાં પલાળીને પણ ખાઈ શકો છો અને તેનું શાક બનાવીને પણ ખાઈ શકો છો. પરંતુ જો 30 થી 50 ગ્રામ બીન્સને એક રાત પાણીમાં પલાળી રાખવામાં આવે અને સવારે તેનું સેવન કરવામાં આવે તો તેનીથી એક જ મહિનામાં તમારો વજન ઘટવા લાગશે.
બીજી વસ્તુ છે તે લગભગ બધાની ફેવરીટ વસ્તુ હોય છે. કેરી. મિત્રો કેરી ગરમીની ઋતુમાં આવતું ફળ છે અને ગરમીની ઋતુમાં લોકો ખુબ મજા સાથે કેરીનું સેવન કરતા હોય છે. કેરી ખુબ જ સ્વાદિષ્ટ ફળ છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હોય છે કેરીનું સેવન કરવાથી વજન પણ ઘટી શકે છે. કેરીમાં ફાયબર, મેગ્નેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ અને આયરન હોય છે. જે ભૂખને નિયંત્રિત કરે છે, જેના કારણે વજન પણ નિયંત્રણમાં રહે છે. એટલે હવે એવું ક્યારેય ન વિચારવું કે કેરીનું વધારે સેવન કરવાથી તમારું વજન વધી જશે. જો એક કેરીનું સેવન ઉનાળા દરમિયાન રોજ કરવામાં આવે તો શરીરમાંથી ધીમે ધીમે વધારાની ચરબી ગાયબ થવા લાગે છે. પરંતુ કેરીને વજન ઘટાડવા માટે ખાવી હોય તો ક્યારેય તેનો રસ કરીને ન ખાવી જોઈએ. કેમ કે રસમાં શુગરનું પ્રમાણ હોય છે. જે આપણી ચરબીને વધારે છે, માટે કેરીને કુદરતી રીતે સેવનમાં લેવી જોઈએ. જો વજનને નિયંત્રણમાં રાખવું હોય તો કેરીનું સેવન અવશ્ય કરવું.
ત્રીજી વસ્તુ છે કરેલા. તમને જણાવી દઈએ કે કરેલા આપણી કેલેરી ઇનટેકને ઘટાડે છે. આ સાથે કરેલા આપણા બ્લડ સુગર લેવલને પણ નિયંત્રિત કરે છે. આ ઉપરાંત કારેલા ફેટ બર્ન કરવા માટે એટલે કે ચરબીને ઓગાળવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. કારેલાનું સેવન તમારા કેલેરી ઇનટેકને ઘટાડશે જેના કારણે તમારું વજન નિયંત્રણમાં રહેશે. કરેલા આમ તો બારેમાસ ઉપયોગી જ સાબિત થાય છે. પરંતુ જો ઉનાળામાં તેનું સેવન કરવામાં આવે તો કારેલાની કાર્ય ક્ષમતા વધારે હોય છે. જે આપણા ફેટને તરત જ ઓછું કરે છે. તે શુગરની માત્રામાં પણ ઘટાડો કરે છે.
ચોથું છે તરબૂચ. તરબૂચનું સેવન કરવાથી શરીરમાં ગરમીના કારણે પાણીની કમી હોય છે તે દુર થાય છે. તરબૂચમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ લાઈકોપીન એક્સ્ટ્રા ફેટ બર્ન કરે છે. આ રીતે તરબુચનું સેવન પણ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. તમે તરબુચનું સેવન દિવસ દરમિયાન સલાડ સ્વરૂપે પણ કરી શકો છો. પરંતુ મિત્રો તરબૂચનું સેવન સવારે જ કરવું જોઈએ રાત્રે ક્યારેય ન કરવું જોઈએ. જો સવારે તરબૂચનું સેવન કરવામાં આવે તો તેના વજન ઘટવાની સાથે સાથે અનેક લાભો થાય છે.
તો મિત્રો આ ચાર વસ્તુનું સેવન ઉનાળામાં અવશ્ય કરવું જોઈએ કારણ કે ગરમીમાં તમારું વજન ઘટાડવામાં આ ચારેય વસ્તુ ખુબ જ મદદગાર રહેશે. તો આ ચાર વસ્તુમાંથી તમારી ફેવરીટ વસ્તુ કંઈ છે તે કોમેન્ટ કરીને જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ