મિત્રો આજકાલ હોટલ અને રેસ્ટોરન્ટનું ચલણ ખુબ જ વધી ગયું છે. લોકોએ એકથી એક ચડિયાતી હોટલો બનાવી છે અને હવે તો પાણીની અંદર પણ હોટેલ બનાવવાનું ચલણ વધી ગયું છે. લોકો પણ લાખો રૂપિયા ખર્ચીને આ પાણીની હોટેલમાં રહેવા માટે જાય છે. આ હોટેલનો અંદરનો નજારો ખુબ જ મનભાવક અને આકર્ષક છે. લોકોનું અવનવું મનોરંજન કરવા માટે હોટેલને વિવિધ રીતે સજાવવામાં આવે છે.
દરિયાના નીલા પાણીમાં તરતા જીવોની સુંદર દુનિયામાં તકિયો નાખીને સુવાનું એ માત્ર એક સ્વપ્ન જેવું લાગે છે. પરંતુ દુબઈથી સિંગાપુર સુધી અને ઓસ્ટ્રેલિયાથી તંજાનિયા સુધી ઘણી એવી અંડર વોટર હોટેલ છે જે માણસોની આ કલ્પનાઓને હકીકતમાં બદલી રહ્યા છે. આવો આજે તમને દુનિયાની 8 એવી સુંદર અંડર વોટર હોટેલ વિશે જણાવીએ.
ઇન્ટરકોન્ટીનેન્ટલ શાંઘાઇ વંડરલેંડ – ચીનની આ અંડર વોટર હોટેલ શાંઘાઇના કેન્દ્ર્થી લગભગ 20 મિલ દૂર સોંગજિયાંગમાં બનેલી છે. તેના અપર લેવલ રૂમ અને શાનદાર બાલ્કનીમાંથી તમે ઝરણાઓનો આકર્ષક નજારો જોઈ શકો છો. હોટલમાં બે સબમર્જ ફ્લોર પણ છે જ્યાથી તમને પ્રીમિયમ અંડર વોટર વ્યૂ જોવા મળે છે. આમ આ હોટેલનો નજારો મનને મોહી લે છે.
રિજોર્ટ વર્લ્ડ સેન્ટોસો (સિંગાપુર) – રિજોર્ટ વર્લ્ડ સિંગાપુરના તટથી થોડે દૂર સેન્ટોસો દ્વીપ પર બનેલો છે. અહીં રોકાવા માટે તમને 11 ટુ સ્ટોરી લોજ મળશે. અહીં આવેલા મહેમાન આખી રાત પાણી અને ખુલા આકાશની નીચેની દુનિયાનો અનુભવ કરી શકે છે. હોટેલની નીચેના ભાગમાં લગભગ 4,00,000 માછલીઓથી ભરેલ એક્વેરિયમ જોવા મળે છે.
માંટા રિજોર્ટ, પામબા આઇલેન્ડ (તંજાનિયા) – જાંજીબાર તટ પર બનેલ માંટા રિજોર્ટનો અંડર વોટર રમ તટથી લગભગ બે મિનિટની દૂરી પર છે. તેના ત્રણ લેવલ એકોમોડેશનમાં તમે કોરલ રીફ વ્યૂ, સબમર્જ બેડરૂમ અને છત પરથી જોવાતા આકર્ષક નજારાઓનો લાભ ઉઠાવી શકો છો. તમે અહીં સ્કૂબા ડાઇવનો પણ લાભ ઉઠાવી શકો છો.
હુવાફેન ફૂશી (માલદીવ) – હિન્દ મહાસાગર સ્થિત હુવાફેન ફૂશીના આકર્ષક રૂમ કોઈનું પણ દિલ જીતી લે છે. જો કે તે પાણીની અંદર નથી. પરંતુ તમે તેમાં બનેલા સ્પાની નીચે લગભગ 25 ફિટ ઊંડે સુધી જઈ શકો છો. અહીં આવેલા મહેમાન મીઠાવાળા પાણીના ફ્લોટેશન પુલ લોનું વેયો સુધી પણ જઈ શકે છે.
ધ મુરાકા, કોનરાડ માલદિવ્સ રંગાલી આઇલેન્ડ – વર્ષ 2018 માં કોનરાડના રંગાલી દ્વિપમાં ધ મુરાકાની શરૂઆત થઈ હતી. આ અંદરવોટર ચેમ્બલ લગભગ 16 ફૂટ નીચે બનેલી છે. તેના દ્વી સ્તરીય ઢાળમાં વોટર લિવિંગ એરિયા છે. સાથે જ એક મેન બેડરૂમ છે જેની કાચની દિવાલોથી મહાસાગરનો સુંદર નજારો જોઈ શકાય છે.
રિફ્સુટ્સ, વિટ્સંડે આઇલેન્ડ (ઓસ્ટ્રેલીયા) – ઓસ્ટ્રેલિયામાં વિટસંડ આઇલેન્ડ પર બનેલ રિફ્સુટ્સ પણ અંડર વોટર ચેમ્બરમાં રોકાવાની સુવિધા આપે છે. વિઝિટર્સ પહેલા ક્વિંસલેંડથી 46 માઈલ દૂર એક પોંટૂન હોડી દ્વારા ચટ્ટાન સુધી પહોંચી શકે છે. પછી તારાઓની રોશની વચ્ચે મજેદાર ખાવાનો લાભ ઉઠાવી શકે છે. પ્રાઈવેટ રૂમથી બહાર તરતી માછલીઓ તમને સાફ જોવા મળે છે.
આટલાંટીસ, ધ પામ (દુબઈ) – દૂબઈના આટલાંટીસમાં પણ તમને છત સુધી બનેલી બારીઓ વાળો અંડર વોટર રૂમ જોવા મળે છે. આ રિજોરત્ના એક્વેરિયમમાંથી તમે લગભગ 65,000 સમુદ્રી જીવોને તરતા જોઈ શકો છો. તેનો ડાઈનિંગ રૂમ 24 કલાક મહેમાનો માટે ખૂલો રહે છે.
ઉટર ઇન, વસ્તેરાસ (સ્વીડન)- સ્ટોકહોમથી નજીક માલારેન લેક પર એક તરતો સિંગલ અંડર વોટર ચેમ્બર છે. તે બીજા અંડર વોટર હોટેલ જેટલો લક્ઝરી તો નથી પરંતુ બેડ, ટેબલ અને બધી જ બુનિયાદી સુવિધાઓ તેને એક રોમેન્ટીક પ્રાઈવેટ સ્પેસ જરૂર બનાવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી