ફક્ત 1 જ ચપટી આ બીજનું સેવન હાડકાં અને ઇમ્યુનિટી મજબૂત કરી પેટ અને આંતરડાને કરી દેશે સાફ, નહીં થાય હાઈ બ્લડ પ્રેશર, કબજિયાત, સાંધાના દુખાવા જેવી સમસ્યા…

મિત્રો આપણે ત્યાં અનેક ઔષધિઓમાં સુવાદાણાનું વિશેષ મહત્વ રહેલું છે. તેના પાંદડા અને બીજ બંનેનું સેવન માણસ માટે ખુબ જ ફાયદાકારક છે. જો તમે તેનું સેવન કરો છો તેનાથી તમે શરીરની અનેક બીમારીઓને દુર કરી શકો છો. પણ આ સુવાદાણા સેવન કરવાની પણ એક રીત હોય છે.

સુવાદાણા એક એવી જડીબુટ્ટી છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે પોષક તત્વોથી પણ ભરપુર હોય છે. આયુર્વેદમાં સુવાદાણાના બીજ અને પાંદડાનો ઉપયોગ અનેક સમસ્યાઓને દુર કરવા માટે કરવામાં આવે છે. સુવાદાણાનું વૈજ્ઞાનિક નામ એનાથુમ ગ્રેવોલેસ છે. આજે આપણે આ લેખમાં સુવાદાણાના ફાયદાઓ અને નુકશાન વિશે વાત કરીશું. તેના બીજ પાચનમાં સુધારો, પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને રક્તચાપને નિયંત્રિત કરે છે. તો ચાલો જાણીએ સુવાદાણાના બીજના ફાયદાઓ.

પાચન : આજની ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખાનપાનને કારણે પાચનતંત્ર ખરાબ થઈ જાય છે. તેવામાં સુવાદાણાના બીજનું સેવન કરવાથી પાચનમાં સુધારો થાય છે. આ બીજ ગેસ, એસીડીટી અને કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. પેટમાં દુખાવો થવા પર સુવાદાણાના બીજ લાભકારી સાબિત થાય છે. આ બીજમાં રહેલ તત્વ મળ ત્યાગની પ્રક્રિયાને સરળ બનાવે છે. કબજિયાતમાં રાહત આપે છે. આંતરડાની સફાઈ કરે છે.

હાડકા : વધતી ઉંમર સાથે મોટાભાગના લોકોને સાંધાઓ, હાડકાઓમાં દુખાવો થવાની સમસ્યા રહે છે. તેવામાં આ દુખાવાથી છુટકારો મેળવવા માટે તે પેનકીલરનું સેવન કરે છે. જેનાથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે. આ બીજ હાડકાઓને મજબુત બનાવે છે. તેમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ રહેલ છે, જે હાડકાઓને મજબુત બનાવે છે. તે હાડકાઓને થતા નુકશાનથી બચાવે છે. આમ હાડકાઓને મજબુત બનાવવા માટે આ બીજને પોતાના ડાયટમાં જરૂર સામેલ કરવા જોઈએ.

ઈમ્યુન સીસ્ટમ : વિભિન્ન પ્રકારના બેકટેરિયા, વાયરસથી બચવા માટે આપણી રોગપ્રતિકારક ક્ષમતા મજબુત હોવી ખુબ જ જરૂરી છે. પોતાની ઇમ્યુનિટી મજબુત બનાવવા માટે આપણે ઘણા ખાદ્ય પદાર્થનું સેવન કરીએ છીએ. પરંતુ આ બીજ તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવામાં મદદ કરે છે.

ડાયરિયા : સુવાદાણાના બીજમાં ફ્લેવોનોઇડસ અને મોનોટેરપીન હોય છે, આ બંને શક્તિશાળી એન્ટી બેકટેરીયલ એજેન્ટના રૂપમાં કામ કરે છે. આ બીજમાં પાચનના ગુણ હોય છે, તે પાચનમાં સુધારો લાવે છે. કબજિયાતની સાથે ડાયરિયાથી પણ છુટકારો અપાવે છે.

અનિંદ્રા : આજના સમયમાં મોટાભાગના લોકો અનિંદ્રાની સમસ્યાથી પીડાતા હોય છે. તણાવ એ અનિંદ્રાનું પ્રમુખ કારણ છે. અનિંદ્રાની સમસ્યા દુર કરવા માટે તમે સુવાદાણાના બીજને પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો. તેનાથી તમને નીંદર સારી આવે છે. આ બીજમાં વિટામીન બી હોય છે, જે શરીરને આરામ આપે છે અને નીંદરમાં મદદ કરે છે. જો તમને નીંદર નથી આવતી તો સુવાદાણાના બીજનું સેવન કરો.

મોની દુર્ગંધ : આ બીજ શ્વાસની દુર્ગંધને દુર કરવામાં તમારા માટે એક ઘરેલું ઉપચારના રૂપમાં કામ કરે છે. તે પાચનને મજબુત કરીને શ્વાસની દુર્ગંધને જડથી ખત્મ કરવામાં મદદ કરે છે. આ બીજ ખાટા ઓડકાર, ઉબકા, ઉલટીની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.

હાઈ બ્લડ પ્રેશર : હાઈ બ્લડ પ્રેશર આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકો આ સમસ્યાનો સામનો કરે છે. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે દવાઓનું પણ સેવન કરવામાં આવે છે. પરંતુ તમે ઈચ્છો તો સુવાદાણાના બીજનું સેવન કરીને હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો. આ માટે સુવાદાણાના બીજ અને મેથીના બીજનો પાવડર બનાવી લો. તેને દિવસમાં બે વખત નવશેકા ગરમ પાણી સાથે સેવન કરો. તેનાથી તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી રાહત અપાવે છે.

મહિલાઓ માટે : સુવાદાણાના બીજ મહિલાઓ માટે ખુબ જ ફાયદાકારક છે. સુવાદાણાના બીજ મહિલાઓની અનેક સમસ્યાઓને દુર કરે છે. સુવાદાણાના બીજ પ્રારંભિક ઓવ્યુલેશનને રોકવામાં મદદ કરે છે. એટલું જ સ્તનપાન કરવાતી મહિલાઓ માટે પણ આ બીજ ખુબ જ ફાયદાકારક છે. આ બીજ સ્તનમાં દુધને વધારે છે. પરંતુ ગર્ભવતી મહિલાએ આ બીજનું સેવન ડોક્ટરની સલાહ અનુસાર કરવું જોઈએ.

સુવાદાણાનો ઉપયોગ : આ બીજનો ઉપયોગ તમે ઘણી રીતે કરી શકો છો. તેનો ઉપયોગ માઉથ ફ્રેશનર રૂપે પણ કરી શકાય છે. આ બીજને થોડા લઈને મોઢામાં ધીમે ધીમે ચાવતા રહો.
1 ) એક ગ્લાસ પાણીમાં સુવાદાણાના બીજને સારી રીતે ઉકાળી લો, પછી આ પાણીને પિય જાવ.
2 ) તમે આ બીજનો ઉપયોગ બેકરી પ્રોડક્ટમાં પણ કરી શકો છો.
3 ) આ બીજનું સેવન સીમિત માત્રામાં કરો તો જ તેનો વધુ ફાયદો તમે લઈ શકો છો.

સુવાદાણાના બીજના નુકશાન : 1 ) આ બીજની તાસીર ગરમ હોય છે. આથી પિત્ત પ્રકૃતિના લોકોએ આ બીજનું સેવન ન કરવું જોઈએ. તેનાથી ત્વચા, પેટમાં જલન પેદા થઈ શકે છે. સાથે પેટની સમસ્યા પણ થઈ શકે છે.
2 ) ગર્ભધારણ કરવા માંગતી મહિલાએ આ બીજનું સેવન ન કરવું જોઈએ.
3 ) આ બીજ ત્વચામાં જલન પેદા કરે છે. તે એલર્જીક રીએક્શનનું કારણ પણ બની શકે છે.
4 ) જો તમે ડાયાબિટીસની દવાનું સેવન કરો છો તો ડોક્ટરની સલાહ પર આ બીજનું સેવન કરો. તેમાં હાઈપોગ્લાઈમેસિક પ્રભાવ હોય છે, તે નિમ્ન રક્ત શુગરનું કારણ બની શકે છે.

આમ આ બીજની તાસીર ગરમ હોય છે આથી તેનું સેવન સીમિત માત્રામાં કરવું. તેમજ વાત અને કફ પ્રકૃતિના લોકો માટે આ બીજ ફાયદાકારક છે. સાથે જ કોઈ ગંભીર બીમારી છે તો તેનું સેવન ન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment