આ ૮ શાહી પરિવારો હાલમાં કેવી જિંદગી જીવે છે ? શું છે તેના બીઝનેસ? જાણો તેના વિષે સંપૂર્ણ માહિતી.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🤴 શાહી પરિવારો.. 🤴

🤴 મિત્રો આપણે બધા શાહી પરિવારો વિશે જાણીએ જ છીએ. આપણે જોઈએ છીએ કે દરેક દેશમાં કોઈને કોઈ શાહી પરિવારો આવેલા હોય છે.  જેનો રહેવાનો તરીકો ખુબ જ ઠાઠમાઠથી અને શાહી રીતભાતનો હોય છે. તો મિત્રો આજે આપણે જાણીશું ભારત દેશના અમુક એવા નામાંકિત શાહી પરિવારો વિશે. જે આજે પણ ખુબ જ શાહી અંદાજમાં રહે છે.

🤴 1. જોધપુર શાહી પરિવાર : 🤴Image Source :

🤴 જોધપુર શાહી પરિવાર દેશનો  શાહી અને ચર્ચિત પરિવારમાંગણાય છે. આ પ્રકારે તેના નામ પર ખુબ જ સંપત્તિ લખાયેલી છે. અત્યારે તે પરિવારના પ્રમુખ ગજસિંહ છે. જેની પાસે ઉમેદભવન નામનું દુનિયામાં સૌથી મોટું નીજી ઘર છે. જેમાં લગભગ 346 રૂમ છે. ઉમેદભવન વિશે ખાસ વાત એ છે કે વર્ષ 1929 માં જ્યારે દુષ્કાળ પડતો હતો ત્યારે ઉમેદભવન મહેલને તોડી નાખવામાં આવ્યો હતો. કેમ કે બીજી વાર મહેલને બનાવવામાં આવે તો લોકોને મજુરી મળી રહે તેના માટે. અને તે બીજી વાર બનાવવામાં પણ આવ્યો. આ આખા ભવનને ટ્રાવેલ ચાઈલ્ડસ એવોર્ડે બેસ્ટ હોટેલનો એવોર્ડ આપ્યો છે. આમ તો ઉમેદભવન સિવાય આ રોયલ ફેમેલી પાસે બીજા પણ ઘણા શાનદાર કિલ્લાઓ પણ છે.

🤴 2. બિકાનેર શાહી પરિવાર : 🤴Image Source :

🤴 બિકાનેર શાહી પરિવારના પણ પોતાની અમીરીના કંઈક અલગ જ કિસ્સાઓ છે. અત્યારે તો તે પરિવારની વારીસ એક માત્ર રાજશ્રી કુમારી છે. પરંતુ અત્યારે તે શુટિંગમાં કંઈક ખાસ રસ ધરાવે છે. અને શુટિંગના ક્ષેત્રમાં શ્રી રાજશ્રી કુમારીએ અર્જુન એવોર્ડ પણ જીત્યો છે. અને રાજશ્રી કુમારી રાજસ્થાનના ઘણા બધા ચેરીટેબલ ટ્રસ્ટની ચેરમેન પણ છે. અને તેના નામથી ઘણી બધી સમાજ સેવાની સંસ્થાઓ પણ ચાલે છે. બિકાનેર શાહી પરિવારની વારીસ રાજશ્રી કુમારીની એક હેરીટેઝ હોટેલ પણ છે. તેનું નામ લાલગઢ મહેલ છે.

🤴 3. અલીસારની રોયલ ફેમેલી : 🤴Image Source :

🤴 રાજસ્થાનમાં આવેલ આ શાહી અલીસારના પરિવારનું સ્થાન પણ ખુબ જ ઉચ્ચ ગણાય છે. અને તેના હાલના મુખ્ય વારીસ કહેવાય છે અભિમન્યુસિંહ. અને તેને ખેતરીના રાજા કહેવાય છે. આ રોયલ પરિવારની રણથંભોર અને જયપુરમાં ઘણી બધી હવેલીઓ આવેલી છે. તે દર વર્ષે થતા ઇલેક્ટ્રોનિક્સ ડાન્સ ફેસ્ટિવલ અને મેગ્નેટિક ફિલ્ડના કો સ્પોન્સર પણ છે. અભિમન્યુસિંહની પાસે 1953માં ઉપયોગમાં લેવાયેલી અમેરિકન આર્મીની જીપ પણ છે. આ જીપને અમેરિકાએ તે જીપ કોરિયો યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને આપી હતી. જેના પર 1962 માં ભારતે કબજો કરી લીધો હતો. ત્યાર પછી અભિમન્યુસિંહના દાદાએ તે જીપને હરાજીમાં ખરીદી લીધી હતી.

🤴 3. રાજકોટ રોયલ ફેમેલી : 🤴Image Source :

🤴 શાહી પરિવારોના લીસ્ટમાં રાજકોટમાં રહેતા રાજકોટ રોયલ પરિવારનું પણ નામ ખુબ જ મોટું છે. આ રોયલ પરિવાર પાસે અરબો રૂપિયાની પ્રોપર્ટી છે. આ રાજ પરિવારના પ્રમુખ યુવરાજ મંધાતાસિંહ જાડેજા છે. મંધાતાસિંહ આમ તો હવે પુરેપુરા બિઝનેસ પર ફોરવર્ડ થઇ ગયા છે. તેણે હાઇડ્રો પાવર પ્લાન્ટ અને બાયો ફ્લ્યુલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં ખુબ જ પૈસાને ઇન્વેસ્ટ કર્યા છે.  અન્ય શાહી પરિવારોની જેમ આ શાહી પરિવાર પાસે પણ રોયલ કારોનો સમૂહ છે.

🤴 5. વાડિયાર રોયલ પરિવાર : 🤴

🤴 મૈસુરમાં રહેતા વાડિયાર રોયલ પરિવારના હાલના યુવરાજ યદુ વીર રાજ્ય કૃષ્ણદત્તા વાડિયાર છે.  અને તેની ઉમર માત્ર 23 વર્ષની છે. જેની સંપત્તિ લગભગ 10 હજાર કરોડ કરતા પણ વધારે છે. અને તેની પાસે 15 વર્ડની બેસ્ટ લક્ઝરી કારોનું કલેક્શન પણ છે. તેમજ તે યુવરાજ પાસે વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળોનું પણ કલેક્શન છે. આ પરિવારના પૂર્વ રાજા શ્રી કાન્તદત્ત વાડિયાર ચાર વખત સાંસદ પણ રહી ચુક્યા છે. તેણે 2004 માં કોંગ્રેસ તરફથી ટીકીટ લઈને ચુંટણી લડ્યા હતા.

🤴 6. વડોદરાની રોયલ ફેમેલી : 🤴Image Source :

🤴 પોતાના ઠાઠમાઠથી ઓળખાતી આ ફેમેલી ખુબ જ પ્રસિદ્ધ રોયલ પરિવારો માંથી મોખરે આવે તેવી રોયલ ફેમેલી છે. હાલમાં વડોદરાના યુવરાજ તરીકે સમરજીતસીંગ પ્રમુખ છે. અને તેનો ખુબ જ મોટો રીયલ એસ્ટેટનો કારોબાર પણ છે. બિઝનેસના ક્ષેત્રમાં તેમને અરબો પતિ માનવામાં આવે છે. તેની પાસે વિશ્વ પ્રસિદ્ધ 600 એકરમાં ફેલાયેલો અને 187 રૂમનો મહેલ છે. જેનું નામ લક્ષ્મીવિલાસ પેલેસ છે. લક્ષ્મીવિલાસ પેલેસને સન 1890 માં બનેલો છે. આ મહેલમાં આરામ કરવા માટેની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ છે અને સાથે સાથે આ મહેલમાં પર્સનલ ગોલ્ફ રમવા માટેનું મેદાન પણ છે.Image Source :

🤴 7. સિંધિયા રોયલ ફેમેલી, ગ્વાલિયર : 🤴

🤴 ગ્વાલિયરમાં રહેતી સિંધિયા રોયલ ફેમેલી ભારતની બીજી સૌથી મોટી રોયલ ફેમેલી છે. એક આરટીઆઈ અનુસાર સિંધિયા રોયલ ફેમેલીના મેમ્બર જ્યોતિર આદિત્યની પાસે 24 કરોડ રૂપિયાના માત્ર ઘરેણા જ છે. જે તેને વારસાગત રૂપે મળ્યા છે. પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને અને સાંસદ જ્યોતિર આદિત્ય સિંધિયા આ રોયલ ફેમેલીમાં આવે છે. અને સિંધિયા પરિવાર પાસે 25 થી પણ વધારે કંપનીના શેર છે.

🤴 8. મેવાડ રાજ ઘરાના, રાજસ્થાન : 🤴

🤴 રાજસ્થાનના મેવાડ રાજઘર કરોડોની લકઝરીયસ ગાડીઓના શોખીન રહ્યા છે. વર્તમાન સમયમાં આ શાહી પરિવારના પ્રમુખ અરવિંદસીંગ છે. તે પણ ખુબ જ મોંઘી કારોના શોખીન છે. આ શાહી રાજ પરિવારનો રાજસ્થાનમાં શાહી હોટેલનો બિઝનેસ છે. જેનું નામ HR OF GROUP ના નામથી પ્રખ્યાત છે. લક્ઝરી કરો સિવાય પણ તેની પાસે ઘણી બધી રોલ્સ રોયસ કારો છે. જે મેવાડના અલગ અલગ રાજાઓની નિશાની છે. અને તેના નામ પર જ રજીસ્ટ્રેશન પણ કરેલી છે. તેની સિવાય મર્સિડીઝના ઘણા બધા મોડેલ પણ છે અને એક MGTC ગાડી પણ છે. મેવાડ રાજ ઘરના અંગરક્ષક અરવિંદસીંગ ઘણી વાર નવી નવી ગાડીઓના લોન્ચિંગ કાર્યક્રમમાં જોવા મળે છે.

🤴 તો આ હતી વધી વાતો આપણા દેશના શાહી પરિવારોની.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment