આ છોડ તમને ખરી ગયેલા વાળ ઉગાડવામાં પણ ઉપયોગી છે, પણ ઉપયોગ કરતી વખતે રાખો આ વસ્તુનું ધ્યાન.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🌿 આ વૃક્ષનો દરેક ભાગ છે એક ઔષધી જાણો કઈ રીતે અને શું છે તેના ઉપચારો….. 🌿

🌿 મિત્રો આજે અમે એક એવા વૃક્ષ વિશે ચર્ચા કરવા જઇ રહ્યા છે જેનો દરેક ભાગ દવા સ્વરૂપે વપરાય છે. મિત્રો તમે વિચારી પણ ન શકો કે આટલી સરસ રીતે તેનો દવા સ્વરૂપે ઉપયોગ કરીને તેના ઉપચારથી ઘણી બધી સમસ્યાઓનો સચોટ ઈલાજ કરી શકાય છે. મિત્રો આ વૃક્ષના અલગ અલગ ઉપચારથી તમે તમારું વધેલું, બહાર નીકળેલું પેટ પણ ઘટાડી શકો છો. એટલું જ નહિ પરંતુ ગઠીયા એટલે કે સંધિવાના રોગ માટે પણ ખૂબ જ સારો ઉપાય છે કારણ કે તેને ૨૧ એક મહિનાની અંદર ઠીક કરી શકે છે આ ઉપચાર. આ ઉપરાંત આ છોડના દૂધમાંથી વાળને ફરીથી ઉગાડી શકે છે. તમે આ છોડ અથવા વૃક્ષનું નામ સાંભળશો  તો થોડા આશ્ચર્યમાં પડી જશો કે આટલી સામાન્ય વસ્તુ આવી બીમારીઓને દૂર કરી શકે છે.Image Source :

🌿 તે છોડ તમારી આસપાસ જોવા મળતો જ  હોય છે. પરંતુ અત્યાર સુધી કોઈએ તેના ઉપચાર વિશે નહિ વિચાર્યું હોય પરંતુ આજે અમે તેના ખુબ જ સારા ઉપચારો જણાવવા જઇ રહ્યા છીએ કે જેને જાણ્યા બાદ તમે ક્યાંય પણ આ છોડને જોશો તો તમે તેને તોડીને ઘરે લાવશો તમારી સમસ્યાના ઉકેલ માટે. તો ચાલો જાણીએ શું નામ છે આ છોડનું અને કંઈ રીતે તમે તેના બધા જ અંગોને ઔષધી તરીકે ઉપયોગમાં લઇ શકો છો.

🌿 મિત્રો અમે વાત કરી રહ્યા છીએ આકડાનું વૃક્ષ. કોઈ એવી વ્યક્તિ નહિ હોય કે તેને આકડો ન જોયો હોય હનુમાનજીને ચડાવવામાં આવતો આકડો. હવે તમને એમ થાય કે આકડાને આપણે કંઈ રીતે દવા સ્વરૂપે ઉપયોગ કરી શકીએ કારણ કે આપણે આકડાને એક ઝેરીલું છોડ કહીએ છીએ. ઘણા લોકો દ્વારા તમે સાંભળ્યું હશે કે આંકડાનું દૂધ આંખમાં જાય તો આપણે આંધળા થઇ જઈએ. તેમજ એવું કહેવાય છે કે આ છોડ માણસ જાતી  માટે ખતરનાક સાબિત થાય છે આવી નકારાત્મક વાતો આપણા સમાજમાં આકડાના છોડ વિશે ફેલાયેલી છે. પરંતુ મિત્રો આ વાત અમૂક અંશે સત્ય છે. કારણ કે આયુર્વેદ શાસ્ત્રોમાં પણ આકડાને ઉપવિષ ગણવામાં આવ્યું છે.Image Source :

🌿 મિત્રો આ છોડનું સેવન તથા ઉપચાર વધારે માત્રામાં કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ નીપજી શકે છે. પરંતુ તેનાથી વિરુદ્ધ પરિસ્થિતિ તમે ચતુર્વેદ અનુસાર યોગ્ય માત્રામાં જો ઉપચારમાં લો તો તે આપણને ઘણું બધું ઉપયોગી નીવડે છે. મિત્રો આ છોડ સૂર્ય સમાન તેજસ્વી અને પારાની જેમ ઉત્તમ અને દિવ્ય રસાયણ સમાન છે તેથી જ તો તેનો દરેક ભાગ ઉપયોગી મનાય છે. તો સર્વપ્રથમ તો ચાલો જાણીએ કે તેની ઓળખ શું છે.

🌿 આમ તો બધા તેનાથી પરિચિત જ હશો પરંતુ તેમ છતાં પણ જાણી લઈએ. આકડાનું વૃક્ષ નાનું અને ઘટાદાર હોય છે. તેના પાંદડા પણ ફેલાયેલા હોય છે અને નાના નાના સફેદ રંગના ફૂલ હોય છે તેમાં કેરી જેવા ફળો હોય છે તે ઉપરાંત તેની ડાળખી વગેરેમાંથી કાપવાથી દૂધ નીકળતું હોય છે જે ખુબ જ ખતરનાક માનવામાં આવે છે. ગરમીની ઋતુમાં ઉગે છે તેમજ ચોમાસામાં વરસાદ થતા સૂકાઈ જાય છે. તો ચાલો જાણીએ તેના ચમત્કારિક ફાયદાઓ વિશે.Image Source :

🌿 આકડાના દૂધને જ્યાં સાવ વાળ ખરી ગયા હોય અને ટાલ પડી ગઈ હોય ત્યાં લગાવવાથી વાળ ફરીથી ઉગી જાય છે. પરંતુ ખુબ જ સાવધાનીથી ઉપયોગ કરવો જો તે આંખમાં જશે તો નુંકશાન થશે માટે. પણ આ દૂધ કેવી રીતે માથામાં લગાવવું તે જાણવા તમે નજીકના આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઇ શકો છો, અમારી પ્રાપ્ય માહિતી અનુસાર આ દૂધ લગાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી કેમ કે,

તમારી તાસીર અનુસાર કેવી રીતે અને કેટલું દૂધ લગાવવું તે આયુર્વેદિક ડોક્ટર તમારી તપાસ કર્યા બાદ તમને કહી શકશે. પણ આ દૂધ વાળ માટે સારી એવી દવા મનાય છે. પણ ડોક્ટરની સલાહ બાદ પ્રયોગ કરવો.

🌿 જો કોઈના શરીમાં શુગરનું લેવલ વધી ગયું હોય તો આકડાના પાંદ તેના માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. મિત્રો સવારે આકડાના પાંનને ઉંધા કરી એટલે કે ખરબચડો ભાગ ઉપર રાખી તેને પગના તળિયા સાથે ચિપકાવી દો અને ત્યાર બાદ તેની ઉપર મોજા પહેરી લો અને તે સાંજ સૂધી રાખી મૂકો. આવું સતત એક અઠવાડિયા સુધી કરવાથી તમારું સુગર લેવલ કંટ્રોલમાં આવી જશે.

🌿 આકડાનું દૂધ અંગૂઠામાં લગાવવાથી આંખો દૂખતી હોય તો તે મટી જાય છે.

 

Image Source :

🌿 મિત્રો ક્યારેય પણ તમને માથું દુખતું હોય તો તેનો સસ્તો અને સરળ ઉપાય છે આકડાના છોડની સૂકાયેલી ડાળીઓ. તેની એક સૂકી ડાળી કાપી તેને એક બાજુથી સળગાવી અને બીજી બાજુ નથી સળગાવવાની હવે તેને જે બાજુથી નથી સળગાવાની તે બાજુ નાક પાસે રાખો અને શ્વાસ લો તેવું કરવાથી માથાનો દુઃખાવો મટી જાય છે.

🌿 આકડાના મૂળ બે શેર લો અને તેને ચાર શેર પાણીમાં ઉકાળો. જ્યારે અડધું પાણી રહી જાય ત્યારે પાણીમાંથી મૂળિયાં કાઢી લો. અને પાણીમાં બે શેર ઘઉં નાખી દો. જ્યારે બધુ જ પાણી બળી જાય ત્યારે તે ઘઉંને સૂકવી તેને પીસી તેનો લોટ બનાવી લો અને પોણા ભાગનો લોટ લઇ તેની રોટલી બનાવી તેમાં ઘી અને ગોળ મિક્સ કરી ખાવાથી ગઠીયા એટલે કે સંધિવા દૂર થાય છે. એક મહિના સુધી સતત આ રીતે સેવન કરવાથી સંધિવા દૂર થાય છે.

 

🌿 કોમળ પાંદડાના ધૂમાડાના શેકથી બવાસીર શાંત થાય છે. આ ઉપરાંત પાણીમાં આકડાના પાંદડા અને ડાળખીઓ પલાળી ત્યાર બાદ તે પાણીને હરસની જગ્યાએ લગાવવાથી બવાસીર એટલે કે હરસની બીમારી દૂર થાય છે. તેમજ આકડાનું દૂધ હરસના મસા પર લગાવવાથી મસા મટી જાય છે.

🌿 આકડાના પાંદડાને ગરમ કરીને વાગ્યું હોય તે જગ્યાએ બાંધવાથી તે જલ્દી રૂજાય જાય છે તેમજ દુઃખાવો અને સોજો ઝડપથી ઓછો થવા લાગે છે.

🌿 આકડાના મૂળનો છોરો બનાવી, કાળા મરી પીસીને તેમાં નાખી  તેનું ચૂરણ બનાવી તેની નાની નાની ગોળી બનાવી તેનું સેવન કરવાથી ઉધરસ મટી જાય છે.

🌿 ખંજવાળ આવતી હોય તો તો મૂળની રાખમાં કડવું તેલ મિક્સ કરીને ત્યાં લગાવવાથી ખંજવાળની સમસ્યા ગાયબ થઇ જાય છે.

🌿 તો મિત્રો આ હતા આકડાના અદ્દભુત ફાયદાઓ પરંતુ ઉપર જણાવેલ બધા જ ઉપચાર ખુબ જ સાવધાનીથી અપનાવવા અને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવો કારણ કે આકડો જેટલો લાભદાયી છે તેટલો જ ખતરનાક પણ છે.  

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

(નોંધ ) – ગુજરાતી ડાયરોની આ જાણકારી, દેશી ઉપચાર અને આયુર્વેદ પર આધારિત છે આ માહિતી નેટ , બુક્સ અને લેખકો દ્વારા સંકલિત કરવામાં આવી છે , કોઈ પણ દવા કે સુજાવ તમારા શરીર અને તાસીર પર આધાર રાખે છે તો લેતા પેહલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી એ જવાબદારી તમારી રહેશે .
 
Image Source: Google

 

 

Leave a Comment