જગ્યા બાદ સૌ પ્રથમ આ કામ કરો પછી જુઓ તમારી ૯૦% આળસ અને કમજોરી દુર ભાગી જશે.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🌅 રોજ સવારે ઉઠીને આટલું જરૂર કરો અને મેળવો તમારું લક્ષ્ય.. 🌅

🌅 મિત્રો સવારે ઉઠીને આપણે સામાન્ય રીતે શું કરતા હોઈએ છીએ.બસ ઉઠતાની સાથે જ આપણા રોજીંદા કાર્યો શરૂ કરી દેતા હોઈએ છીએ. પરંતુ આ આર્ટીકલ વાંચ્યા બાદ તમે કદાચ એવું નહિ કરો. હા મિત્રો, આજે અમે તમને સવારે ઉઠ્યા બાદના સમય અને મગજની પરિસ્થિતિનું મહત્વ સમજાવશું. કે કંઈ રીતે માત્ર ૬ થી સાત મીનીટમાં તમે આપણા મગજને વધારે કાર્યક્ષમ બનાવશે.Image Source :

🌃 મિત્રો રાત્રે સૂતા પહેલાનો સમય અને સવારે ઉઠ્યા પછીનો સમય ખૂબ જ શક્તિશાળી સમય છે. તે એવો સમય છે કે જ્યારે આપણા સબકોન્શિયસ મગજનો પાવર વધારે હોય છે. તે સમય મગજને  ગજબ રીતે અસરકારક બનાવી શકાય છે. ત્યારે આપણે આપણા મગજની અદ્દભુત જાદુઈ શક્તિનો પૂરે પૂરો ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે તે સમય આપણા મગજ માટે સૌથી બળવાન સમય સાબિત થાય છે. ત્યારે આપણામગજની ઉર્જા ગજબની હોય છે. આખો દિવસ આપણે કામમાં વ્યસ્ત રહેવાને કારણે આપણા  મગજની ઉર્જા ઓછી થઇ જાય છે. કારણ કે દિવસ દરમિયાન આપણું મગજ કામમાં વ્યસ્ત રહેતું હોય છે અને વધારે પડતા નિર્ણયો આપણે કામના સમયે જ લેતા હોય છે.Image Source :

🧠 પરંતુ મિત્રો સવારે ઉઠતાની સાથે તમે જે વિચારો છે તે વિચારો જ આપણો આખો દિવસ નક્કી કરે છે. તેની અસર આપણાઆખા દિવસ પર જોવા મળે છે. માટે સવારે ઉઠતાની સાથે સૌથી પહેલું કામ કરવાનું છે તે છે એલર્ટ થઇ જાવાનું. એલર્ટ થવાથી આપણા મગજનો એક હાઈ ગ્રાફ ક્રિએટ થાય છે. અને તે બધું સારું થવા માટે સક્ષમ બનાવે છે. તમે એલર્ટ થઇ જાવ કે તમે શા માટે આ કામ કરો છો, આપણા જીવંત અનુભવો, વર્તમાનનું વિચારો તેનાથી સારી વસ્તુ થવા લાગશે.

🧠 તમે સવારે આંખ ખોલતાની સાથે 86,400 RS/- ને યાદ રાખો કે જો તમારી પાસે આટલા પૈસા હોય તો તમે શું કરી શકો. મિત્રો આ 86,400 RS/- એટલે 60*60*24 નું ગણિત મતલબ 60 સેકંડ = 1 મિનીટ, 60મિનીટ = 1 કલાક, 24 કલાક =1 દિવસ. મિત્રો આ ગણતરી આપણે આપણા મગજમાં હંમેશા યાદ રાખવાની છે. કારણ કે સમય પૈસા કરતા પણ કીમતી છે. માટે આ યાદ રાખવું અને તેની વેલ્યુ સમજવી. કારણ કે જો તમે સમયનું મહત્વ સમજશો તો તે તમને ત્યારે જ કંઈક એવું કરાવશે જેનાથી તમને ફાયદો થવા લાગશે. અને તમે સમયનો વ્યય કરવાને બદલે સદુપયોગ કરવા લાગશો જેથી તે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ ધકેલશે.Image Source :

🧠 સમયની કીમત કર્યા પછીનું કામ  આવે છે નક્કી કરવું કે તમે શું મેળવવા માંગો છો. તેના માટે આપણે વધારે સમય બગાડવાની જરૂર નથી. તેમના માટે માત્ર ચારથી પાંચ મિનીટ જ લાગશે. આપણે પથારી પરથી બેઠા થઇ જવાનું છે. અને આપણા દિવસ વિશે બધું સકારાત્મક વિચારવાનું છે. અને આપણે બોલવાનું છે કે “હું ખૂબજ સ્વસ્થ અને મજબૂત છું, મારો દિવસ ખૂબ જ સારો જશે, મને એક નવો દિવસ મળ્યો છે મારા સપનાઓ પૂરા કરવાનો. મારો દિવસ ખૂબ જ સારો થશે, આજે મને જે ચુનોતીઓ મળશે તેને હું સરળતાથી પાર કરી દઈશ. જે થશે તે સારું થશે. મને સફળતા અવશ્ય મળશે. હું સફળ થઈશ” આનો આપણે અનુભવ કરવાનો છે અને આપણે બોલવાનું છે.Image Source :

🧠 મિત્રો આ ટેકનીક ને કહેવાય છે અફેર્મેશન. તેજ શબ્દોને રીપીટ કરો. હવે તમને થશે કે ભાઈ આ બોલવાથી શું ફાયદો થાય. પરંતુ મિત્રો તમને એક હકીકત જણાવી દઈએ કે આપણે જે વિચારો કરતા હોઈએ તેના કરતા તે બોલીએ તેની અસર આપણા મગજને વધારે થાય છે. તમે સવારમાં કે જ્યારે તમારું મગજ સુપર ચાર્જના મોડ પર છે. ત્યારે આપણે જે શબ્દો રીપીટ કરીએ છીએ તે આપણા સબકોન્શિયસ મગજમાં જતા રહેશે. પરંતુ શરત માત્ર એટલી જ છે કે તે આપણે દિલથી બોલવાનું છે. વિચારો કરતા દિલથી બોલાયેલા શબ્દોની શક્તિ વધારે હોય છે. જો તમે સંપૂર્ણ એકાગ્રતાથી બોલો અને દિલથી બોલો તો તેનું તમને અદ્દભુત પરિણામ મળે છે. અને ખાસ કરીને જો તે સવારના ઉઠ્યા પછીના સમયે બોલાયેલું હોય એટલે કે જાદૂઈ સમયમાં બોલાયેલું હોય તો તેની અસર આપણા મગજનો વેગ બદલી નાખે છે જે ઓટોમેટીકલી આપણી જિંદગી બદલી નાખે છે.Image Source :

🧠 તમે સવારે યોગા પ્રાણાયામ કરો કે ના કરો પણ તમે સમયનું મહત્વ સમજશો અને સવારે આત્મવિશ્વાસથી દિલથી આપણે જે કરવું છે તેના પ્રત્યે સકારાત્મક અભિગમનો અનુભવ કરશો તેના માટે સકારાત્મક વાક્યો દિલથી બોલશો તો તે તમને આપણા લક્ષ્ય સુધી પોહ્ચાડશે. તો મિત્રો આજથી જ અપનાવો આ વસ્તુ સવારે અને બદલો આપણીજિંદગીને. અને શીખો સવારની જાદુઈ શક્તિનો ઉપયોગ કરતા.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment