આજકાલ લોકો પોતાની પાસે જેટલા પૈસાની જરૂર હોય તેટલા જ રાખે છે. બાકીના પૈસા બેંકમાં જમા કરાવે છે અને જ્યારે જરૂર હોય ત્યારે ATM દ્વારા ઉપાડે છે. પરંતુ ઘણી વાર ATM માંથી ફાટેલી નોટ નીકળે છે તેથી તમે ચિંતામાં મુકાય જાવ છો અને વિચારો છો કે હવે આ નોટનું શું કરવું ? પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. RBI એ 2017 માં જણાવ્યુ હતું કે, જો ATM માંથી નોટ ફાટેલી નોટ નીકળે તો તે બેંકને બદલી આપવી પડશે અને જો એ આવું ન કરે તો તેને(બેંકને) દંડ ભોગવવો પડશે. તો ચાલો તેના વિશે થોડું જાણીએ.
આજે આપણે જાણીએ છીએ કે જ્યારે લોકોને રોકડની જરૂર પડતી હોય છે કે તેઓ તરત જ એ.ટી.એમ. માં પહોંચી જાય છે અને જેટલા પૈસા જોઈએ છે તેટલા પૈસાનો તે ઉપાડ કરે છે. પણ ક્યારેક-ક્યારેક એવું થાય છે કે, ATM માંથી નીકળેલા પૈસામાં નોટ ફાટેલી કે ખામી વાળો નીકળે છે. ફાટેલી નોટ નીકળવાથી લોકો સમસ્યામાં મુકાય જાય છે.ખરેખર, લોકો ATM માંથી ફાટેલી નોટ બહાર આવવાથી ચિંતામાં મુકાય જાય છે અને વિચારે છે કે, હવે આ નોટનું શું કરવું. કારણ કે બજારમાં કોઈ પણને આ નોટ આપશુ તો તે નોટ નહીં લે. આવી પરિસ્થિતિમાં ચિંતા થવી એ સ્વાભાવિક છે. પરંતુ આ વાતને લઈને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે ફાટેલી નોટને આસાનીથી બદલાવી શકો છો.
RBI ના નિયમ મુજબ જો ATM માંથી ફાટેલી નોટ નીકળે તો તે નોટ બેંક બદલવાનો ઇન્કાર કરી શકશે નહીં. ચાલો તમને જણાવી દઈએ કે નોટ બદલવા માટે કોઈ લાંબી કાર્યવાહી કરવી પડતી નથી. મિનિટોમાં નોટને બદલી શકાય છે.ATM માંથી જે ફાટેલી પણ નોટ નીકળે તેને એ બેંકમાં લઈ જાવ કે જે બેંક સાથે એ ATM લિંકડ હોય. ત્યાં જઈને તમારે એક એપ્લીકેશન લખવાની હોય છે. તમારે પૈસા ઉપાડવાની તારીખ, સમય અને જે જગ્યા પરથી ઉપાડ્યા છે તેના નામનો પણ ઉલ્લેખ કરવાનો હોય છે. એપ્લીકેશનની સાથે ATM માંથી નીકળેલી સ્લીપની કોપી લગાવવાની રહેશે. જો એટીએમ માંથી કોપી ન નીકળી હોય તો પછી મોબાઈલમાં આવેલ ટ્રાન્ઝેક્શનની વિગતો આપવી પડશે.
જેવી તમે વિગતો આપશો તેવી તરત જ તમને અન્ય નોટ બદલી આપવામાં આવશે. એપ્રિલ 2017 માં RBI એ પોતાની એક માર્ગદર્શિકામાં કહ્યું હતું કે, બેંકો વિકૃત નોટોનું વિનિમય કરવાનો ઇનકાર નહિ કરી શકે. બધી જ બેંકે પોતાની શાખામાં આવતી ફાટેલી નોટ બદલી આપવી પડશે અને આવું દરેક લોકો માટે છે. જુલાઈ 2016 માં RBI એ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, જો બેંકો ખરાબ નોટો લેવાનો ઇનકાર કરે છે તો, તેના પર 10,000 રૂપિયાનો દંડ થશે અને આ બધી જ બેંકની બધી જ શાખાને લાગુ પડશે.આરબીઆઈ કહે છે કે, ATM માંથી ફાટેલી નોટ નીકળવા પાછળ બેંકની ભૂલ હોય છે અને તેની જવાબદારી પણ બેંકની હોય છે. જે ATM માં નોટા નાખી હોય તેની પણ જવાબદારી નથી હોતી. નોટમાં કોઈ પણ ખરાબી હોય તો તે બેંક કર્મચારી દ્વારા ચેક થવી જોઈએ. જો નોટ ઉપર સિરિયલ નંબર, ગાંધીજીનો વોટરમાર્ક અને ગવર્નરની શપથ દેખાય છે તો બેંકને નોટ બદલી આપવી પડશે.
જો કે અમુક પરિસ્થિમાં નોટને ન બદલી શકાય. ભારતીય રિઝર્વ બેંકના નિયમ મુજબ જો પૂરી રીતે બળી ગયેલી, ટુકડે-ટુકડા થઈ ગયેલી નોટ હોય તો તેને બદલી શકાતી નથી. આ રીતની નોટોને RBI ની ઇશ્યૂ ઓફિસમાં જમા કરાવી શકાય છે.
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી