મિત્રો જેમ કે તમે જાણો છો ઘણા લોકોને નવા નવા પડકાર ખુબ ગમતા હોય છે. જેને માટે તેઓ હંમેશા તૈયાર રહે છે. ઘણી વખત લોકો તેમાં સફળ થઈ જાય છે અને ઘણી વખત ફેલ પણ થાય છે. પણ પડકારનો સામનો કરવો એ જ મોટી બાબત છે. જ્યારે હવે તો આવા પડકાર તમને સોશિયલ મીડિયા પણ જોઈ શકો છો. ચાલો તો આવા જ એક પડકાર અંગે જાણી લઈએ.
સોશિયલ મીડિયા હાલ વારંવાર નવા-નવા ચેલેન્જ વાયરલ થતાં રહે છે. હજુ હમણાં જ આંગળીઓમાં ગાંઠ કરવાની ચેલેન્જ ખુબ જ ફેમસ થઈ છે. આ અલગ પ્રકારનું ચેલેન્જ દેખાવમાં જેટલું સરળ લાગે છે, કરવામાં એટલું જ મુશ્કેલ છે. હજારો લોકો આ પડકારને સ્વીકાર કરીને આને પૂરું કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ 20 થી 30% લોકો જ આને પૂરું કરી શક્યા છે. આ ચેલેન્જમાં પોતાના હાથની આંગળીઓની સુગમતાને જોતાં એમાં ગાંઠ કરવાની હોય છે. આ ચેલેન્જ ચીનથી શરૂ થયું હતું. આ ખુબ વાયરલ થયા પછી આ હવે અન્ય દેશોમાં પણ ચર્ચાનો વિષય બની ગયું છે. લોકો પોતાની આંગળીઓને એકબીજાથી ભેગી કરીને એમાં ગાંઠ બબનાવવાની કોશિશ કરે છે. આમાં કેટલાક સફળ થાય છે અને કેટલાક હારી જાય છે.
આ ચેલેન્જના ફોટો ટ્વિટર જેમ કે ચીનના પોતાના સોશિયલ વેબસાઈટ વેબ પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. આ ફોટો જોઈને લોકો પહેલા આકર્ષિત થાય છે અને પછી પોતે આ ચેલેન્જને પૂરું કરવાની કોશિશ કરે છે. આંગળીઓમાં ગાંઠ કરવાની રીત દરેકના હાથની વાત નથી.આ ટ્રિકને નાઈજીરિયાની ક્રોક્સ ટીવીએ થોડા સમય પહેલા શેર કરવામાં આવી છે. ત્યાર પછી આ ચીનથી બહાર નીકળીને આખી દુનિયામાં વાયરલ થઈ ગઈ છે. હવે વિશ્વના બધા લોકો આ ટ્રિકના દિવાના થઈ ગયા છે. તે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આ ટ્રિકને અજમાવીને એકબીજાને પણ ચેલેન્જ આપે છે.
આવા અજીબ પ્રકારના ચેલેન્જની શરૂઆત ત્યારે થઈ જ્યારે ચીની એક્ટર ઝાંગ યી શાને એક ફેમસ ટીવી શો પર આ ટ્રિક ખુબ સરળ રીતે કરી દીધી. ત્યાર પછી આ ટ્રિકને ઇન્ટરનેટ પર એવી રીતે વાયરલ થઈ કે તેને લગભગ 860 મિલિયન રીએક્શન મળ્યા. ઝાંગ એ આ ટ્રિકને અંજામ આપવા માટે પોતાના જમણા હાથનો ઉપયોગ કર્યો હતો. એમને સૌથી પહેલા નાની આંગળીને પોતાના અંગૂઠા પર રાખી અને પછી બાકી ત્રણ આંગળિયોને સીધી કરીને આ ટ્રિક કરી દીધી.આ સિવાય ચીની ટેલિવિઝનની જાણીતી સેલીબ્રીટી લી સિસિએ પણ આ ટ્રિકની થોડી ફોટો સોશિયલ મીડિયા પર દેખાડી હતી. બસ તેનાથી આંગળીઓમાં ગાંઠ કરવાની આ ચેલેન્જ પહેલા ચીન અને હવે આખા વિશ્વમાં વાયરલ થઈ ગયું છે.
આ ટ્રિકને કરવા માટે આંગળીઓમાં સુગમતા હોવી જરૂરી છે. તેને સ્ત્રીઓ અને બાળકો વધારે સરળ રીતે કરી શકે છે. ત્યાં એશિયન અને એફ્રોં-કેરેબિયન રિજનના લોકો આ ચેલેન્જને સરળ રીતે પૂરું કરી શકે છે. નાના બાળકો આ ચેલેન્જને વધુ સારી રીતે પૂરું કરી શકે છે. કારણ કે આ ચેલેન્જને પૂરું કરવા માટે આંગળીઓ સારી રીતે વળવી જોઈએ. તેથી આ ચેલેન્જને નાના બાળકો વધુ સારી રીતે પૂરું કરી શકે છે અને બાળકો પોતાની આંગળીને વધુ સારી રીતે અને સરળતાથી વાળી શકે છે.પરંતુ શું તમે પણ આ ચેલેન્જને પૂરું કરી શકો છો ? જો તમારી હા હોય તો તમે પણ પોતાની આંગળીઓમાં ગાંઠ વાળી કોઈ ફોટો કોમેન્ટ બોક્સમાં જરૂર પોસ્ટ કરો અને અમને તમારા પ્રતિભાવ જરૂર જણાવો.
આવીજ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી