25 લાખ ચોકીદારોની સામે PM એ કહ્યું કૈક આવું, અને પછી માફી માંગતા બોલ્યા આટલું… જાણો આ બાબત

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, અને પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

25 લાખ ચોકીદારોની સામે PM એ કહ્યું કૈક આવું, અને પછી માફી માંગતા બોલ્યા આટલું… જાણો આ બાબત

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે હાલ આપણા દેશમાં ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે ઘણી બધી વાતોને લઈને મતભેદ ચાલી રહ્યા છે. હજુ હમણાં જ હોળીનો તહેવાર ગયો છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મોબાઈલ એપ દ્વારા આખા દેશના 25 લાખ ચૌકીદાર સાથે વાત કરી હતી.

મિત્રો આજકાલ ચૌકીદાર શબ્દ પર આખો દેશ ચર્ચા કરી રહ્યો છે. આ શબ્દને આજે લોકો આઈડલ માનવા લાગ્યા છે. સોશિયલ મીડિયામાં પણ આજના લોકો ચૌકીદાર શબ્દને લઈને ખુબ જ ઉત્સાહિત છે. આ શબ્દ લોકોમાં જેણે જાગૃત કર્યો એ વ્યક્તિ પણ ખુદને આ દેશનો ચૌકીદાર જ માને છે.

આજકાલ દરેક જગ્યાએ માત્ર ચૌકીદરની જ ચર્ચા છે. ટીવી, ટ્વીટર, ફેસબુક, વોટ્સએપ, દેશ, વિદેશ, ગામડું, શહેર એવી દરેક જગ્યાએ માત્ર ચૌકીદારની ચર્ચા થાય છે. આજે આખો દેશ ચૌકીદાર થવાની શપથ લઇ રહ્યો છે. આ શબ્દને લઈને નરેન્દ્ર મોદી દ્વારા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધવામાં આવ્યું છે.

હોળીના અવસર પર 25 લાખ ચૌકીદાર સાથે વાત કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ દેશના દરેક નાગરિકમાં ચૌકીદારના સંસ્કાર છે. અને કહ્યું કે, આ દેશ દરેક ચૌકીદારને આજે બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે. ને એવું પણ જણાવ્યું હતું કે આ દેશની સેના પર જેમણે જેમણે સવાલો ઉઠાવ્યા છે તેને ક્યારેય પણ આ દેશના ચૌકીદારો માફ નહિ કરે.

તે વાતમાં વધાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું પણ જણાવ્યું હતું કે વિપક્ષ હોય કે પક્ષ હોય દરેક વ્યક્તિને આ દેશની સેના પર ગર્વ હોવો જોઈએ. તેના પર સંદેહ નહિ. આ દેશના આજના ચૌકીદાર જીજાન લગાવીને કામ કરશે અને દેશના ગરીબ કિસાનો માટે આર્થિક મદદ પણ કરી છે. આજે દેશના કિસાનો માટે તેની નાની નાની જરૂરત માટે ક્યાંય પણ ભટકવું નથી પડતું.

ત્યારે પ્રધાનમંત્રી એ દુઃખ વ્યક્તિ કરતા એવું પણ કહ્યું હતું કે, હું આપ સૌવ ચૌકીદારોથી માફી માંગું છે કેમ કે અમુક લોકોએ પોતાના સ્વાર્થ માટે કંઈ પણ વિચાર્યા વગર ગાળીગલોચ આપવાનું શરૂ કરી દીધું અને ચોર, ચૌકીદાર જેવા શબ્દો કહીને દેશન નાગરિકને અપમાનિત કર્યા છે. અને આજે મેં આટલા બધા ચૌકીદારો સાથે હોળી માનવીને હું ખુબ જ ખુશ થયો છું અને ખુદને ભાગ્યશાળી માનું છું.

પીએમ એ કહ્યું કે સરકાર દ્વારા ગરીબોની પરેશાનીને દુર કરવા માટે એક કદમ આગળ ચાલ્યા છીએ. તો હજુ પણ આગળ વધશું. આ દેશની રક્ષા માત્ર ચૌકીદારોના હાથમાં જ છે. એટલા માટે આજે દેશનો દરેક નાગરિક ચૌકીદાર છે.

આપણા દેશને હજુ ખુબ જ આગળ વધારવાનો છે. પરંતુ તેના માટે પોતાના બાળકોને ખુબ જ મોટા વ્યક્તિ બનાવવા પડશે. તેને ડોક્ટર, એન્જીનીયર, સેનાનો જવાન અને દેશનો પ્રધાનમંત્ર પણ બનવાનું છે. પરંતુ આ બધું બનતા પહેલા આપને દેશ માટે એક ચૌકીદાર બનવું અને તેના સંસ્કાર લાવવા ખુબ જ જરૂરી છે. જે આજે દેશના દરેક નાગરિકમાં જોવા મળે છે.

આ વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા વિપક્ષ પર થોડા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. જેના પગલે ચૌકીદાર શબ્દ વધુ ચર્ચામાં આવ્યો છે.. આ કાર્યક્રમ પર તમારું શું કહેવું છે?

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી?  આવી જ  બીજી જાણકારી મેળવવા લાઈક કરી  લો  SOCIAL  GUJARATI  પેજ…  અને  નીચે મુજબનું સેટિંગ કરી નાખો..  એટલે  તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા

Leave a Comment