હવે વજન ઘટાડવા માટે કસરત કે ડાયટની પણ જરૂર નહિ પડે…. કરો આ ટીપ્સ માત્ર સાત જ દિવસમાં થઇ જશો પાતળા….

મિત્રો ઘણા લોકોએ પોતાના કબાટમાં એવા કપડા સંભાળીને રાખ્યા હશે જે તેમને ફીટ થઇ રહ્યા હોય અથવા તે કપડામાં તમારું પેટ વધારે મોટું દેખાતું હોય. બધા લોકો તે કપડાઓ એટલે સંભાળીને રાખે છે કે તેઓ થોડા દિવસ બાદ તેઓનું પેટ અને વજન ઘટી જશે ત્યારે તે કપડાનો ઉપયોગ ફરી કરશે. એ લોકો વજન ઘટાડવા માટે કસરત અને ડાયટીંગ કરવાનું શરૂ કરી દેતા હોય છે. પરંતુ ઘણી વાર પ્રયત્નો કરવા છતાં પણ કોઈ પરિણામ મળતું હોતું નથી.

જો તમારૂ પણ પેટ અને વજન વધી ગયું હોય તો આજનો આ લેખ તમારા માટે વરદાન રૂપ સાબિત થઇ શકે છે. કારણ કે, આજે અમે જણાવશું કે કંઈ રીતે કે તમે કસરત અને ડાયટીંગ વગર સરળતાથી તમારું પેટ ઘટાડી શકો છો અને એ પણ માત્ર સાત જ દિવસમાં. પરંતુ તે જાણવા માટે આ લેખને અવશ્ય અંત સુધી વાંચો. જેથી આવશ્યક માહિતી છૂટી ન જાય.

પેટ ઘટાડવાના ઉપાયને સમજતા પહેલા એ જાણી લઈએ કે આપણું પેટ વધે છે શા માટે. મિત્રો આપણું પેટ વધવાનું મુખ્ય કારણ છે ચરબી. પરંતુ બ્લોટિંગ અને વોટર રિટેન્શન વેઈટ પણ પેટ વધવાનું એક મોટું કારણ હોય શકે છે. હવે વાત કરીએ પેટને ઘટાડવાના ઉપાયની તો સૌથી પહેલા પેટમાંથી બ્લોટિંગને દુર કરવું પડશે.

પહેલા તો આપણને એ પ્રશ્ન થાય કે બ્લોટિંગ એટલે શું. ઘણી વખત શરીરમાં ગેસ જમા થઇ જતો હોય છે અને તે આપણા શરીરને ફુલાવી દે છે. સરળ શબ્દોમાં કહીએ તો ઘણી વાર આપણું પેટ ચરબીના કારણે નહિ પરંતુ પાણી અને ગેસના કારણે પણ ફુલાઈ જતું હોય છે. જો તમે આ સમસ્યાને ઠીક કરી લીધી તો તમારું પેટ પણ ઘટી જશે.

તો ચાલો આપણે બ્લોટિંગ દુર કરવાની ખુબ જ સરળ રીતો પણ જાણી લઈએ. મિત્રો તમે એક્યુપ્રેસરની મદદથી આ બ્લોટિંગ દુર કરી શકો છો અને આ કામ તમે જાતે જ ખુબ જ સરળતાથી કરી શકો છો. આપણા પેટમાં બે એક્યુપ્રેસર પોઈન્ટ હોય છે. એક નાભિથી ચાર આંગળ ઉપર અને બીજો નાભિથી ચાર આંગળી નીચે. હવે આ બંને જગ્યાએ મસાજ કરવાની છે. ત્વચાને ઘસવાની નથી માત્ર હળવા હાથે ગોળ ગોળ મસાજ કરવાની છે. પહેલા સીધી અને પછી વિરુદ્ધ દિશામાં મસાજ કરવાની છે. આ મસાજથી પેટમાં રહેલી ગેસ રીલીઝ થઇ જશે અને પેટમાં હળવાશ અનુભવાશે અને સાથે સાથે ધીમે ધીમે પેટ પણ ઘટવા લાગશે.

પેટને ઘટાડવાનો બીજો ઉપાય છે એ ખુબ જ સરસ છે. તે ઉપાય છે આદુની ચા. આદુની ચા બનાવવા માટે થોડું આદુ લઇ તેને કાપીને પાણીમાં ઉકાળી લેવું. ત્યાર બાદ તેમાં થોડો લીંબુનો રસ અને અડધી ચમચી મધ ઉમેરો અને બધું મિક્સ કરી લો એટલે આદુની ચા તૈયાર થઇ જશે. આ ચાનું નિયમિત સેવન કરીને તમે તમારા પેટની બ્લોટિંગ દુર કરી શકો છો અને આ ચા તમારા પેટને કાયમ માટે સ્વસ્થ રાખશે.

પેટને ઘટાડવા માટે બ્લોટિંગની સાથે સાથે પાણીના વજનને પણ ઘટાડવું પડશે, જેથી તમારું પેટ ઘટી જાય. પેટમાં રહેલા એક્સ્ટ્રા પાણીને બહાર કાઢવા માટે સૌથી પહેલા તો તમારે ભોજનમાં મીઠાનો ઉપયોગ ઘટાડવો ખુબ જ જરૂરી છે. શરીરમાંથી વધારાનું પાણી બહાર કાઢવા માટે પહેલા શરીરમાંથી સોડીયમની માત્રા ઓછી કરવી ખુબ જ આવશ્યક છે. કેમ કે સોડીયમ જ આપણા શરીરમાં પાણી જમા કરે છે.

સોડીયમને ઘટાડવા માટે પહેલા તો ભોજનમાં મીઠાનો ઉપયોગ ઘટાડી દેવો જોઈએ. તેમજ પોટેશિયમથી ભરપુર હોય એવો આહાર લેવો જોઈએ. પોટેશિયમથી ભરપુર હોય એવા ખોરાકનું સેવન કરવાથી શરીરમાંથી એક્સ્ટ્રા સોડીયમ ઘટી જાય છે અને તમારા શરીરમાંથી એક્સ્ટ્રા પાણી પણ બહાર નીકળી જશે. પોટેશિયમ વાળા આહારની વાત કરીએ તો ટમેટા, કેળા, પાલક, બીટ અને નારિયેળ પાણી વગેરેનું સેવન કરવું જોઈએ.

આ ઉપરાંત તમારે ભોજનમાં ખાંડનો ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે, ખાંડ ઇન્સ્યુલીયેન લેવલને વધારે છે અને તેના કારણે શરીરમાં વધારે પાણી રહે છે. માટે જો તમે ખાંડ નહિ ખાવ તો પાણી જમા નહી થાય અને પેટ તેમજ વજન ઘટવા લાગશે. મિત્રો ભોજનમાં ખાંડનો ઉપયોગ બંધ કરવો મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી. માટે જો તમે પેટ અને શરીરને ઘટાડવા માંગો છો તો તમારે ખાંડનો  ઉપયોગ બિલકુલ પણ ન કરવો જોઈએ.

પેટને ઘટાડવા માટે તમારે કાર્બોહાઈડ્રેડની જગ્યાએ પ્રોટીનયુક્ત આહાર લેવો જોઈએ અને દિવસ દરમિયાન ત્રણ વારની જગ્યાએ પાંચ વખત ભોજન કરવું જોઇએ. પાંચ વખત ખોરાક ખાવો પરંતુ થોડો થોડો કરીને ખોરાક ખાવો જોઈએ. આવી રીતે કરવાથી તમારી ભૂખ પણ સંતોષાઈ જશે અને તમારું પેટ પણ નહિ વધે.

આ ઉપાય ઉપરાંત નિયમિત તમારે પાણી વધારે પિતા રહેવું જોઈએ. શરીરમાં જમા થયેલ પાણીને બહાર કાઢવા માટે પાણીનું સેવન  કરવું ખુબ જ આવશ્યક છે. હકીકતમાં દિવસ દરમિયાન વધારે પાણી પીવાથી આપણા શરીરમાં વધારે પાણી જમા થતું નથી. આ ઉપાયની સાથે તમે દિવસ દરમિયાન 10 થી 15 મિનીટ થોડા દોરડા પણ કૂદો તો પરિણામ ખુબ જ ઝડપથી મળે છે.

તો મિત્રો આ ઉપાય અનુસરીને તમે તમારું પેટ માત્ર સાત જ દિવસમાં ઘટાડી શકો છો. આ ઉપાય થોડા કઠીન છે પરંતુ તેનું રીઝલ્ટ તમને તરત જ જોવા મળશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ   

Leave a Comment