આ પ્રખ્યાત અભિનેત્રીઓ સાથે બાળપણ જ થઇ ગયો હતો રેપ… નામ જાણીને હોશ ઉડી જશે… જાણો કોનું કોનું નામ છે.

આ પ્રખ્યાત અભિનેત્રીઓ સાથે બાળપણ જ થઇ ગયો હતો રેપ… નામ જાણીને હોશ ઉડી જશે… જાણો કોનું કોનું નામ છે.

આજકાલ આપણા દેશમાં આજકાલ હેવાનિયત એટલી ફેલાવા લાગી છે કે મનુષ્યો જાનવરો કરતા પણ વધારે ખતરનાક સાબિત થતા હોય છે. મિત્રો આજના સમયમાં એવા એવા લોકો છે જેની દુષ્ટ બુદ્ધિની કોઈ સીમા નથી. ઘણા બધા ભારતમાં એવા કિસ્સાઓ પણ સામે આવી ગયા છે કે માત્ર પાંચથી છ વર્ષની બાળકીઓ પર પણ દુષ્કૃત્ય કરતા અચકાતા નથી હોતા. પરંતુ મિત્રો તેનાથી પણ હેરાની થાય તેવી વાત છે કે આપરાધિ ખુલ્લે આમ ફરતા હોય છે. પરંતુ મિત્રો સમાજમાં આજે પોતાની બદનામી ન થાય તેના માટે રેપ જેવી ગંભીર બાબત બની હોવા છતાં પણ લોકો કોઈ ફરિયાદ કે કોઈને જણાવતા નથી હોતા. તેની પીડાને આખી જિંદગી સહન કરતા હોય છે. અને ગુનો કરનાર ગુનેગાર ખુલ્લે આમ ફરતા હોય છે અને બીજા લોકોને શિકાર બનાવવાનું વિચારતા હોય છે.

મિત્રો રેપનો શિકાર એવું નથી માત્ર સામાન્ય પરિવારના બાળકો જ બનતા હોય. પરંતુ બોલીવુડ અને હોલીવુડમાં પણ ઘણી એવી અભીનેત્રીઓ છે જે પોતાના બાળપણમાં રેપની શિકાર બની ચૂકેલ છે. આજે અમે તમને પાંચ એવી અભિનેત્રીઓ વિશે જણાવશું જે પોતના બાળપણમાં જ રેપનો શિકાર બની ગઈ છે. તો ચાલો જાણીએ કોણ કોણ છે એ અભિનેત્રી. જે આજે ફિલ્મોમાં કામ કરી રહી છે.

અભિનેત્રી સોમી અલી જે એક સમયે સલમાન ખાનની ગર્લ ફ્રેન્ડ પણ રહી ચુકી છે. (ઉપરનો ફોટો)સોમી અલીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેની સાથે બાળપણમાં એક વાર રેપ થઇ ગયો હતો. આગળ તેમણે જણાવ્યું હતું કે ત્યારે તેની ઉંમર માત્ર 5 જ વર્ષની હતી. સોમી અલીએ એ પણ ખુલાસો કર્યો હતો કે તેની સાથે રેપ કરનારો વ્યક્તિ પણ કોણ હતો. તેમણે જણાવ્યું કે તેની સાથે રેપ કરનાર વ્યક્તિ તેના જ ઘરમાં કામ કરતો એક વ્યક્તિ હતો.

ત્યાર બાદ છે બોલીવુડ અભિનેત્રી કલ્કી કોચલીન. (ઉપરનો ફોટો) કલ્કીએ પણ પોતાના એક ઈન્ટરવ્યુમાં જ જણાવ્યું હતું કે તેમનું બાળપણ ખુબ જ મુશ્કેલી ભર્યું રહ્યું હતું. તેણે પણ એવું જણાવ્યું હતું કે હું પણ એક વાર બાળપણમાં રેપનો શિકાર બની ગઈ છું. આ બયાન સાંભળ્યા બાદ આખું બોલીવુડ જગત દંગ રહી ગયું હતું. પરંતુ કલ્કી કોચલીને માત્ર આટલું જ બયાન આપ્યું હતું અને આગળ કોઈ બાબત જણાવવી તેને યોગ્ય લાગી ન હતી.

આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કરનાર સિતાર વાદક સ્વર્ગીય પંડિત રવિ શંકર વિશે તો લગભગ લોકોને ખબર હશે. તેમની દીકરી અનુષ્કા શંકર (ઉપરનો ફોટો) પણ નાનપણમાં રેપનો શિકાર બની ચૂકેલ છે. તેમણે જણાવ્યું હતું કે તેમની સાથે એક વ્યક્તિએ વર્ષો સુધી મારું શોષણ કર્યું હતું અને તે વ્યક્તિ પર તેના માતા-પિતા ખુબ જ ભરોસો કરતા હતા. પરંતુ તે વ્યક્તિએ તેના માતા-પિતાનો ભરોસો તોડી નાખ્યો. આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે તે જ્યારે મોટી થઇ રહી હતી ત્યારે તેમની સાથે છેડછાડ પણ થયેલી છે અને ભીડભાડ વાળા વિસ્તારમાં ઘણા પુરુષોએ તેને પકડવાની ચેષ્ટ પણ કરી હતી અને તેની સાથે ગાળી ગલોચ પણ કરવામાં આવી હતી. પરંતુ તે ઉંમરે તેને સમજાતું ન હતું કે તેણે શું કરવું. આવું બનતું ત્યારે હેબતાઈ જતી હતી.

ચોથા નંબર પર છે સોફિયા હયાત. ભારતની મોડલ સોફિયા હયાતે (ઉપરનો ફોટો) પોતાના આ ખુલાસાથી લોકો દંગ રહી ગયા હતા. કેમ કે સોફિયાએ જે ખુલાસો કર્યો તે ખુબ જ આઘાત જનક હતો. સોફિયાએ જણાવ્યું હતું કે તેની સાથે જ્યારે રેપ થયો ત્યારે તેની ઉમર માત્ર 10 વર્ષની હતી. અને આવું ભયંકર અપરાધ કરનાર વ્યક્તિ પણ તેના જ સંબંધીનો એક વ્યક્તિ હતો. જેણે આવા કૃત્યને અંજામ આપ્યો.

પાંચમી અભિનેત્રી છે ડેઝી ઈરાની. ડેઝી ઈરાની (ઉપરનો ફોટો) જુના બોલીવુડ ફિલ્મોની ચાઈલ્ડ એક્ટર હતી. ડેઝી ઈરાની માત્ર 6 વર્ષની ઉંમરે રેપનો શિકાર બની હતી. તમને જણાવી દઈએ કે આ રેપ કરનાર વ્યક્તિ તેનો જ ગાર્ડિયન હતો. તે ફિલ્મ સેટ પર જતી ત્યારે તે ગાર્ડિયન તેની સાથે જતો તેનું ધ્યાન રાખવા અને તે જ ગાર્ડિયને જ તેની સાથે રેપ જેવો અપરાધ કર્યો હતો.

મિત્રો આ બાબત પરથી દરેક માતા-પિતાએ સીખ લેવી જોઈએ કે બાળકો ખુબ જ માસુમ અને હજુ અણસમજુ હોય છે. તેથી તેઓએ આવી પરિસ્થિતિમાં શું કરવું તે વિચારી નથી શકતા અને આ દર્દને સહી લેતા હોય છે. પરંતુ દરેક માતા-પિતાએ પોતાના બાળકોમાં સમય પ્રમાણે થોડી જાગૃતતા લાવવી જોઈએ. જેમ કે બાળકોને કોઈના સારા અને ખરાબ સ્પર્શ વિશે સમજાવું, તેમજ તેમને તસલ્લી આપવી કે કોઈ પણ વ્યક્તિ આ રીતે ખરાબ સ્પર્શ કરે અથવા તો ખોટી જગ્યાએ સ્પર્શે તો માતા-પિતાને આવીને જણાવવું વગેરે. જેથી કોઈ બાળક પોતાના પર થતા શોષણને સમજી તેના માતા-પિતાને જણાવી શકે. સૌથી પહેલા તો બાળકોને થોડી સમજ તેના શારીરિક રચના વિશે આપવી જોઈએ. તેનાથી તેને એટલી સમય આવી જતી હોય છે કે કોઈ તેને ખરાબ રીતે સ્પર્શે તો તરત જ ખબર પડી જાય. એટલા માટે બાળકોને થોડા મિત્ર બનીને અમુક શારીરિક સમજણ પણ વાલીઓએ આપવી આ સમયમાં ખુબ જ આવશ્યક છે.

તો મિત્રો કોમેન્ટ કરો અને જણાવો શું આ જાગૃત્તિ સમાજમાં આવવી જોઈએ કે નહિ. રેપ વિરોધી જાગૃત્તિ ફેલવવા માટે આ આર્ટીકલને લોકો સાથે શેર કરો અને કોમેન્ટ કરો… Child is god….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment