શું તમે દુધને ઉકાળો ત્યારે ઉભરાઈને બહાર આવી જાય છે…. તો એક વાર જરૂર આ ટીપ્સને ટ્રાય કરો દૂધ બહાર નહિ આવે.

દૂધ ઉકાળવાનું કામ સાંભળવામાં ખુબ જ સામાન્ય કાર્ય લાગે છે. પરંતુ દૂધ ગરમ કરવા મુક્યું હોય ત્યારે દૂધ ઉકળીને બહાર ન આવી જાય તેના માટે દૂધ ઉકળે ત્યાં સુધી ઉભા રહીને તેને નિહાળતા રહેવાનું કાર્ય ખુબ બોરિંગ હોય છે, અને જો કોઈ દૂધ મુકીને અન્ય કાર્ય કરવા લાગે અને દૂધનું ધ્યાન ન રાખે તો દૂધ ઉભરાઈને બહાર આવી જતું હોય છે. અને મોટાભાગની મહિલાઓ આ ભૂલ કરતી હોય છે.

મોટાભાગની મહિલાઓ સાથે આવું બન્યું હશે કે દૂધ ઉકાળવા મુક્યું હોય અને પછી ગેસ બંધ કરવાનું ભુલાઈ જાય છે અને ત્યાર બાદ ગેસ પર રાખેલું દૂધ ઉભરાઈને આખા ગેસમાં ફેલાઈ જાય છે. જેનાથી મહિલાનું કામ વધી જાય છે. એક તો દૂધ ઓછું થઇ જાય એ નુકસાન થાય છે, તો બીજી બાજુ ગેસ પણ ગંદો થઇ જાય છે. માટે તેને સાફ કરવાનું કાર્ય પણ વધી જાય છે. પરંતુ આજે અમે આ સમસ્યા માટે અમુક એવી ટીપ્સ લઈને આવ્યા છીએ જેમાં દૂધ ઉભરાઈને બહાર નહિ આવે. તો ચાલો જાણીએ કે આ સરળ ટીપ્સ કંઈ કંઈ છે.

તમારે સૌથી પહેલા બે અલગ અલગ કદના બે વાસણ લેવાના છે. તેમાં એક તપેલી મોટી અને બીજી તપેલી નાની લેવાની છે. હવે તેમાં મોટી તપેલીમાં ¼ પાણી રાખી દો અને તેની અંદર નાની તપેલીમાં દૂધ રાખીને મૂકી દો. આ રીતે મોટી તપેલીમાં પાણી અને નાની તપેલીમાં દૂધ રાખી ત્યાર બાદ મોટી તપેલીની અંદર નાની તપેલી રાખીને દૂધ ગરમ કરવું જોઈએ. આવું કરવાથી દૂધ ક્યારેય પણ ઉભરાશે નહિ.

દૂધ ઉભરાવવાની સમસ્યાથી બચવા માટેનો સૌથી સરળ રસ્તો છે કે, જે વાસણમાં તમે દૂધ ઉકાળવા જઈ રહ્યા છો તે વાસણની કિનારીઓ પર સારી રીતે માખણ લગાવી દો. આ ટીપ્સ ખુબ જ જબરદસ્ત છે તમે ભૂલી પણ ગયા હશો તો પણ દૂધ તપેલીમાંથી બહાર નહિ નીકળે. કારણ કે માખણ દુધને બહાર નીકળવા જ નહિ દે.

જો તમારી પાસે એટલું માખણ લગાવવા માટે ન હોય અથવા તો તમે માખણ ન લગાવવા માંગતા હોવ તો આ ટીપ્સને અપનાવવી જોઈએ. દૂધ ઉકળીને બહાર ન આવી જાય તેના માટે તમે જે વાસણમાં દૂધ ઉકાળવા જઈ રહ્યા છો તેમાં પહેલા થોડું પાણી નાખી દો પછી તેમાં દૂધ નાખો અને ત્યાર બાદ ધીમા તાપે દુધને ગરમ કરો. આ રીતે પણ દૂધ ઉભરાશે નહિ.

જો તમારી પાસે થોડો સમય હોય તો દૂધ થોડું ઉકળવા લાગે ત્યાં સુધી ઉભા રહો અને પછી તપેલીને ઉપાડીને બરાબર હલાવી દેવી જોઈએ. ત્યાર બાદ ધીમા તાપે દુધને ગરમ કરવું જોઈએ. આવું કરવાથી પણ દૂધ ઉભરાશે નહિ.

આ ઉપરાંત દુધને ઉભરાવવા ન દેવું હોય તો તેના માટે સૌથી સરળ રસ્તો એ છે કે તમે દૂધ ગરમ કરવા મુકો  ત્યારે તપેલી પર વેલણ અથવા તો વેલણ જેવી કોઈ મોટી વસ્તુ રાખી દો. દુધની તપેલી પર વેલણને આડું રાખીને અડકાવી દેવાનું છે. આવું કરવાથી જો દૂધ ઉભરાશે તો પણ બહાર નહિ આવી શકે. કારણ કે તે ઉભરાશે ત્યારે વેલણ સુધી આવીને અટકી જશે પરંતુ દૂધ બહાર નહિ આવી શકે.

જો તમે દુધને ઉભરાવવાથી બચાવવા માંગતા હોવ તો દુધને ધીમા તાપે ઉકળવા મુકવું અને તેમાં એક ચમચી અથવા ચમચો ઉભો રાખી દેવો જોઈએ. આવું કરવાથી ચમચી દુધને ઉભરાતા બચાવશે. આ ઉપરાંત દૂધ ઉકળી જાય ત્યારે તેમાં પાણીના બે ટીપા છાંટવાથી પણ દૂધ ઉભરાઈને બહાર નહિ આવે.

તો આ રીતોમાંથી કોઈ એક રીત અનુસરીને દુધને ઉભરાઈને બહાર આવતું બચાવી શકો છો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment