રસોડામાં રહેલી આ 10 વસ્તુઓ નાની મોટી સમસ્યાઓને દુર કરી આપશે અનેક સ્વાસ્થ્ય લાભ. એક વાર જાણી લો ઉપયોગ કરવાની રીત, બચી જશે નાના મોટા ખર્ચા…

મિત્રો આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ રહેલી છે જેનો ઉપયોગ આપણે સ્વાસ્થ્ય જાળવવા માટે કરી શકીએ છીએ અને જો તમારે તંદુરસ્ત જીવન જીવવું છે તો તમારે અમુક વસ્તુઓનું સેવન કરવું જરૂરી બની જાય છે. ચાલો તો રસોડાની આવી કેટલીક સામગ્રી વિશે જાણી લઈએ.

આજની દુનિયામાં દરેક વ્યક્તિઓ ફિટ રહેવા માંગતા હોય છે. આ માટે તેઓ ન જાણે શું શું કરતાં હોય છે. કલાકો સુધી જિમમાં એકસરસાઈસ કરે છે અથવા મોંઘા મોંઘા બ્યુટી પ્રોડક્ટસ અને પ્રોટીન પાવડર લેવાથી પણ પાછા હટતા નથી. પરંતુ તમને જણાવી દઈએ ભારતીય રસોડામાં એવા ખજાના છુપાયેલા છે, જેનો ઉપયોગ તમે કરો તો તમારે આ બધી વસ્તુઓની જરૂર રહેશે નહીં. તો ચાલો આજે અમે તમને જણાવીશું એવા નુસ્ખા જે તમારે રોજબરોજના જીવનમાં અપનાવવા જોઈએ. તેનાથી તમને ખૂબ જ જલ્દી તફાવત જોવા મળશે.

1) પાણી પીવું એ આપણા શરીરની સામાન્ય જરૂરિયાત છે. પણ જો આ પાણીને પણ યોગ્ય સમયે પીવામાં આવે તો તમે તમારા સ્વાસ્થ્યમાં સારો એવો ફેરફાર કરી શકો છો. સૂતા પહેલા અને ઉઠ્યા પછી તરત જ પાણી પીવાથી તમારી યાદશક્તિ વધે છે. આ સાથે જ ગરમ પાણી પીવાથી તમારું શરીર સરખી રીતે ડિટોક્સ પણ થાય છે.

2) ગેસ માટે ગરમ પાણી ખુબ જ અસરકારક માનવામાં આવે છે. જો તમને ગેસની સમસ્યા રહેતી હોય અને શરીરના કોઈ પણ અંગમાં ગેસના કારણે દુખાવો થતો હોય, તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી બધો જ ગેસ બહાર નીકળી જાય છે.

3) જો તમારી ગરદન કાળાશ પડતી છે તો તમારે તેના માટે લીંબુનો ઉપયોગ કરવો જોઈએ. ગરદન પર લીંબુ ઘસીને 15 મિનિટ સુધી છોડી દો. આવું અઠવાડિયામાં એક વખત કરવાથી ગરદનની કાળાશ દૂર થાય છે. બસ યાદ રાખવું કે તમારી ગરદન પર કોઈ ઘા કે લીંબુ લગાડવાથી ખંજવાળ થતી હોય તો તમારે તેને અવોઈડ કરવું જોઈએ.

4) વરીયાળી વાળ માટે ખુબ જ અસરકારક છે. જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હોય અને ઉંમર પહેલા જ તમારા વાળ ઘણા ઓછા થઈ ગયા હોય, તો રોજ વરિયાળી ખાવી જોઈએ. તેનાથી ખૂબ જ જલ્દી વાળ ખરતા બંધ થઈ જશે.

5) એલોવેરા જેલને તમારા ચહેરા પર લગાડો પછી એક બરફના ટુકડાથી મસાજ કરો અને 20 મિનિટ પછી ચહેરો ધોઈ લેવો. આમ કરવાથી ખીલ માટે છે અને તેના નિશાન પણ રહેતા નથી.

6) છાશએ અનેક રોગો માટેની અસરકારક ઈલાજ છે. મસાલેદાર ખાવાનું ખાવાથી પેટમાં સોજો આવી જાય છે. તેનાથી બચવા માટે જમ્યા પછી એક ગ્લાસ છાશ પીવાથી તેની અસર ઘટે છે અને પેટની બળતરા અને તેનો સોજો ઘટે છે.

7) રોજ જમ્યા પહેલા એક આદુનો ટુકડો ખાવાથી એસિડિટી, અપચો, પેટ દર્દ જેવી સમસ્યાથી તમને છૂટકારો મળશે. આદુમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ પણ જોવા મળે છે, જે દુખાવા અને સોજામાં પણ ઉપયોગી બને છે અને ઋતુગત બીમારીઓથી પણ બચાવ કરે છે.

8) શિયાળામાં મરી અને ગોળનું સેવન કરવાથી તાવ, શરદી અને ઉધરસમાં રાહત મળે છે. તેને ખાવા માટે એક વાટકી દહીમાં થોડો ગોળ અને મરી મિક્સ કરી દિવસે તેનું સેવન કરવું જોઈએ.

9) રાતની વધેલી રોટલીથી તમે સરસ સ્ક્રબ બનાવી શકો છો. આ માટે રોટલીના જીણા જીણા ટુકડા કરવા. પછી તેમાં મધ અને દહી મિક્સ કરી ચહેરા અને શરીરના અન્ય ભાગ પર લગાડવું. 10 મિનિટ રાખ્યા પછી હળવા હાથે મસાજ કરવી. આમ કરવાથી ડેડ સ્કીન સેલ્સ નીકળી જાય છે.

10) જો તમે યુરીન ઇન્ફેક્શનથી પરેશાન છો તો તેના માટે ફટકડીના પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તમારા ઇંટિમેટ એરિયાને ફટકડીના પાણીથી સાફ કરવાથી ઇન્ફેક્શનનું જોખમ દૂર થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment