મિત્રો તમે જાણતા જ હશો કે આજકાલ ઘણા લોકો પોતાના વજનને લઈએ ઘણા ચિંતિત હોય છે. પોતાના શરીરનું વજન ન વધે તે માટે તેઓ અનેક અખતરાઓ અપનાવતા હોય છે. તેમ છતાં વજન વધવાની સમસ્યાથી આજના સમયમાં દિવસેને દિવસે વધતી જાય છે. પરંતુ તમે ક્યારેય વજન વધવાનું સાચું કારણ જાણવાની કોશિશ કરી છે ? જો તમે નથી કરી, તો આજે અમે તમને તેના સાચા કારણ વિશે જણાવશું. જો તમે પણ આ કારણો જાણવા માંગતા હોવ તો લેખને અંત સુધી વાંચો. ભવિષ્યમાં ખુબ જ ફાયદો કરાવશે.
જેમ કે તમે જાણો જ છો કે વજન ઓછું કરવા માટે સંતુલિત આહાર મહત્વની ભૂમિકા ભજવે છે. વળી, એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તે ખોરાક ખાવાનો યોગ્ય સમય કયો છે. પરંતુ મિત્રો પાંચ એવી વસ્તુ છે, જે રાત્રે સૂતા પહેલા ન ખાવી જોઈએ. મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હોવ, તો તેના માટે સંતુલિત આહાર પર ભાર મુકવો ખુબ જ આવશ્યક છે. વજન ઓછું કરવા માટે તમારે ખોરાક પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જેમાં શું ખાવું ? અને શું ન ખાવું ? એટલું જ નહીં, ક્યાં સમયે શું ખાવું જોઈએ ? તેની પણ કાળજી લેવી ખુબ જ જરૂરી છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો આ પાંચ વસ્તુઓને હંમેશા રાત્રે ખાવામાં ટાળવી જોઈએ.
પિઝ્ઝા : મિત્રો આજે લગભગ લોકોને પિઝ્ઝા ખાવા ખુબ જ પસંદ હોય છે. પિઝ્ઝાએ તમામ વય જૂથોના લોકોમાં ખુબ જ પ્રિય છે. પરંતુ તમારે તેને રાત્રે ખાવામાં ટાળવા જોઈએ. કારણ તેમાં ચીઝ વધુ પ્રમાણમાં હોય છે. આ સાથે ચટણીમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. આ સિવાય પિઝ્ઝાના લોટમાં શુદ્ધ કાર્બ્સ છે. આ બધા તત્વો વજન વધારવા માટે એક સારો વિકલ્પ બની જાય છે. પરંતુ ઘણા પિઝ્ઝામાં પ્રોસેસ્ડ માંસને એડ કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાન્સ ફેટ પણ ઉમેરવામાં આવે છે. જે વજન વધવા માટે જવાબદાર છે. ટૂંકમાં પિઝ્ઝામાં આવતી બધી જ વસ્તુઓ આપણા શરીરના ફેટ માટે કાફી હોય છે. બદામ : સૂકો મેવો શરીર આમ તો સારો ફાયદાકારક આહાર છે. જેમાં બદામ, અખરોટ, કાજુ અથવા પિસ્તા જેવા સુકા મેવા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ તેમાં વધુ પડતી કેલરી હોય છે. જ્યારે સૂતી વખતે આપણી શારીરિક પ્રવૃત્તિઓ નથી થતી જેના કારણે કેલરીનો ઉપયોગ શારીરિક ઉર્જા માટે થતો નથી અને તે ચરબી તરીકે સ્થિર થઈ જાય છે. આ કારણે સૂતા પહેલાં બદામને ખાવાનું ટાળવું જોઈએ.
ફળનો રસ : જ્યુસ એ દરેકને ભાવતી વસ્તુ છે. જો તમારી પાસે જ્યુસર હોય તો તમે ઘરે જ્યુસ બનાવી પિય શકો છો. કારણ કે બજારમાં ઉપલબ્ધ ફ્રૂટ જ્યુસમાં સોડા જેટલી જ ખાંડ હોય છે. આ સિવાય આ ફળોમાં મળતા ફાઇબર અને અન્ય આવશ્યક પોષક તત્વો પણ હોતા નથી. પરંતુ સુતા પહેલા ક્યારેય પણ જ્યુસ ન પીવું જોઈએ. ચોકલેટ : આ વસ્તુ પણ લગભગ લોકોને ભાવતી હોય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકોએ પણ ચોકલેટ પસંદ હોય છે. જોકે ચોકલેટના ઘણા ફાયદા પણ છે. પરંતુ તેમાં ખાંડ અને ચરબી હોય છે તેથી સૂતા પહેલા તે ન ખાવા જોઈએ. બજારમાં મળતી આ ચોકલેટ ખાતી વખતે તમે એક જ સમયમાં ઘણી કેલરીનો વપરાશ કરો છો.
આઇસક્રીમ : મિત્રો સૂવાના સમય પહેલાં આઇસક્રીમ ખાવાનું ટાળવું જોઈએ. બજારમાં મળતા આઈસ્ક્રીમમાં ચરબી અને કૃત્રિમ ખાંડ વિપુલ પ્રમાણમા હોય છે. એટલે કે આઈસ્ક્રીમમાં તમે ઘણી કેલરી એકસાથે ખાવ છો. પણ એ પ્રકારનો આઈસ્ક્રીમ ખાઈ શકો છો, જેમાં એક સર્વિંગમાં 15 ગ્રામ કરતા પણ ઓછી ખાંડ હોય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google