આજે લોકો પોતાના ભવિષ્યની સુરક્ષા માટે બેંકમાં એફડી કરાવે છે. તેમજ તમે જાણો છો એમ એફડી પર તમને રિટર્ન પણ મળે છે. પણ જો તમને રેગ્યુલર રિટર્ન જ મળે છે અને તમે વધુ રિટર્ન મેળવવા માંગતા હો, તો તમે અહીં આપેલ રીત અપનાવીને એફડી પર વધુ રિટર્ન મેળવી શકો છો.
જો તમે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા ઇચ્છો છો તો તમને એ ખબર જ હશે કે, બેંકમાં વ્યાજદર ઘણું ઓછું છે. જો તમને એફડી પર 6 ટકા રિટર્ન મળી જાય છે તો તમારી જાતને નસીબદાર સમજો. જો તમે સારું રિટર્ન મેળવવા માંગો છો તો તેના માટે તમારે એક રિસર્ચ કરવું પડશે સાથે જ અમુક વાતોનું ધ્યાન પણ રાખવું પડશે. તો ચાલો જાણીએ કે એફડી દ્વારા વધુ રિટર્ન મેળવવાની 5 બેસ્ટ અને સરળ રીતો. માટે આ લેખને અંત સુધી વાંચો.
સાચા વ્યાજ અને કમ્પાઉન્ડિંગની અવધિ વાળો વિસ્તાર પસંદ કરવો : એફડી દ્વારા વધુ રિટર્ન મેળવવા માટે સૌથી જરૂરી વાત એ છે કે, તમે એ વિસ્તારને પસંદ કરો, જ્યાં તમને એફડી પર વધુ વ્યાજ મળી રહ્યું હોય. તમે બેંકમાં પણ એફડી કરી શકો છો અને પોસ્ટ ઓફિસમાં પણ. ઘણી બીજી જગ્યાઓ પર પણ એફડી કરી શકાય છે. અહી ધ્યાન રહે કે બેન્કની એફડી પર ત્રિમાસિક વ્યાજ મળશે, જ્યારે પોસ્ટ ઓફિસમાં આખા વર્ષમાં મળશે. એવામાં જો બંને જગ્યાએ વ્યાજદર સરખો હોય તો બેંકમાં એફડી કરાવવી વધૂ લાભદાયી રહેશે.
માત્ર બેંક એફડીના ચક્કરમાં ન પડવું : ઘણા લોકો તો એ જાણતા પણ નથી કે બેંક સિવાય બીજી જગ્યાઓ પર પણ એફડી થાય છે. જેમ કે કંપનીઓ તરફથી અપાતી એફડી, જેમાં બેંકની સરખામણી વધુ વ્યાજ મળે છે. કંપનીઓની એફડીમાં રોકાણ કરીને તમે વધુ ફાયદો કમાઈ શકો છો. ઉદાહરણ માટે એસબીઆઇની 5 વર્ષની એફડી પર તમને 5.5 ટકા વ્યાજ મળશે જ્યારે બજાજ ફાઇનાન્સમાં એફડી પર તમને 6.75 ટકા વ્યાજ મળી શકે છે.
ટેક્સ બેનિફિટનું પણ ધ્યાન રાખવું : એફડી કરાવતી વખતે ખાલી વ્યાજ જ ન જોવું, પરંતુ એવા વિસ્તારને ગોતવો જ્યાં આગળ તમારે ટેક્સમાં પણ ફાયદો થઈ શકે. ટેક્સ બચશે તો તેની મેળે જ એફડી દ્વારા મળતું રિટર્ન વધી જશે. બેંકમાં 5 વર્ષની એફડી અથવા પીપીએફ જેવી જગ્યાએ રોકાણ કરીને તમે ટેક્સનો પણ ફાયદો લઈ શકો છો. ઘણી જગ્યાએ મળતા વ્યાજ પર પણ ટેક્સ લાગે છે. માટે જ રોકાણ પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે, વ્યાજ પર ટેક્સ ન લાગે.
શક્ય હોય તો સિનિયર સીટીઝન એફડી કરાવવી : જો તમે સિનિયર સિટીઝન હોય તો તમને બેંક એફડી પર વધારે વ્યાજ મળશે. બધી જ બેંક સિનિયર સિટીઝનને લગભગ 0.5 ટકા વધુ વ્યાજ આપે છે. જો તમે સિનિયર સિટીઝન ન હોય એટલે કે તમારી ઉંમર 60 વર્ષ કરતાં નાની હોય તો તમે તમારા માતા-પિતાના નામે પણ એફડી કરાવી શકો છો.
બધા નાના સમય માટે કરાવો એફડી : પાછળના 2 વર્ષોમાં કોરોનાને કારણે બેંકમાં એફડીના વ્યાજદર ખુબ જ ઘટી ગયા છે. આ દર તેમના નીચલા સ્તર પર છે. આવનારા દિવસોમાં જેમ જેમ સ્થિતિ સુધરતી જશે, વ્યાજના દર પણ પછી વધી શકે છે. એવામાં તમે જો એફડી કરાવી રહ્યા હોય તો 3 વર્ષ કે 5 વર્ષ કે તેનાથી વધુની એફડી ન કરાવો. કોશિશ કરવી કે 1 વર્ષની એફડી કરાવો અને પછીના વર્ષે ફરીથી એફડી કરવી. આમ તમે એફડી પર વ્યાજ મેળવવા માટે અમુક બાબતોનું ધ્યાન રાખો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી