ભારતમાં ખીચડી એક લોકપ્રિય વ્યંજનોમાંથી એક છે અને તેમાં સૌથી સારી વાત એ છે કે તે બનાવવામાં ખુબ જ આસાન હોય છે અને ખુબ જ પૌષ્ટિક હોય છે. દાળ અને ચોખાને ભેગા કરીને એક સાથે બાફવામાં આવે છે. આમ તો ખીચડીને અલગ અલગ અવસર અને ઉદ્દેશ્યના આધારે અલગ અલગ રીતે દાળ સાથે ઘણી રીતે બનાવવામાં આવે છે. બીમારીમાંથી જલ્દી સાજા થવા માટે લગભગ લોકો મગની દાળ અને ચોખા નાખીને ખીચડી બનાવવામાં આવે છે. અને તે આપણા પેટ માટે ખુબજ હલકો ખોરાક છે. ગુજરાતની ડાંગની ખીચડીથી લઈને દક્ષિણ ભારતના બીસી ભેલ ભાત સુધી તેના ઘણા બાધા વેરિયેશન પણ હોય છે.
તમને જણાવી દઈએ કે ખીચડીની ઉત્પત્તી હજારો વર્ષો પહેલા થઈ હતી. ત્યાં સુધી કે મુગલો પણ ઘી, મસાલા, અને સૂકા મસાલાથી તૈયાર થયેલ ખીચડીના ખુબ જ શોખીન હતા. આમ તો જયારે આપણે બીમાર પડીયે ત્યારે જ ખીચડી ખાવાનું પસંદ કરીએ છે, પરંતુ એવુ નથી ખીચડી માત્ર બીમારીમાં જ નહીં પરંતુ ઘણી બધી સ્વાસ્થ્યની સમસ્યાને ઉકેલવા માટે પણ થાય છે. ખીચડીના ઘણા બધા અવતાર વજન ઘટાડવા માટે, થાયરોઇડ, પીસીઓએસ, અનિન્દ્રા, ચિંતા, માઈગ્રેન અને અન્ય સ્વાસ્થ્ય સબંધિત સમસ્યામાં છુટકારો અપાવવા માટે મદદ કરે છે. અને આયુર્વેદ વિશેષજ્ઞ પણ અલગ અલગ પ્રકારની ખીચડી તૈયાર કરીને તેનું સેવન કરવાની સલાહ આપે છે.
વજન વધારવું હોય તો આ રીતે બનાવો ખીચડી : વજન વધારવા માટે તમારી પાચનક્રિયા સારી હોવી જોઈએ. જે લોકોની પાચનક્રિયા સારી હોતી નથી તેમને બાસમતી ચોખા, ઘી, અડદ, મસૂર, તુવેર અને મગની દાળથી બનેલ પૌષ્ટિક ખીચડીનું સેવન કરવું જોઇએ તેનાથી વજન જલ્દી વધે છે.
વજન ઘટાડવા અને ડાયાબીટીસ માટે ખીચડી : જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે તેમને જરૂરથી આ ખીચડીનું સેવન કરવું જોઇએ. ખાસ કરીને જો તમારું પેટ બહાર આવી રહ્યું છે અને પેટમાં વધુ પડતી ચરબી જમા થઈ છે તો ખીચડી તમારી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આયુર્વેદ વિશેષજ્ઞ ડાયાબિટીસ અને પીસીઓએસની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે પણ ચોખાની જગ્યાએ દાળ અને જવથી બનેલી ખીચડીનું સેવન કરવાની સલાહ આપે છે.
અનિદ્રા અને તણાવ માટે ખીચડી : જે લોકોને લગભગ ઊંઘ ન આવવાની તકલીફ, તણાવ અને ચિંતા રહ્યા કરે છે. તેમને વિશેષજ્ઞ સારી માત્રામાં ઘી મગની દાળ અને ચોખા થી બનેલ ખીચડીનું સેવન કરવાની સલાહ આપે છે. આ ખીચડી તમારા પેટને ઓછું કરવા માટે જ નહીં પરંતુ તમારા દિમાગ માટે પણ ખૂબ જ સારી છે. રાત્રે સુઈ જવાના ત્રણ કલાક પહેલા ખીચડી ખાવાથી ખૂબ જ સારી ઊંઘ આવે છે.
ખીચડીની રેસીપી : ખીચડી એક એવી વસ્તુ છે જેને માત્ર 20 જ મિનિટમાં તૈયાર કરી શકાય છે. આ ખીચડીનું સેવન ત્યારે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જ્યારે તમે કોઈ હાઈ કેલરી અને ખાંડથી ભરપુર ખાદ્ય પદાર્થોથી દૂર રહેવા માંગો છો.
ખીચડી બનાવવાની રીત : ખીચડી બનાવવા માટે એક વાસણમાં એક કપ ચોખા અને બે મોટા ચમચા મગની દાળ ઉમેરો, હવે તેમાં પાણી એક ચમચી હળદર, ૧ ચપટી પીસેલા કાળા મરી અને મીઠું નાખો. હવે તેને એક કૂકરમાં નાખીને ચાર સીટી વાગે ત્યાં સુધી ચડવા દો. તમારી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી તૈયાર છે.
તમારે પણ વજન વધારવું છે અથવા વજન ઘટાડવું છે તથા પીસીઓએસ જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો, તો વિશેષજ્ઞ દ્વારા જણાવેલ અલગ અલગ પ્રકારની ખીચડી ટ્રાય કરી શકો છો તેનાથી તમને ખૂબ જ ફાયદા થશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી