આંબળાએ શિયાળાનું સૌથી સ્વાસ્થ્ય વર્ધક ફળ માનવામાં આવે છે. તે વિટામીન સી થી ભરપુર છે. પણ આંબળા દરેક લોકોને અનુકુળ નથી આવતા. આથી અમુક લોકો જે અમુક બીમારીથી પીડાય છે તેમણે આંબળાનું સેવન ન કરવું જોઈએ. આંબળા એ સ્કીન અને વાળ માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.
આંબળામાં સંતરાથી 30 ગણું વધારે વિટામિન સી જોવા મળે છે અને તે ઘણા પ્રકારની ઋતુગત બીમારીઓથી દૂર રાખે છે. દરરોજ એક આંબળા ખાવાથી હ્રદયની તકલીફોથી બચી શકાય છે. તે સ્વાસ્થ્ય અને સ્કીન બંને માટે ફાયદાકારક હોય છે પરંતુ અમુક લોકોમાં તેની સાઈડ ઇફેક્ટ્સ પણ જોવા મળે છે.
શિયાળની ઋતુમાં આંબળા ખાવા ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. વિટામિન સી થી ભરપૂર હોવાની સાથે સાથે તેમાં ઘણા શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ પણ જોવા મળે છે. માટે જ તેને શિયાળાનું સુપરફૂડ પણ કહેવામા આવે છે. આંબળાના પોષકતત્વો ઇમ્યુનિટી વધારવાનું કામ પણ કરે છે. જો તમારી ઈમ્યુન સીસ્ટમ નબળી છે તો તમારે આંબળાનું સેવન જરૂર કરવું જોઈએ. આંબળા ખાવાની સાથે સાથે તેનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓમાં પણ કરવામાં આવે છે. જોકે આંબળા દરેકને લાભ પહોચાડતા નથી અને અમુક ખાસ કન્ડિશન વાળા લોકોમાં તેના સાઈડ ઇફેક્ટ્સ પણ જોવા મળે છે. આવો જાણીએ કેવા લોકોએ આંબળા ન ખાવા જોઈએ.
1) વધારે એસિડિટી વાળા લોકો : જો તમને ખુબ જ એસીડીટી થાય છે તમારે આંબળાનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ. આંબળા વિટામિન સી થી ભરપૂર હોય છે. આ એક એવું પોષકતત્વ છે જે ફળની અમલીય પ્રકૃતિ વધારવાનું કામ કરે છે. સ્ટડી મુજબ આંબળા હ્રદયની તકલીફ તો દૂર કરે છે પરંતુ એસિડિટી વાળા લોકોમાં તે તકલીફ વધારી શકે છે. હાઇપર એસિડિટી વાળા લોકોએ ભૂલથી પણ ખાલી પેટ આંબળા ન ખાવા જોઈએ. તેનાથી પેટમાં બળતરા અને એસિડિટી થઈ શકે છે.
2) લોહીની બીમારીવાળા લોકો : જો તમને લોહીને લગતી કોઈ બીમારી છે તો તમારે આંબળાનું સેવન ન કરવું જોઈએ. આંબળામાં એન્ટીપ્લેટલેટ ગુણ રહેલા હોય છે. તેનો મતલબ એ છે કે તે લોહીની ગાઠ બનવાથી રોકે છે. આંબળાના આ ગુણ હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે. પરંતુ જે લોકો પહેલેથી જ કોઈ પ્રકારના બ્લડ ડિસઓર્ડરથી જજૂમી રહ્યા હોય તેમના માટે આમળું સારો વિકલ્પ નથી. આવા લોકોએ ડોક્ટરના સંપર્ક પછી જ આંબળા ખાવા જોઈએ.
3) પ્રેગ્નેન્ટ અથવા બ્રેસ્ટ ફિડિંગ કરાવતી મહિલાઓ : આંબળામાં એવા ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે જે શરીર માટે ફાયદાકારક હોય છે પરંતુ તેને વધુ માત્રામાં ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે. પ્રેગ્નેન્ટ કે બ્રેસ્ટ ફિડિંગ કરાવતી મહિલાઓએ ડોક્ટરની સલાહથી તેનું સેવન કરવું જોઈએ.
4) સર્જરી કરવાની હોય તેવા લોકોએ : જો તમારી ભવિષ્યમાં સર્જરી થવાની હોય તો તમારે આંબળાનું સેવન ન કરવું જોઈએ. જે લોકોએ જલ્દી જ કોઈ વસ્તુની સર્જરી કરાવવાની હોય તેમણે આવા સમયે આંબળા ખાવાથી બચવું જોઈએ. આ ફળનું વધુ માત્રામાં સેવન કરવાથી બ્લીડિંગનું જોખમ વધી જાય છે. માટે એક્સપર્ટ સલાહ આપે છે કે સર્જરીના ઓછામાં ઓછા 2 અઠવાડીયા પહેલા આંબળા ખાવાનું બંધ કરવું જોઈએ.
5) ઓછા બ્લડ શુગર લેવલ વાળા લોકોએ : આંબળા એ લો બ્લડ શુગરના દર્દી માટે નુકશાનકારક માનવામાં આવે છે. આંબળા બ્લડ શુગર લેવલને ઓછું કરે છે માટે જે લોકોનું બ્લડ શુગર લેવલ પહેલેથી ઓછું રહેતું હોય તેવા લોકોએ આંબળા ખાવાનું ટાળવું જોઈએ.
6) ડ્રાઈ સ્કીન વાળા લોકો : જો તમારી સ્કીન ડ્રાય રહેતી હોય તો આંબળા ખાવાથી આ સમસ્યા વધી શકે છે માટે ડ્રાય સ્કીન વાળાએ આંબળા વધુ ન ખાવા જોઈએ અને આંબળા ખાધા પછી વધુ માત્રામાં પાણી પીવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી