Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

તમે દિવસની કદાચ 50 દંડબેઠક પણ નહિ કરી શકો.. પણ ગામા પહેલવાન દરરોજ 5000 દંડ બેઠક કરતા…વાંચો તાકાતના પર્યાય એવા ગામ પહેલવાન વિશે.

Social Gujarati by Social Gujarati
May 24, 2018
Reading Time: 2 mins read
1
તમે દિવસની કદાચ 50 દંડબેઠક પણ નહિ કરી શકો.. પણ ગામા પહેલવાન દરરોજ 5000 દંડ બેઠક કરતા…વાંચો તાકાતના પર્યાય એવા ગામ પહેલવાન વિશે.

💪 કુશ્તી-પહેલવાની વિશે ચર્ચા કરીએ તો આપણા મગજ માં એક નામ ચોક્કસ યાદ આવે તે છે ગામા પહેલવાન. આ ગામા પહેલવાનને 50 વર્ષોમાં જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કોઈ હરાવી શક્યું નથી.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

💪 જાણિતા માર્શલ આર્ટિસ્ટ બ્રૂસ લી એ પણ તેમનાથી પ્રભાવિત થઈને તેમને પોતાની પ્રેરણા માની લીધી.

💪 22 મે 1878માં ગામાનો જન્મ અમૃતસરમાં થયો હતો. તેમનું અસલી નામ ગુલામ મોહમ્મદ બક્શ હતું. બે દિવસ પહેલા જ તેમનો જન્મદિવસ 22 may ના રોજ હતો. જો આર્ટીકલ ગમે તો કોમેન્ટ માં હેપ્પી બર્થડે  ગામા એવું લખજો…

1888માં પહેલી વખત જોધપુરમાં દંગલ થઈ. ગામા પણ આ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે પહોંચી ગયો અને 10 વર્ષની ઉંમરમાં 15 પહેલવાનોમાં તે સૌથી આગળ રહ્યા. સૌ કોઈ ગામા નું બળ જોઈ આશ્ચર્યચકીત  થઈ ગયા.10 વર્ષ ના ગામાનું બળ અને હિંમત જોઈ પણ ખુશ થઈ ગયા. રાજા ઈનામ પણ આપ્યુ.

💪ડિસેમ્બર ૧૯૦૨માં સયાજીરાવ ગાયકવાડે વડોદરા રાજ્યમાં કુસ્તી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ગામા પહેલવાનને જોવા માટે વિશાળ જનમેદની ભેગી થઇ હતી. સ્વાભાવિક રીતે જ અહીં ગામાને ટક્કર આપે તેવા કોઇ પહેલવાન ન હતો અને અંતે ગામા ત્યાં પડેલો એક વિશાળ પથ્થર ઊંચકીને થોડું ચાલ્યા હતા. એ પથ્થર ગામાએ ઊંચક્યો હોવાની નોંધ પથ્થર પર જ કોતરવામાં આવી. એ પથ્થર લગભગ ૧,૨૦૦ કિલો વજનનો હતો અને આજે પણ સયાજીરાવ મ્યુઝિયમમાં તમે તે જોઇ શકો છો.

💪પહેલવાન ગામા વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા લંડન પહોંચ્યા પણ એમની ઊંચાઇ માત્ર  5 ફિટ અને 7 ઇંચ જ હતી.

💪ઓછી ઊંચાઇના કારણે તેમને ચેમ્પિયનશીપમાં પ્રવેશ આપવાથી જ ઇનકાર કરી દેવામાં આવ્યો. પણ ગામા હાર માને એમ નહતા.

💪 તેમણે ચેમ્પિયનશીપના તમામ કુસ્તીબાજોને કુસ્તી માટે પડકાર ફેંક્યો , પણ પડકાર ઝીલવા માટે કોઈ આગળ ના આવ્યું. બધા પહેલવાનને લાગ્યું કે ગામા આસાની ની હારી જશે.

💪ગામાએ બીજો પડકાર ફેંક્યો કે જો પોતે હારી જશે તો ઈનામની પુરી રકમ ચૂકવી ચાલ્યા જશે.

💪પડકાર  સ્વીકારનારા પ્રથમ અમેરિકન રેસલર બેન્જામિન રોલરને આસાનીથી હરાવ્યા બાદ બીજા દિવસે ૧૨ કુસ્તીબાજોને પરાસ્ત કરી દીધા અને વટ થી  ચેમ્પિયનશીપમાં પ્રવેશ કર્યો!

💪 ૧૦ સપ્ટેમ્બર, ૧૯૧૦ની ઐતિહાસિક કુસ્તીમાં તત્કાલિન વર્લ્ડ ચેમ્પિયન પોલેન્ડના સ્ટેનિસ્લોસ બિસ્ઝ્કોને ગામાએ ગણતરીની મિનિટોમાં પછાડી દીધા અને ત્યારબાદ બે કલાક ૩૫ મિનિટ સુધી બિસ્ઝ્કો એ જ સ્થિતિમાં રહ્યા. એ મેચ જો કે ડ્રો રહી અને બીજી મેચ ૧૭ સપ્ટેમ્બરે યોજવાનું નક્કી કરવામાં આવ્યું. મેચનો સમય વિતી જવા છતાં બિસ્ઝ્કો સ્થળની નજીકમાં પણ ફરક્યાં નહીં અને અંતે ગામાને ‘રુસ્તમે ઝમાના’ (વર્લ્ડ ચેમ્પિયન) ઘોષિત કરવામાં આવ્યા.

💪૧૮ વર્ષ બાદ ૧૯૨૮માં ફરી વખત ભારતમાં પટિયાલા ખાતે આ બંને પહેલવાનોની ફાઇટનું આયોજન થયું. ભારતના અનેક રાજાઓ સહિતની તત્કાલિન સેલિબ્રિટી સહિત કુલ ૬૦,૦૦૦ જેટલા લોકો ખાસ બાંધવામાં આવેલા સ્ટેડિયમમાં આ મુકાબલો જોવા એકઠાં થયા હતા.

💪એ વખતે ગામાની ઉંમર ૪૬ વર્ષ અને બિસ્ઝ્કોની ઉંમર ૪૯ વર્ષ હતી અને બિસ્ઝ્કોએ ૧૯૧૦ની હારનો બદલો લેવાનો નિશ્ચય જાહેર કર્યો હતો. વર્ષો વિતવા છતાં ગામાની તાકાતમાં લેશમાત્ર ઘટાડો થયો નહોતો અને માત્ર ૪૨ સેકન્ડ, રિપિટ, ૪૨ સેકન્ડમાં જ ગામાએ પોલિશ હરિફને રિંગની બહાર ફેંકી દીધો!

💪વિભાજન વખતે વિશ્વપ્રસિદ્ધ ગામા પહેલવાને લાહોર સ્થાયી થવાનો નિર્ણય કર્યો. લાહોર વિભાજનની આગમાં ભડકે બળી રહ્યું હતું અને ગામા પહેલવાનના રહેઠાણની નજીકની હિન્દુ કોલોની પર હુમલો કરવા એક હિંસક ટોળું પહોંચ્યું.

💪કોલોનીની બહાર ૬૫ વર્ષના ગામા પહેલવાન ઊભા રહ્યા અને હિંસક ટોળાને પડકાર ફેંક્યો. કહેવાની જરૂર નથી કે ‘રુસ્તમે ઝમાના’ જેની રક્ષામાં ઊભા હતા એ કોલોની પર હુમલો કરવાની આગેવાની લેવાની એ ટોળામાં કોઇની હિંમત નહોતી અને  પરત ફરી જવામાં જ ટોળાંને પોતાના હાડકા ની સલામતિ લાગી .

💪 ગામા એક દિવસમાં 5 હજાર દંડ બેઠક અને 3 હજાર પુશઅપ્સ કરતા હતા.

💪તેમના ખોરાકમાં 6 દેશી ચીકન, 10 લીટર દૂધ, અડધો કિલો ઘી અને બદામનું સેવન કરતા હતા.

💪દરરોજ સાડા સાત લિટર દૂધ ઉપરાંત સાડા સાતસો ગ્રામ બદામને ફ્રુટ જ્યુસમાં મેળવીને ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવતું ટોનિક ડ્રિંક તેઓ પીતાં હતા.

પોતાના અંતિમ દિવસો ગામા પહેલવાને પાકિસ્તાનના લાહોરમાં વિતાવ્યા હતા.

💪આર્થિક પરિસ્થિતિ ખરાબ થતા એમના એક પ્રશંશક જિ. ડી બિરલા દ્વારા 2000 રૂપિયાની માસિક પેન્શન યોજના શરૂ કરી હતી.ત્યાર બાદ સરકાર દ્વારા 300 રૂપિયા સહાય આપવામાં આવતી.

💪ગામા પહેલવાન જીવે ત્યાં સુધી તમામ દવાનો ખર્ચો સરકાર ભોગવશે એવું જાહેર કરવામાં આવ્યું હતું.

💪 23 મેં 1960 ના દિવસે ગામા પહેલવાનનું નિધન થયું હતું.

💪પોતાના જીવનકાળ દરમિયાન અજયી રહ્યા અને મૃત્યુ બાદ એમનું1 નામ અજયી રહ્યું.

💪 હાલના સમયમાં આધુનિક મશીનો વડે કસરત કરવામાં આવે છે, પણ અગાઉના સમયમાં કસરત માટે પથ્થરના સાધનો વાપરવામાં આવતા.

 

💪ભોપાલમાં  એક મ્યૂઝિયમ દતિયામાં બન્યું છે. અહીં ગામા પહેલવાન જે સાધનો દ્વારા કસરત કરતા એ સાધનો પણ જોઈ શકાય છે.

💪 સમગ્ર વિશ્વમાં જાણીતા એવા ગામા પહેલવાનની ગણતરી ઈતિહાસના સર્વશ્રેષ્ઠ પહેલવાનોમાં કરવામાં આવે છે.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

 

 

Tags: gamaindiapahelvanproud
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ગીરનાર પર્વતનો રોચક ઈતિહાસ…. તમે નહિ જાણતા હોય એવી ગીરનાર પર્વતની કેટલીક અજાણી વાતો.

ગીરનાર પર્વતનો રોચક ઈતિહાસ.... તમે નહિ જાણતા હોય એવી ગીરનાર પર્વતની કેટલીક અજાણી વાતો.

અભિમન્યુ અને ચક્રવ્યુહની સંપૂર્ણ કથા…. જરૂર વાંચો અને જરૂર શેર કરો.

અભિમન્યુ અને ચક્રવ્યુહની સંપૂર્ણ કથા.... જરૂર વાંચો અને જરૂર શેર કરો.

Comments 1

  1. ગુણવંત ટાંક says:
    7 years ago

    સદા અમર રહેશો..#ગામા પહેલવાન…👌👏👌👏👌👌👏👌💐💐💐💐

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જીમ જવાના ટેન્શનથી મેળવો કાયમી છુટકારો,  અજમાવો આ ઉપાય… જાતે જ ઓછું થવા લાગશે તમારું વજન…

જીમ જવાના ટેન્શનથી મેળવો કાયમી છુટકારો, અજમાવો આ ઉપાય… જાતે જ ઓછું થવા લાગશે તમારું વજન…

February 25, 2025
સચિન તેંડુલકરે પોતાનો જન્મદિવસ ન ઉજવવાનો કર્યો નિર્ણય…

સચિન તેંડુલકરે પોતાનો જન્મદિવસ ન ઉજવવાનો કર્યો નિર્ણય…

April 23, 2020
ગેસ સીલીન્ડરને લઈને થઈ શકે છે મોટું એલાન ! જેની સીધી અસર પડશે આપણી રોજિંદા જિંદગી પર….

ગેસ સીલીન્ડરને લઈને થઈ શકે છે મોટું એલાન ! જેની સીધી અસર પડશે આપણી રોજિંદા જિંદગી પર….

December 27, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.