💪 કુશ્તી-પહેલવાની વિશે ચર્ચા કરીએ તો આપણા મગજ માં એક નામ ચોક્કસ યાદ આવે તે છે ગામા પહેલવાન. આ ગામા પહેલવાનને 50 વર્ષોમાં જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કોઈ હરાવી શક્યું નથી.
💪 જાણિતા માર્શલ આર્ટિસ્ટ બ્રૂસ લી એ પણ તેમનાથી પ્રભાવિત થઈને તેમને પોતાની પ્રેરણા માની લીધી.
💪 22 મે 1878માં ગામાનો જન્મ અમૃતસરમાં થયો હતો. તેમનું અસલી નામ ગુલામ મોહમ્મદ બક્શ હતું. બે દિવસ પહેલા જ તેમનો જન્મદિવસ 22 may ના રોજ હતો. જો આર્ટીકલ ગમે તો કોમેન્ટ માં હેપ્પી બર્થડે ગામા એવું લખજો…
1888માં પહેલી વખત જોધપુરમાં દંગલ થઈ. ગામા પણ આ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે પહોંચી ગયો અને 10 વર્ષની ઉંમરમાં 15 પહેલવાનોમાં તે સૌથી આગળ રહ્યા. સૌ કોઈ ગામા નું બળ જોઈ આશ્ચર્યચકીત થઈ ગયા.10 વર્ષ ના ગામાનું બળ અને હિંમત જોઈ પણ ખુશ થઈ ગયા. રાજા ઈનામ પણ આપ્યુ.
💪ડિસેમ્બર ૧૯૦૨માં સયાજીરાવ ગાયકવાડે વડોદરા રાજ્યમાં કુસ્તી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ગામા પહેલવાનને જોવા માટે વિશાળ જનમેદની ભેગી થઇ હતી. સ્વાભાવિક રીતે જ અહીં ગામાને ટક્કર આપે તેવા કોઇ પહેલવાન ન હતો અને અંતે ગામા ત્યાં પડેલો એક વિશાળ પથ્થર ઊંચકીને થોડું ચાલ્યા હતા. એ પથ્થર ગામાએ ઊંચક્યો હોવાની નોંધ પથ્થર પર જ કોતરવામાં આવી. એ પથ્થર લગભગ ૧,૨૦૦ કિલો વજનનો હતો અને આજે પણ સયાજીરાવ મ્યુઝિયમમાં તમે તે જોઇ શકો છો.
💪પહેલવાન ગામા વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા લંડન પહોંચ્યા પણ એમની ઊંચાઇ માત્ર 5 ફિટ અને 7 ઇંચ જ હતી.
💪ઓછી ઊંચાઇના કારણે તેમને ચેમ્પિયનશીપમાં પ્રવેશ આપવાથી જ ઇનકાર કરી દેવામાં આવ્યો. પણ ગામા હાર માને એમ નહતા.
💪 તેમણે ચેમ્પિયનશીપના તમામ કુસ્તીબાજોને કુસ્તી માટે પડકાર ફેંક્યો , પણ પડકાર ઝીલવા માટે કોઈ આગળ ના આવ્યું. બધા પહેલવાનને લાગ્યું કે ગામા આસાની ની હારી જશે.
💪ગામાએ બીજો પડકાર ફેંક્યો કે જો પોતે હારી જશે તો ઈનામની પુરી રકમ ચૂકવી ચાલ્યા જશે.
💪પડકાર સ્વીકારનારા પ્રથમ અમેરિકન રેસલર બેન્જામિન રોલરને આસાનીથી હરાવ્યા બાદ બીજા દિવસે ૧૨ કુસ્તીબાજોને પરાસ્ત કરી દીધા અને વટ થી ચેમ્પિયનશીપમાં પ્રવેશ કર્યો!
💪 ૧૦ સપ્ટેમ્બર, ૧૯૧૦ની ઐતિહાસિક કુસ્તીમાં તત્કાલિન વર્લ્ડ ચેમ્પિયન પોલેન્ડના સ્ટેનિસ્લોસ બિસ્ઝ્કોને ગામાએ ગણતરીની મિનિટોમાં પછાડી દીધા અને ત્યારબાદ બે કલાક ૩૫ મિનિટ સુધી બિસ્ઝ્કો એ જ સ્થિતિમાં રહ્યા. એ મેચ જો કે ડ્રો રહી અને બીજી મેચ ૧૭ સપ્ટેમ્બરે યોજવાનું નક્કી કરવામાં આવ્યું. મેચનો સમય વિતી જવા છતાં બિસ્ઝ્કો સ્થળની નજીકમાં પણ ફરક્યાં નહીં અને અંતે ગામાને ‘રુસ્તમે ઝમાના’ (વર્લ્ડ ચેમ્પિયન) ઘોષિત કરવામાં આવ્યા.
💪૧૮ વર્ષ બાદ ૧૯૨૮માં ફરી વખત ભારતમાં પટિયાલા ખાતે આ બંને પહેલવાનોની ફાઇટનું આયોજન થયું. ભારતના અનેક રાજાઓ સહિતની તત્કાલિન સેલિબ્રિટી સહિત કુલ ૬૦,૦૦૦ જેટલા લોકો ખાસ બાંધવામાં આવેલા સ્ટેડિયમમાં આ મુકાબલો જોવા એકઠાં થયા હતા.
💪એ વખતે ગામાની ઉંમર ૪૬ વર્ષ અને બિસ્ઝ્કોની ઉંમર ૪૯ વર્ષ હતી અને બિસ્ઝ્કોએ ૧૯૧૦ની હારનો બદલો લેવાનો નિશ્ચય જાહેર કર્યો હતો. વર્ષો વિતવા છતાં ગામાની તાકાતમાં લેશમાત્ર ઘટાડો થયો નહોતો અને માત્ર ૪૨ સેકન્ડ, રિપિટ, ૪૨ સેકન્ડમાં જ ગામાએ પોલિશ હરિફને રિંગની બહાર ફેંકી દીધો!
💪વિભાજન વખતે વિશ્વપ્રસિદ્ધ ગામા પહેલવાને લાહોર સ્થાયી થવાનો નિર્ણય કર્યો. લાહોર વિભાજનની આગમાં ભડકે બળી રહ્યું હતું અને ગામા પહેલવાનના રહેઠાણની નજીકની હિન્દુ કોલોની પર હુમલો કરવા એક હિંસક ટોળું પહોંચ્યું.
💪કોલોનીની બહાર ૬૫ વર્ષના ગામા પહેલવાન ઊભા રહ્યા અને હિંસક ટોળાને પડકાર ફેંક્યો. કહેવાની જરૂર નથી કે ‘રુસ્તમે ઝમાના’ જેની રક્ષામાં ઊભા હતા એ કોલોની પર હુમલો કરવાની આગેવાની લેવાની એ ટોળામાં કોઇની હિંમત નહોતી અને પરત ફરી જવામાં જ ટોળાંને પોતાના હાડકા ની સલામતિ લાગી .
💪 ગામા એક દિવસમાં 5 હજાર દંડ બેઠક અને 3 હજાર પુશઅપ્સ કરતા હતા.
💪તેમના ખોરાકમાં 6 દેશી ચીકન, 10 લીટર દૂધ, અડધો કિલો ઘી અને બદામનું સેવન કરતા હતા.
💪દરરોજ સાડા સાત લિટર દૂધ ઉપરાંત સાડા સાતસો ગ્રામ બદામને ફ્રુટ જ્યુસમાં મેળવીને ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવતું ટોનિક ડ્રિંક તેઓ પીતાં હતા.
પોતાના અંતિમ દિવસો ગામા પહેલવાને પાકિસ્તાનના લાહોરમાં વિતાવ્યા હતા.
💪આર્થિક પરિસ્થિતિ ખરાબ થતા એમના એક પ્રશંશક જિ. ડી બિરલા દ્વારા 2000 રૂપિયાની માસિક પેન્શન યોજના શરૂ કરી હતી.ત્યાર બાદ સરકાર દ્વારા 300 રૂપિયા સહાય આપવામાં આવતી.
💪ગામા પહેલવાન જીવે ત્યાં સુધી તમામ દવાનો ખર્ચો સરકાર ભોગવશે એવું જાહેર કરવામાં આવ્યું હતું.
💪 23 મેં 1960 ના દિવસે ગામા પહેલવાનનું નિધન થયું હતું.
💪પોતાના જીવનકાળ દરમિયાન અજયી રહ્યા અને મૃત્યુ બાદ એમનું1 નામ અજયી રહ્યું.
💪 હાલના સમયમાં આધુનિક મશીનો વડે કસરત કરવામાં આવે છે, પણ અગાઉના સમયમાં કસરત માટે પથ્થરના સાધનો વાપરવામાં આવતા.
💪ભોપાલમાં એક મ્યૂઝિયમ દતિયામાં બન્યું છે. અહીં ગામા પહેલવાન જે સાધનો દ્વારા કસરત કરતા એ સાધનો પણ જોઈ શકાય છે.
💪 સમગ્ર વિશ્વમાં જાણીતા એવા ગામા પહેલવાનની ગણતરી ઈતિહાસના સર્વશ્રેષ્ઠ પહેલવાનોમાં કરવામાં આવે છે.
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
સદા અમર રહેશો..#ગામા પહેલવાન…👌👏👌👏👌👌👏👌💐💐💐💐