રામકથાના પર્યાય એવા પરમ પૂ. શ્રી મોરારીબાપુની કેટલીક વણસાંભળેલી વાતો…. જરૂર વાંચો.. જય શ્રી રામ.

★  પરમ પૂ. શ્રી મોરારીબાપુ ની અજાણી વાતો

◆ મોરારીબાપુ ના ચાહકો ફક્ત ભારત જ નહીં , દેશ વિદેશ માં પણ છે.◆ મોરારીબાપુ રામાયણના કથાકાર છે. તેમનો જન્મ મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં થયો હતો. તેઓ લોકપ્રિય રામકથા કાર છે. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યન અને કળાને પણ એટલું જ સન્માન આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્યકારો પુરસ્કારો આપવામાં આવે છે. (ભગુડાધામ ટ્રસ્ટ)

તલગાજરડા માં બાપુના ટ્રસ્ટ દ્વારા આરોગ્યલક્ષી કાર્યો અને કેમ્પ નું આયોજન પણ કરવામાં આવે છે.

◆ ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા દરવર્ષે નદીઓના તળ ને ઊંડું કરવું, ચેકડેમ સફાઈ, નદી નાળા નો કાંપ કાઢવા જેવા સમાજ લક્ષી કર્યો કરવામા આવે છે.

◆ 25 સપ્ટેમ્બર, 1946ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા નજીક તલગાજડાના વૈષ્ણવ પરિવારમાં  મોરારી બાપૂનો જન્મ થયો હતો.

◆ દાદાજી ત્રિભુવનદાસને રામાયણ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તલગારજાથી મહુવા તેઓ ચાલતા શાળા એ જતા હતા.

◆ 6 કિલોમીટર ના આ રસ્તામાં તેમણે દાદાજી દ્વારા જણાવા આવેલ 5 ચોપાઈઓ રોજ પાકી કરવી પડતી હતી. આ નિયમને કારણે તેમને ધીરે ધીરે આખી રામાયણ યાદ રહી ગઈ.

◆ દાદાજીને જ બાપૂએ પોતાના ગુરૂ માની લીધા હતા. 14 વર્ષની ઉંમરે જ બાપૂએ પહેલીવાર તલગાજરડા માં     1960માં એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો.

◆ વિદ્યાર્થી કાળ માં બાપુનું મન અભ્યાસમાં ઓછુ અને  રામકથામાં વધુ  લાગ્યુ હતુ. પછી તેઓ મહુવાની પોતે ભણ્યા એ જ  પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા.

◆ પરંતુ થોડા સમય બાદ શિક્ષક ની નોકરી છોડી દીધી કારણ કે તેઓ રામાયણ પાઠમાં જ એટલા તલ્લીન હતા કે તેમને બીજા કાર્યો માટે સમય જ નહોતો મળતો.

◆ મોરારી બાપૂના લગ્ન સાવિત્રીદેવી સાથે થયા. તેમને ચાર બાળકો છે જેમા ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે.  ◆ પહેલા તો પરિવારના ગુજરાન માટે રામકથાથી મળનારુ દાન સ્વીકારી લેતા હતા. પરંતુ જ્યારે આ ધન વધુ પ્રમાણમાં મળવા લાગ્યુ તો તેમણે નિર્ણય કર્યો કે તેઓ કોઈ પણ પ્રકારનું દાન નહી સ્વીકારે. આ વાત તેઓ આજ સુધી નિભાવી રહ્યા છે.

◆ મોરારી બાપૂના ખભા પર રહેનારી ‘કાળી શાલ’ને વિશે અનેક માન્યતા પ્રચલિત છે. એક માન્યતા એવી પણ છે કે કાળી શાલ હનુમાનજીએ પોતે પ્રગટ થઈને ભેટ ધરી છે.

◆  કેટલાક લોકોનુ માનવુ છે કે આ કાળી શાલ જૂનાગઢના એક સંતે તેમને આપી છે.

◆  પરંતુ મોરારી બાપુનુ કહેવુ છે કે આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે ન તો કોઈ ચમત્કાર. મને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે, તે મને ગમે છે તેથી જ હુ આ શાલને ખભા પર રાખું છુ.

◆ સર્વધર્મ સમાન ના વિચાર પર ચાલનારા મોરારીબાપુની ઈચ્છા રહે છે કે કથા દરમિયાન તેઓ એક વારનુ ભોજન કોઈ દલિતને ઘરે જઈને કરે અને ઘણી વખત તેમણે આવુ કર્યુ પણ છે.

◆ બાપુએ જ્યારે મહુવામાં પોતાના તરફથી 1008 રામ પારાયણ પાઠ કરાવ્યો તો પૂર્ણાહિતિ સમયે દલિત ભાઈઓને આગ્રહ કર્યો કે તેઓ  મંચ પર આવે અને રામાયણની આરતી ઉતારે.

◆ ત્યારે દોઢ લાખ લોકોની  ભીડમાંથી કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો અને કેટલાક સાધુ સંત તો ઉઠીને જતા રહ્યા, પરંતુ બાપૂએ દલિતો પાસેથી જ આરતી કરાવી.

◆ સૌરાષ્ટ્રના એક ગામમાં બાપૂએ દલિતો  અને મુસલમાનોને મહેમાન બનાવીને રામકથા પાઠ કર્યો. તેઓ એ બતાવવા માંગતા હતા કે રામકથાના હકદાર મુસલમાન અને હરિજન પણ છે.

◆ બાપૂની નવ દિવસીય રામકથાનો ઉદ્દેશ્ય લોકોમાં ધર્મ અને ભારત ના ધાર્મિક વારસાનું નવી પેઢી સુધી પોહચડવાનું સપનું છે.

◆ મોરારીબાપુ રાજનીતિ અને વિવાદો થી દુર રહે છે.બાપુના સાદગી પૂર્ણ જીવનશૈલી ના લીધે અંબાણી પરિવારમાં વિશેષ માન સન્માન આપવામાં આવે છે.

◆  સ્વ ધીરુભાઈ અંબાણીએ જ્યારે જામનગર પાસે ખાવડી નામના ગામે રિલાયંસ રિફાઇનરીની સ્થાપના કરી હતી , ત્યારે મોરારી બાપુની કથાનું આયોજન રાખ્યુ હતુ, ત્યારે તેમણે ધીરુભાઈને એક પ્રેમથી સવાલ  કર્યો હતો ક અંબાણીજી આ લોકો આટલી દૂરથી અહીં કામ કરવા આવશે તો તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે !

આ સવાલ સાથે બાપૂની ઈચ્છા હતી કે ધીરુભાઈ પોતાના કર્મચારીયોને એક સમયનુ ભોજન આપે ત્યારથી રિલાયંસમાં એક સમયનુ ભોજન આપવાની શરૂઆત થઈ. જે આજ સુધી કાયમ છે.

◆ તેઓ કથાના માધ્યમથી માનવ જાતિને સારા કર્યો કરવા પ્રેરિત કરે છે.

◆ સૌથી મોટી ખાસિયત તો એ છે કે તેમની કથામા ન તો ફક્ત વૃદ્ધ સ્ત્રી-પુરૂષો જ હાજર રહે છે, પરંતુ યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહે છે. તેઓ ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ માનવ કલ્યાણને માટે રામકથા કરે છે.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

 

 

Leave a Comment