ગમે તેવી જૂની હઠીલી ધાધર, ખરજવું અને ખંજવાળને જડમૂળથી દુર કરવાનો મફત દેશી ઉપાય, ફક્ત 7 દિવસમાં મળશે ચોંકાવનારું પરિણામ…

આજકાલના ખાનપાનને કારણે ધાધરની સમસ્યા ઘણા લોકોને થાય છે. તેને દૂર કરવા માટે ઘણા ઉપાયો કરે છે. પરંતુ કોઈ પણ પરિણામ મળતું નથી. ઘણી વાર એલર્જીથી પણ થઈ જાય છે, પરંતુ થોડા દિવસોમાં તે ફરી થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાથી હેરાન છો, તો તમારે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે અમે તમારા માટે ખુબ જ સારો ઉપાય લઈને આવ્યા છીએ.

જેની મદદથી તમે જિદ્દીથી જિદ્દી ધાધરને જડમૂળમાંથી દૂર કરી શકશો. આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે એકદમ સસ્તો અને ખુબ જ સરળ ઉપાય છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ધાધર એક એવી સમસ્યા છે, જે શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. જેમ કે, માથા, પગ અથવા ડોક પર થઈ શકે છે, તે ગોળ આકારની હોય છે. જો તમને આ ફંગલ ઇન્ફેકશન છે, તો તમને પણ તે શરીરના કોઈ પણ ભાગમાં લાલ ગોળ આકારનું જોવા મળશે. તે ખુબ જ ઝડપથી ફેલાઈ છે, તે કોઈ પણ જગ્યા પર થયું હોય, તેની આસપાસની જગ્યા પર પણ ઝડપથી ફેલાઈ છે.

ઇન્ફેકશન વધવાથી શરીર પર નાની-નાની ફોડલી પણ જોવા મળે છે અને તેમાં પસ પણ થવા લાગે છે. તેથી જ, આ બીમારીનો સમય રહેતા ઈલાજ કરવો એ ખુબ જ જરૂરી છે, કારણ કે તેનો સમય રહેતા ઈલાજ ન કરવામાં આવ્યો, તો આ બીમારી ગંભીર રૂપ લઈ શકે છે. જે કારણથી તમને ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તમે ડરો નહીં, તે સહેલાઈથી દૂર થઈ શકે છે.

આજે અમે જે ટિપ્સને જણાવી રહ્યા છીએ, તે માટે આપણે ગલગોટાના ફૂલના પાંદડા જોઈશે. લગભગ દરેક સ્ત્રીને એવું લાગતું હોય છે કે, ગલગોટાના ફૂલ માત્ર ઘરની સજાવટ માટે અને હાર ફૂલ માળા બનાવવામાં જ કામ આવે છે. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, તે ધાધર-ખંજવાળ જેવી જિદ્દી બીમારીને  જડમૂળમાંથી દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.

ધાધર અને ખંજવાળ માટે મેરીગોલ્ડ ફૂલ : જી હા મિત્રો, આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ગલગોટાના ફૂલનો ઉપયોગ કરી શકો છો. કારણ કે ગલગોટાના ફૂલમાં ઘણા એન્ટી ફંગલ અને એન્ટી એલર્જીક ગુણ હોય છે, જે ધાધર, ખંજવાળ જેવી સમસ્યાને દૂર કરે છે. આ માટે ધીરજ રાખવી પડશે. તેને ઉપયોગ કરવાની રીત ખુબ જ સહેલી છે અને તેનાથી વર્ષો જૂની ખંજવાળની સમસ્યા ઠીક થઈ શકે છે.

ઉપયોગ કરવાની રીત : સૌથી પહેલા તમે ગલગોટના ફૂલની પાંદડી લો અને તેને પાણીમાં ઉકાળી લો. તેને ઉકાળ્યા પછી પાણીને ઠંડુ થવા દો અને પછી તમારા શરીરમાં જ્યાં પણ ખંજવાળ આવતી હોય તે જગ્યા પર તેને લગાવીને સારી રીતે સાફ કરી લો. અથવા આ માટે તમે ગલગોટાના ફૂલનો રસ કાઢીને પીસીને પેસ્ટ બનાવી લો.

પેસ્ટ બની ગયા બાદ તેને પ્રભાવિત જગ્યા પર લગાવીને સુકાવા માટે રહેવા દો. જ્યારે તે સુકાઈ જાય છે, આ પછી તેને સાફ પાણીની મદદથી ધોઈ લો. માત્ર 7 દિવસમાં જ તમને ધાધર અને ખંજવાળથી મુક્તિ મળી જશે. જો તમને પણ આ સમસ્યા છે, તો આજે જ આ ટિપ્સને અપનાવો.  આમ તમે માત્ર એક ફૂલની મદદથી ધાધર તેમજ ખંજવાળ જેવી સમસ્યાથી રાહત મેળવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment