મફતમાં મળતા આ પાંદડા છે ખુબ જ ચમત્કારિક, નાની મોટી તકલીફો ઘર બેઠા જ મટી જશે. જાણી લો ઉપયોગ કરવાની રીત….

લીંબુનો ઉપયોગ લગભગ દરેક લોકો કરતાં જ હશે. લીંબુનો ઉપયોગ કોઈ પણ એક સમયે કરવો જ જોઈએ. વિવિધ પોષક તત્વોથી સમૃદ્ધ હોવાની સાથે, લીંબુ સ્વાદમાં પણ અદ્દભુત હોય છે. લીંબુ અથવા શિંકંજીની સરબત હોય, શરીરને ઉત્તેજિત કરવા માટે અને ઠંડક પ્રદાન કરવા માટે ફાયદાકારક છે. એટલું જ નહિ, પરંતુ સલાડનો સ્વાદ પણ લીંબુથી જ વધે છે અને લીંબુનો વાળ અને ત્વચા પર ઉપયોગ કરવાથી સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.

લીંબુની છાલ અને તેના બીજના પણ એક અલગ જ ફાયદાઓ છે, જે કારણથી લીંબુને એક સુપર ફૂડ કહેવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તેના પાંદડા સ્વાસ્થ્ય માટે અને ત્વચા માટે ખુબ જ લાભકારી છે. જી હા મિત્રો, લીંબુ જ નહિ, પરંતુ તેના પાંદડાના પણ અનેક હેલ્થ બેનિફિટ્સ છે. આવો જાણીએ લીંબુના પાંદડાના અદ્દભુત ફાયદાઓ વિશે, જેનાથી મોટાભાગના લોકો અજાણ છે.માથાના દુઃખાવા માટે : માથાનો દુઃખાવો એ એક સામન્ય વાત છે. ક્યારેક તણાવ તો ક્યારેક ઊંઘ પૂરી ન થવી અથવા તો કોઈ અન્ય બીમારી, જેમ કે માઈગ્રેનના કારણે પણ માથાનો દુઃખાવો થતો હોય છે. લીંબુના પાંદડા આ સમસ્યાથી છૂટકારો મેળવવામાં ઉપયોગી છે. તેનો ઉપયોગ કરવા માટે લીંબુના પાંદડાનો રસ કાઢીને તેની સુગંધને સુંઘો, તમને જલ્દી જ માથાના દુઃખાવામાં રાહત મળશે. આવું કરવાથી માઈગ્રેનની સમસ્યાથી પણ મુક્તિ મેળવી શકાય છે. આ સિવાય લીંબુના પાંદડાને ઉકાળીને પીવાથી પણ માથાના દુઃખાવામાં રાહત મળે છે.

બીક અને ચિંતાથી મુક્તિ માટે :

લીંબુના પાંદડામાં કેટલાક પોષકતત્વોની સાથે જ એન્ટી સ્પાસ્મોડિક ગુણ પણ સામેલ હોય છે. આ પ્રકારે તે અનિંદ્રા, બીક અને હૃદય રોગ જેવા વિકારોના લક્ષણોથી રાહત કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગ માટે 10 થી 12 લીંબુના પાંદડાને પાણીમાં ઉકાળો અને તેને ગાળીને ચા ની જેમ સેવન કરો. રાત્રે ડિનર પછી અડધી કલાક પછી તેનું સેવન કરવાથી અનિંદ્રા અને ચિંતાથી મુક્ત થવાય છે.પેટના કૃમિને ઠીક કરવા માટે : પેટમાં કૃમિ થવા એ પેટની સમસ્યાઓ માંથી એક છે. પેટના કૃમિ અનેક સમસ્યાઓને જન્મ આપે છે અને પાચનને પણ પ્રભાવિત કરવાની સાથે જ, પેટમાં દુઃખાવાની સમસ્યાને જન્મ આપે છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમે લીંબુના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે લીંબુના પાંદડાનું જ્યુસ કાઢી લો. આ જ્યુસમાં થોડું મધ ઉમેરીને રાત્રે સૂતા પહેલા સેવન કરો. તે પેટના કૃમિ મારવામાં સહાયક છે.

ત્વચાના વિકારોથી મુક્તિ માટે : લીંબુના પાંદડામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. તેથી તેના પાંદડાઓના અર્કનો ઉપયોગ વાતાવરણના કારણે થતી ત્વચાના અનેક વિકારોથી અને આડઅસરોથી છુટકારો મેળવવા માટે થાય છે. સ્કીનની અનેક સમસ્યા જેવી કે, રીંકલ્સ, પિંપલ્સ અથવા તો જીવજંતુઓ કરડવાથી થવા વાળા નુકશાનથી બચાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પાંદડાના રસનો ઉપયોગ સ્કીન પર સીધો જ લગાવવાથી સ્કીનની સમસ્યા દૂર થાય છે. આમ લીંબુના પાંદડાના અર્કનો ઉપયોગ વિવિધ સૌંદર્ય ઉત્પાદનોમાં થાય છે, જેની સ્કીન પર શાંત અસર પડે છે. લીંબુના પાંદડાનો રસ ખીલ, એકને(ચાંદા) પર કરવાથી ખીલ સાથે તેના ડાગ પણ જતાં રહે છે.વજન નિયંત્રણમાં સહાયક : વિવિધ પોષક તત્વોથી ભરપૂર લીંબુના પાંદડાનો રસ નવશેકા પાણીમાં મિક્સ કરવાની સાથે જ, મધ સાથે સેવન કરવાથી વ્યક્તિ વધતાં વજનમાંથી છુટકારો મેળવે છે. આ સિવાય આ પાચનને સુધારીને પેટની ચરબીને પણ ઓછી કરવામાં મદદ કરે છે. વજનને ઓછું કરવા માટે લીંબુના 8 થી 10 પાંદડાના રસને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો અને તેમાં એક ચમચી મધને ઉમેરીને દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો.

આ બધા પોષણ ગુણોથી ભરપૂર લીંબુના પાંદડાનો ઉપયોગ તમે અનેક રીતે કરી શકો છો. પરંતુ તેનો ઉપયોગ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ જરૂરથી લો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment