રસોડામાં રહેલી આ એક વસ્તુ ગાયબ કરી દેશે ગેસ, એસીડીટી, પાચન, કબજિયાત સહિત બવાસીરની સમસ્યા. જાણો ઉપયોગની રીત…

શાકભાજીનો સ્વાદ વધારવો હોય અથવા તો ભોજનમાં રુચિ વધારવી હોય, તો હિંગ લગભગ દરેક રીતે કારગર છે. આપણા ભારતીય ઘરોમાં હિંગનો મસાલાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. હિંગના સેવનથી ગેસ, એસીડીટી, કબજિયાત, બવાસીર, પથરી વગેરેથી મુક્તિ મળે છે. તમને જણાવી દઈએ કે હિંગનો ઉપયોગ શાકભાજી બનાવતા સમયે ગોળની, આદુ અને મધની સાથે પણ કરી શકાય છે.

સિવાય જો તમે હિંગને પાણી સાથે પીવો તો પણ તે તમારા માટે ઉપયોગી છે. પરંતુ આજે અમે હિંગના લેપ વિશે વાત કરીશું. જો શરીર પર હિંગનો લેપ લગાવવામાં આવે તો પણ તમને ઘણી સમસ્યાઓથી મુક્તિ મળે છે. આજે અમે તમને જણાવશું કે હિંગના લેપથી ક્યાંક્યાં ફાયદા થાય છે. સાથે તેનો ઉપયોગ કરવાની રીત વિશે પણ જણાવશું.

1) સામાન્ય રીતે, જો પાચનતંત્રને સારું કરવું હોય, તો નવશેકા પાણીની અંદર થોડી હિંગ નાખીને તેનું સેવન કરવામાં આવે તો, તે ખુબજ ઉપયોગી થાય છે. પરંતુ જો નાભીની આસપાસ હિંગનો લેપ લગાવવામાં આવે, તો પણ પાચનતંત્ર સારું રહે છે. આ સિવાય લિકરિસ (મૂલેઠી), સૂંઠ અને હિંગના મિશ્રણને નાભીની આસપાસ લગાવવામાં આવે તો પાચનતંત્ર સારું રહે છે. આમ પાચન તંત્રની ખરાબી દુર કરવા માટે હિંગનો પ્રયોગ કરી શકાય છે.

2) હિંગના લેપને જો માથા પર લગાવવામાં આવે છે, તો માથાનો દુખાવો દૂર થાય છે. હિંગના લેપને બનાવવા માટે તમે હિંગને પાણીમાં મિક્સ કરીને લેપ તૈયાર કરી લો. આ લેપને તમે માથા પર લગાવી લો. થોડા સમય પછી માથાને ધોઈ લો. આવું કરવાથી માથાના દુખાવામાં તમને આરામ મળશે. આ સિવાય તમે સુતરાઉ કાપડને હિંગ વાળા પાણીની અંદર પલાળીને, તેની પટ્ટીને માથા પર બાંધી શકો છો. આવું કરવાથી પણ માથાના દુખાવામાં રાહત મળે છે.

3) ઘણા લોકોને જમ્યા પછી પેટ ફૂલવાની સમસ્યા હોય છે. આવામાં તમે પેટ પર હિંગને લગાવો એ એક સારો વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે નાના બાળકોને લગભગ પેટ ફૂલવાની સમસ્યા થતી હોય છે. તેના માટે એક ચમચી હિંગ અને પાણીનું મિશ્રણ તૈયાર કરી લો અને તેને નાભીની આસપાસ લગાવી લો અથવા તો નાભીની અંદર ટીપાં નાખી શકો છો. જો તમે આવું કરો છો, તો પેટ ફૂલવાની સમસ્યા ડપથી દૂર થઈ જાય છે. આ સિવાય હિંગનો લેપ લગાવવાથી ગેસની સમસ્યા પણ દૂર થાય છે.

4) જો તમને કાનમાં દુખાવો થઈ રહ્યો છે, તો તમે હિંગનો ઉપયોગ કરી શકો છો. આ લેપ બનાવવા માટે તમે સરસવના તેલમાં હિંગને મિક્સ કરો અને હલકું ગરમ કરો. પછી 1-2 ટીપાં કાનમાં નાખો. આવું કરવાથી કાનમાં દુખાવો થતો બંધ થઈ જાય છે. કાનમાં ઘા, દુખાવો અથવા ચળ આવવા પર તમે હિંગને પાણીની સાથે મિક્સ કરી, ગરમ કરીને કાનમાં 1-2 ટીપાં નાખી શકો છો.

5) બવાસીરથી મુક્તિ મળે છે : બવાસીરની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે હિંગનો લેપ ઉપયોગી છે. તમને જણાવી દઈએ કે આ લેપને પ્રભાવિત સ્થાન પર જ લગાવવો જોઇ અને થોડા સમય પછી સાફ કરી લો. થોડા સમય પછી તમે જોશો કે બવાસીરના ઘા ભરવા લાગે છે એટલે કે દૂર થવા લાગે છે.

આમ તમે હિંગના ઉપયોગથી પેટને લગતી તેમજ માથાના દુખાવાને લગતી સમસ્યાઓમાં રાહત મેળવવા માટે ઉપયોગ કરી શકો છો. હિંગ આ રીતે એક અસરકારક દવા રૂપે કામ કરે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment