સામાન્ય રીતે લોકો ઘરમાં શોપીસ વાળા છોડ અથવા તો ફૂલો ઉગાડવાનું પસંદ કરતા હોય છે. કારણ કે તે ઘરની સુંદરતા વધારે છે. જો કે તમને બગીચામાં રસ છે તો ઘણા એવા છોડ છે જેને તમે ઘરમાં જ ઉગાવી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ એલચીની. જેને તમે ઘરના કુંડામાં સરળતાથી ઉગાડી શકો છો. તે બહુ મોટો છોડ નથી થતો, આથી તેને ઉગાવવા માટે નાના કુંડાનો ઉપયોગ કરી શકો છો. જો કે અમે અહીં નાની એલચી ઉગાવવાની વાત કરી રહ્યા છીએ. નાની એલચીનો ઉપયોગ આપણે રસોઈ તેમજ માઉથ ફ્રેશનરના રૂપે કરીએ છીએ.
ઘણા લોકો એલચીનો છોડ માર્કેટમાંથી તૈયાર લાવીને ઉગાવે છે. તો ઘણા લોકો બીજ નાખીને ઉગાવે છે. જો કે કરીયાણા દુકાને મળતા બીજ સુકાયેલા હોય છે, જેનાથી છોડ નથી ઉગાવી શકાતો, જો તમે બીજનો ઉપયોગ કરીને છોડ ઉગાવવા માંગતા હો તો નવા બીજ ખરીદીને લાવવા પડશે.નવા બીજ સરળતાથી માટીની અંદર અંકુરિત થઈ જાય છે. પણ સુકાયેલા બીજમાં એવું નથી બનતું. આથી જો તમે બીજથી છોડ ઉગાવવા માંગતા હો તો કોઈ નર્સરી અથવા ઓનલાઈન બીજ ખરીદી શકો છો. પરંતુ ઓનલાઈનમાં ક્વોલિટીનું ધ્યાન રાખવું જરૂરી છે.
કુંડામાં માટીની સાથે આ વસ્તુઓને મિક્સ કરો : જો તમને માર્કેટમાંથી બીજ મળી જાય છે તો કુંડામાં છોડ ઉગાવવો સરળ રહેશે. ઘણા લોકો બીજને એર ટાઈટ કન્ટેનરમાં પેક કરીને આખી રાત સૂકવવા મૂકી દે છે. ત્યાર પછી તેનો ઉપયોગ કુંડામાં ઉગાવવા માટે કરે છે. જો કે તમે પહેલી વખત આ પ્રકારનો છોડ ઉગાડી રહ્યા છો તો માર્કેટથી બીજ લઈને આવો, તેને એક ચમચી પાણીમાં સોક થવા માટે મૂકી દો. હવે એક કુંડામાં લાલ અને કાળી માટી મિક્સ કરો.
જો તમારી પાસે લાલ માટી નથી તો ગોબર અને કોકો પીટનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. ધ્યાન રાખો કે માટી સાફ હોય, તેમાં કીડા-મકોડા ન હોય. માટીમાં પાણી છંટકાવ કરો, બીજને અંદર નાખો. હવે ઉપરથી થોડી માટી અને કોકો પીટ મિક્સ કરો, ફરી પાણી નાખો.છોડ ઉગવામાં સમય લાગે છે : 1 ) છોડ અંકુરિત થવામાં 4 થી 6 દિવસ લાગે છે. તે બીજ પર આધાર રાખે છે. છોડ જ્યારે અંકુરિત થઈ જાય તો તેને બહુ અડશો નહિ. પરંતુ સીમિત માત્રામાં સવાર અને સાંજે પાણીનો છંટકાવ કરો. તેમજ જ્યાં સુધી બીજ અંકુરિત થઈને બહાર ન નીકળે ત્યાં સુધી તેનું વિશેષ ધ્યાન રાખો. એ મહિના પછી એલચીનો છોડ સારી રીતે બહાર નીકળી જાય છે.
2 ) દરરોજ સવારના સમયે તેને 2 અથવા 3 કલાક તડકે રાખો. આવું ત્યારે કરવાનું છે જ્યારે બીજ કુંડામાં અંકુરિત થઈને બહાર નીકળી જાય પછી. જો કુંડામાં બીજ છે તો તેને હજુ પણ છાયે રાખો.
3 ) શરૂઆતમાં ખાતરના રૂપમાં કુંડામાં ગોબર સિવાય કોઈ અન્ય વસ્તુઓનો ઉપયોગ ન કરો. છોડ થોડો મોટો થઈ જાય પછી તેમાં હોમમેડ ખાતરનો ઉપયોગ કરી શકો છો.4 ) ઉનાળામાં તેને સવાર સાંજ નિયમિત રૂપે પાણી આપો. એ વાત યાદ રાખો કે એલચીનો છોડ બીજથી ઉગાડવો ખુબ જ મુશ્કેલ છે. આથી તેનું ખાસ ધ્યાન રાખો. એલચી ઉગાવવા માટે મીડીયમ સાઈનું કુંડુ લો, જે બહુ મોટું પણ ન હોય અને નાનું પણ ન હોય. એક માટીમાં એક આંગળી નાખીને ખાડો કરી લો અને તેમાં બીજ નાખો. ત્યાર પછી થોડા દિવસો રાહ જુઓ.
ઉતાવળ ન કરો : જો તમે વિચારી રહ્યા છો કે એલચીનો છોડ ઉગ્યા પછી તેમાં તરત જ ફળ આવવા લાગશે. તો એવું નથી. આ માટે તમારે રાહ જોવી પડશે. જો છોડ યોગ્ય રીતે વધી રહ્યો છે તો તેમાં ફળ આવતા 3 થી 4 વર્ષ થશે. તે તમારી સારસંભાળ પર નિર્ભર રાખે છે.
તમને જણાવી દઈએ કે એલચીનો છોડ લાંબુ જીવે છે. મુખ્ય રૂપે કેરળમાં તેની ખેતી કરવામાં આવે છે. કારણ કે અહીંની જમીન વધુ છાયાદાર છે. જે એલચી માટે બિલકુલ અનુકુળ છે. ચોમાસામાં એલચીનો છોડ ઉગાડવો ખુબ જ સરળ છે. આ માટે છાયાદાર જગ્યા પસંદ કરો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી