વાળ માટે તમે આંબળા, ડુંગળી અને એલોવેરાના જ્યૂસ વિષે તો સાંભળ્યું હશે પણ શું તમે બટેટા અને કીવીના જ્યૂસ વિષે ક્યારેય સાંભળ્યું છે ? કીવી વિટામીનથી ભરપૂર ફ્રુટ છે તેના કારણે વાળનો ઝડપથી વિકાસ થાય છે, જયારે બીજી તરફ બટેટામાં વિટામીન બી, સી, ઝીંક, નીયાસીન અને આયર્ન હોય છે જે વાળના મૂળમાં પોષણ આપે છે.
કીવી તમારી રોગપ્રતિકારક શકિત વધારે છે અને વાળને ખરતા અટકાવે છે અને બટેટા એક ક્લીનીંગ એજન્ટની જેમ કામ આપે છે તે વાળને મૂળમાંથી સાફ ક્રરે છે તથા ઇન્ફેકશન અને ખોડાથી બચાવે છે. આ રીતે કીવી અને બટેટા વાળ માટે ઘણી રીતે ફાયદાકારક છે. આજે અમે તમને કીવી અને બટેટાના જ્યૂસના ફાયદા તથા રેસીપી વિષે જણાવીશું.
વાળ માટે ઉપયોગી બટેટા અને કીવીનું જ્યૂસ : વાળ માટે બટેટા અને કીવીનું જ્યૂસ હેર ગ્રોથ બુસ્ટર તરીકે વર્તશે, જે વાળમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે તથા વાળને કાળા અને લાંબા બનાવે છે. તમે આ જ્યૂસને ઘરે આસાનીથી બનાવી શકો છો, ચાલો જાણી લઈએ બનાવવાની રીત વિષે.
જ્યૂસ બનાવવા તમારે જોઈશે 2 કીવી અને એક મોટું બટેટું. બંને ને છીલીને કાપી લેવા ત્યારબાદ મીક્ષરમાં જ્યૂસ બનાવી લેવું. હવે તેને એક ગ્લાસમાં કાઢી થોડું મીઠું અને લીંબુ નાખી લેવું. હવે તમે તેમાં બરફ નાખીને અથવા બરફ વગર પી શકો છો.
તમારે દરરોજ 3 મહિના સુધી જ્યૂસને દિવસમાં ગમે તે સમયે 1 વાર જરૂર પીવું. થોડાં જ દિવસોમાં તમારા વાળ મજબૂત થશે, ખરતા અટકશે તથા સફેદ વાળ પણ કાળા અને જાડા બનશે.
વાળ માટે ઉપયોગી કીવી અને બટેટાના જ્યૂસના ફાયદા : 1) વાળનો ગ્રોથ વધારે છે : વાળના વિકાસમાં વિટામીન ઈ સૌથી ઉપયોગી તત્વ છે, કીવી વિટામીન ઈ થી ભરપૂર છે તે વાળની લંબાઈ વધારવામાં મદદરૂપ છે. બીજી બાજુ બટેટા વાળને મૂળમાં પોષણ પૂરું પાડે છે. આ રીતે જ્યૂસ વાળને મૂળમાંથી મજબૂત અને ચમકદાર બનાવે છે.
2) વાળ ખરતા અટકાવે છે : વિટામીન સી વાળને ખરતા અટકાવવામાં જરૂરી છે, જે કીવીમાંથી મળી રહે છે. આ સિવાય કીવીમાં ઝીંક, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયર્ન જેવા તત્વો રહેલા છે જે વાળના મૂળને પોષણ આપી ખરતા અટકાવે છે.
3) વાળને કાળા બનાવે છે : આજકાલ મોટા ભાગના લોકોના વાળ નાની ઉમરમાં સફેદ થવા લાગ્યા છે, આ સમસ્યાના ઉપાય તરીકે કીવી અને બટેટાનું જ્યૂસ તમે રહેલા એન્ટી-ઓક્સીડન્ટ ગુણની મદદથી વાળને સફેદ થતા અટકાવે છે. આ બંને વાળને પોષણ પૂરું પાડે છે અને કાળા રાખવામાં મદદ કરે છે.
4) ખોડાની સમસ્યા દૂર કરે છે : કીવી અને બટેટાનું જ્યૂસ દરરોજ પીવાથી ડ્રાય સ્કેલ્પની સમસ્યા દૂર થાય છે, તમારા વાળના મુળિયાનો ભાગ જેટલો ડ્રાય રહેશે એટલી ખોડાની સમસ્યા વધશે. માટે કીવી અને બટેટામાં રહેલા વિટામીન ઈ, સી બી, ઝીંક અને આયર્ન વાળમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને વાળને ખોડાથી બચાવે છે.
5) સ્કેલ્પમાં કોલોજ્ન વધારે છે : દરરોજ કીવી અને બટેટાનું જ્યૂસ પીવાથી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન અને કોલોજ્ન વધે છે જે વાળના ગ્રોથમાં ખૂબ ઉપયોગી છે અને વાળને કાળા રાખે છે.
તો આ રીતે તમે દરરોજ કીવી અને આદુંના જ્યુસનું સેવન કરીને તેના ફાયદા મેળવી શકો છો, આ સિવાય તમે તેને વાળમાં લગાવી પણ શકો છો. પરંતુ પીવાના કારણે વાળની સાથે તમારી ત્વચાને પણ ફાયદો મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી