શું તમે જાણો છો મૃત્યુ બાદ પણ કોઈ વ્યક્તિ આપણી સાથે કરી શકે છે વાત.…. જાણો આ લેખમાં…

શું તમે જાણો છો મૃત્યુ બાદ પણ કોઈ વ્યક્તિ આપણી સાથે કરી શકે છે વાત.…. જાણો એક આ લેખમાં…

વ્યક્તિ ક્યારે મૃત્યુ પામે છે તેની સાથે ઘણા બધા તથ્યો અને રહસ્યો જોડાયેલા છે. જન્મ અને મૃત્યુ બે એવી વસ્તુ છે કે જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી. અત્યાર સુધી મૃત્યુ પર ઘણા તારણો આપવામાં આવ્યા છે. જેમાં અનેક તર્ક અને વિતર્ક હતા. પરંતુ આજે અમે તમને થોડી એવી માહિતી જણાવશું, જેને જાણીને તમે હેરાન રહી જશો.

18મી સદીમાં હૃદય અને લંગ્સના ફંકશન જજ કરી શક્યા ન હતા એટલા માટે જેને ફેફસાનો પ્રોબ્લેમ હોય અથવા કોઈ તેને લગતી બીમારી હોય તો લોકો વ્યક્તિને મૃત સમજતા. અને જાહેર કરી દેતા કે આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે. પરંતુ ખરેખર તે બીમારી સામે લડતો હોય પરંતુ કોઈ શોધ થઇ ન હતી એટલા માટે લોકોને તેના વિશે જાણ પણ ન હતી. જેના કારણે ઘણા જીવિત લોકો પણ મૃત્યુ પામતા હતા.

પરંતુ 19 મી સદીમાં એવું તારણ સામે આવ્યું કે જ્યારે વ્યક્તિના મગજની ગતિવિધિઓ બંધ થઇ જાય ત્યારે વ્યક્તિના જીવનનો અંત સમજવામાં આવતો હતો. પરંતુ આગળ જતા વિજ્ઞાને જણાવ્યું કે જ્યારે વ્યક્તિના શરીરના દરેક ફંકશન કાર્ય કરવાનું બંધ કરી દે છે ત્યારે માણસનું મૃત્યુ થયું ગણાય છે.

મિત્રો વિજ્ઞાને એ વાતનો અંદાજો તો લગાવી લીધો છે કે આપણું મૃત્યુ ક્યારે થયું ગણાય. પરંતુ વિજ્ઞાન પાસે એ વાતનો કોઈ ચોક્કસ જવાબ નથી કે મૃત્યુ બાદ વ્યક્તિનું શું થાય છે. શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે આપણા શરીરની અંદર એક ઉર્જા હોય છે જે શરીરમાંથી નીકળી જાય (જેને આપણી સાદી ભાષામાં પ્રાણ કહીએ છીએ) ત્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે અને તે ઉર્જા છે આપણી આત્મા.

કહેવાય છે કે જ્યારે આપણા શરીરમાંથી આત્મા નીકળી જાય, ત્યારે આપણું શરીર મૃત્યુ પામે છે અને આત્મા બીજા ડાઈમેન્શનમાં એટલે કે બીજા આયામમાં જતી રહી છે. અથવા કોઈ અન્ય જીવમાં પ્રવેશ કરીને આત્મા ફરી કોઈ શરીરને ધારણ કરે છે. જ્યારે વિજ્ઞાન અમુક હદ સુધી આ વાતને સત્ય નથી માનતી. તમને જણાવી દઈએ કે બ્રહ્માંડના એવા ઘણા રહસ્યો એવા છે જેને વિજ્ઞાન હજુ સુધી સમજી શક્યું નથી.

કોઈ મૃત્યુ પામે એટલે આપણે મૃત વ્યક્તિ પાછળ શોક મનાવતા હોઇએ છીએ. કારણ કે ત્યારે તે વ્યક્તિ આપણને ક્યારેય જીવનમાં બીજી વાર જોવા મળતી નથી. તેથી તેના જવાથી તેના સ્નેહીજનો અને મિત્રોને દુઃખ થતું હોય છે. પરંતુ શું તમે એ વાત પર વિશ્વાસ કરી શકો મૃત્યુ બાદ પણ વ્યક્તિની આત્મા તેના સ્નેહીજનો કે મિત્રોનો સંપર્ક પણ કરી શકે છે. પરંતુ આજે અમે એક એવી સત્ય ઘટના જણાવીશું કે જેને જાણ્યા બાદ તમે પણ આ વાત પર વિચારવા માટે મજબુર બની જશો.

આ ઘટના પીન્સીલવિનેયા ટીમ હાર્ટ (Tim hart) સાથે બની હતી. આપણે બધા ઈ-મેઈલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ તમને ક્યારેય મૃત વ્યક્તિનો ઈ-મેઈલ આવ્યો છે ? કદાચ નહિ. પરંતુ ટીમ સાથે તેવું બન્યું હતું.

એક જેક ફ્રોઇશ (jack froese) નામના વ્યક્તિનું મૃત્યુ વર્ષ 2011 ના જુન મહિનામાં થયું હતું. જેક એક ગંભીર બીમારીથી પીડાતો હતો, જેના કારણે માત્ર 32 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું. તેથી જેકના પરિવારજનો અને મિત્રોને ખુબ જ આઘાત લાગ્યો અને જેકના મૃત્યુનું દુઃખ થયું. જો કે ટીમ જેકનો ખાસ મિત્ર હતો એટલે ટીમ પણ જેકના મૃત્યુથી ખુબ જ દુઃખી હતો.

પરંતુ જેકના મૃત્યુના 5 મહિના બાદ એક દિવસ ટીમને જેકના ઈ-મેઈલ અકાઉન્ટ પરથી મેઈલ આવ્યો. જેનું ટાઈટલ હતું, I am watching (હું તને જોઈ રહ્યો છું) અને તેમાં મેસેજમાં પણ લખ્યું હતું કે Did you hear me, I am at your house, clean your attic. (જેનો અર્થ છે. તું મને સાંભળે છે, હું તારા ઘરમાં છું, તું તારા એટીક સાફ કર.)

આ મેઈલ જોઈ ટીમને કંઈ સમાજમાં ન આવ્યું કે આવું કંઈ રીતે બની શકે, જેકના મૃત્યુ બાદ જેકના અકાઉન્ટ પરથી મેઈલ કંઈ રીતે આવી શકે ! એટલું જ નહિ, આ રીતે એક મેઈલ તેના કઝીન જીમ્મી મેકગ્રો (Jimmy mcgraw) ને પણ આવ્યો હતો. જેમાં લખ્યું હતું,  “હેય જીમ તું કેમ છે ? મને ખબર છે તારો પગ તૂટવાનો છે, મેં ચેતવણી આપવાની કોશિશ કરી છે. તું સાવધાન રહેજે.

અને પાછું બન્યું પણ એવું કે સાચે થોડા દિવસો બાદ જીમ્મીનો પગ ભાંગ્યો. તમને જણાવી દઈએ કે આ મેઈલની તપાસ કરવામાં આવી તો તેવી જાણ થઇ કે આ કોઈ ફેક મેઈલ આઈડી પણ ન હતું. આ જેકનું જ મેઈલ આઈડી હતું. એટલું જ નહિ, પરંતુ જેક સિવાય કોઈ પણ વ્યક્તિને તેના પાસવર્ડની ખબર પણ ન હતી. એવું પણ સામે આવ્યું કે કોઈએ પણ તેનું એકાઉન્ટ હેક કર્યું ન હતું. તો વિશ્વાસ ન આવે તેવી ઘટના બની કે કંઈ રીતે જેક મૃત્યુ બાદ પણ તેના મિત્રને મેઈલ કરી શકે ! ત્યાર બાદ તે લોકોએ તે મેઈલ આઈડી પર સામેથી મેસેજ કર્યો અને વધારે જાણવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમને સામેથી કોઈ રીપ્લાય મળ્યો નહિ. આવી ઘટનાઓ આપણને જન્મ અને પૂનર્જન તેમજ આત્માઓ પર વિચાર કરતા રાખી દે છે. જેને વિજ્ઞાન પણ નજર અંદાજ નથી કરું શકતું. કારણ કે બ્રહ્માંડમાં એટલી માયાજાળ છે કે જેને મનુષ્ય ક્યારેય નહિ સમજી શકે. આપણા માનવા ન માનવાથી સત્ય બદલાઈ જતું નથી.

તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો તમે આવું ક્યારેય સાંભળ્યું છે ?

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment