ડાયટ પ્લાન કરવાથી પડી શકે છે શરીરના અંગ ખોટા… જાણો આ માહિતી, નહિ તો પસ્તાશો…

ડાયટ પ્લાન કરવાથી પડી શકે છે શરીરના અંગ ખોટા… જાણો આ માહિતી, નહિ તો પસ્તાશો…

મિત્રો વજન જરૂરીયાત કરતા વધી જવું તે સમસ્યા આજના સમયમાં સામાન્ય થઇ ગઈ છે. સુવિધાઓ ભોગવવાના ચક્કરમાં અને બદલાતી જીવનશૈલીના કારણે લગભગ લોકોએ મોટાપા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. એટલું જ નહિ લોકો પોતાનું વજન ઘટાડવા માટે ઘણું બધું કરતા હોય છે. કોઈ અલગ અલગ નુસ્ખા જણાવે તો તરત જ તેના પર લોકો અમલ કરી બેસતા હોય છે.

તેવી જ રીતે ઘણા લોકો વજન ઘટાડવા માટે પોતાના ખોરાક પર નિયંત્રણ રાખતા હોય છે. તેમજ ઓછો ખોરાક લેવાનું શરૂ કરી દેતા હોય છે. તો ઘણા લોકો ફ્રેશ ડાઈટ અથવા લીક્વીડ ડાઈટનો સહારો લેતા હોય છે. જો તમે અથવા તમારી આસપાસ પણ કોઈ એવી વ્યક્તિ છે જે આ રીતે ડાઈટ કરતા હોય અથવા તો કરવાનો વિચાર હોય તો તેના માટે આજનો આ લેખ અવશ્ય વાંચવો જોઈએ.

આજે અમે તમને એક મહિલાની એક એવી સત્ય ઘટના વિશે કે જેણે પોતાનું વજન ઘટાડવા માટે ડાઈટીંગનો સહારો લીધો અને હંમેશા માટે તે મહિલાના શરીરનું એક અંગ બેકાર થઇ ગયું. તો ચાલો જાણીએ કોણ છે તે મહિલા અને શું થયું તેની સાથે.

આ વાત ઇઝરાયેલની છે. ઈઝરાયેલની એક સમાચાર ચેનલ મુજબ એક 40 વર્ષની મહિલાને હાલમાં જ એક ટેલ એવીવ નામના એક મેડીકલ સેન્ટરમાં ભરતી કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તપાસ કરી તો સામે આવ્યું તે મહિલા છેલ્લા ત્રણેક અઠવાડીયાથી સુધી સ્ટ્રીકટ જ્યુસ ડાઈટનો સહારો લીધો હતો. જેના કારણે તે મહિલાના મગજને ઘણું નુકશાન થયું છે.

તમને જણાવી દઈએ કે તે મહિલાએ ડાઈટ શરૂ કરતા પહેલા ઘણી થેરાપીની પણ શરૂઆત કરી હતી. તે થેરાપી દરમિયાન તે મહિલાને માત્ર જ્યુસ અને પાણી પીવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તે કર્યું પણ ખરા. પરંતુ તેના કારણે તે મહિલાના શરીરમાં મીઠાનું અસંતુલન બગડવા લાગ્યું, જેના કારણે તેનું વજન 40 કિલોથી પણ ઓછું થઇ ગયું.

તપાસ બાદ ડોક્ટરને જાણ થઇ કે તે મહિલાને હોઈપોનાટ્રેમિયાની સમસ્યા થઇ ગઈ છે. આ સમસ્યાને મેડીકલ સાયન્સમાં વોટર ઇંટોકસીકેશન કહેવામાં આવે છે. આ સમસ્યા ત્યારે ઉદ્દભવે છે જ્યારે બ્લડ સેલ્સમાં સોડીયમની માત્ર ઘટી જાય છે. આ સાથે આ સમસ્યા તે લોકોમાં પણ જોવા મળે છે જે લોકો જરૂરથી વધારે પાણી પીવે છે. આ સાથે ડોકટરે જણાવ્યું કે તે મહિલાએ વધારે જ્યુસ ડાઈટ કરી તેના કારણે તેનું મગજ હંમેશા માટે ડેમેજ થઇ ગયું છે.

અત્યારે મહિલાનો ઈલાજ ચાલુ છે પરંતુ બીજી તરફ ડોક્ટરને એ ડર પણ સતાવે છે કે લાંબા સમય સુધી કુપોષણ અને જરૂરત કરતા વધારે લીક્વીડના સેવનના કારણે મહિલાના મગજને સ્થાયી રૂપે મગજમાં ક્ષતિ થઇ શકે છે. પરંતુ આ વાતની જાણ ત્યારે જ થશે જ્યારે તે મહિલાની સ્થિતિ સ્થિર થઇ જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ રીતે સ્ટ્રીક જ્યુસ અને અન્ય આહાર ક્યારેક ક્યારેક ડીટોક્સ અથવા વજન ધટાડવા માટેનો સૌથી ઝડપી ઉપાય બની શકે છે. તમે જમવાનું ખુબ ઘટાડીને અથવા જરૂરત કરતા વધારે પ્રવાહી લઈને તમારું વજન ઘટાડી શકો છો. પરંતુ આટલી હદે ડાઈટ કરવાથી વજન તો ઘટી જશે. પરંતુ તમારા શરીરમાં અન્ય ઘણી સમસ્યાઓ પણ થશે. માટે તમે ગમે તેવી ડાઈટીંગ કરો પરંતુ શરીરની જરૂરીયાત પ્રમાણે બધા પ્રોટીન અને વિટામીન મળી રહે તે માટે તમારે ભોજન તો કરવું જ પડશે. તમે માત્ર ફળ, જ્યુસ કે લીક્વીડ પર રહેશો તો શરીરને ભારે નુકશાન થશે.

મોટા ભાગે લોકો ડાયટની વગેરે સલાહ આપતા હોય છે. પરંતુ મિત્રો ડોક્ટરની યોગ્ય સલાહ લઈને જ હંમેશા ડાયટ પ્લાનિંગ કરવું જોઈએ. તેનાથી તમારા સ્વાથ્યને નુકશાન નહિ થાય અને પોષણ પણ યોગ્ય મળતું રહે છે. એટલા માટે મેગેઝીન અને ટીવીમાં બતાવવામાં આવતા ડાયટ પ્લાન બને ત્યાં સુધી ન અપનાવવા જોઈએ. અને યોગ્ય ડોક્ટરની સલાહ લઈને જ ડાયટ કરવું જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment