રોટલીનો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, દુર કરી દેશે શરીરની અનેક બીમારીઓ અને ભરી દેશે ગજબની તાકાત. જાણો આ સ્વાદિષ્ટ રોટલીના અદ્દભુત ફાયદા…

ભારતીય સંસ્કૃતિમાં શુભ પ્રસંગોમાં ગોળથી મોઢું મીઠું કરવામાં આવે છે, ઉપરાંત દરેક ગામડાં-શહેરમાં અલગ અલગ વાનગીઓમાં ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાના જમાનામાં સવારે ગોળની રોટલી બનાવવામાં આવતી, જે ખાવામાં સ્વાદિષ્ટ અને ખૂબ સ્વાસ્થ્ય ઉપયોગી છે.

ગોળની રોટલીમાંથી વિટામીન કે, ઈ, સી, બી 3 અને મેગ્નેશિયમ, સોડિયમ, ઝીંક, ફોસ્ફરસ, ફાઈબર, પ્રોટીન વગેરે જેવા જરૂરી પોષકતત્વો મળે છે. ગોળની રોટલીનો સ્વાદ ચાખ્યા વગર અને તેના ગુણને જાણ્યા વગર તેના ફાયદા સમજવા શક્ય નથી. આ લેખમાં અમે તમને ગોળની રોટલી બનાવવાની રીત તથા તેના ફાયદાઓ વિષે જણાવીશું.

ગોળની રોટલી બનાવવાની રીત અને સામગ્રી : ગોળની રોટલી બનાવવા તમારે જરૂરી સામગ્રી ગોળ, લોટ, વરીયાળી, ઘી અને પાણી. 

 એક વાટકામાં ગોળનો પાવડર અને અડધો કપ પાણી લ્યો. બંને ને યોગ્ય રીતે મિક્ષ કરી અલગ મૂકો. હવે  વાસણમાં લોટ, ગોળનો પાવડર, ઘી અને વરીયાળી લઈ લોટ બાંધી લેવો, લોટને ત્યાં સુધી બાંધો કે થોડો ચીકણો થઈ જાય. ગોળના કારણે લોટ થોડો ચીકણો લાગશે પણ તે બરાબર જ છે. હવે રોટલી વણીને પેન પર શેકવા મૂકો, તમારા પરોઠા થોડાં સ્ટફડ પરોઠા કરતા સાઈઝમાં થોડા મોટા બનશે.તેને તમે ઘી થી શેકી શકો છો. હવે તમારી ગોળની રોટલી તૈયાર છે, તેને તમે દહીં સાથે પણ ખાય શકો છો.

ગોળની રોટલીમાંથી મળતા પોષકતત્વો : ગોળની રોટલી નાના બાળકોથી માંડીને વૃધ્ધો સુધી કોઈ પણ ખાઈ શકે છે, ઉપરાંત તે ગર્ભવતી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. જો તમે બિમાર છો અને જલ્દીથી સજા થવા માંગો છો તો ગોળની રોટલી ખાવાથી ઝડપથી ફાયદો થશે. ગોળની રોટલીમાં અંદાજીત 65 % વિટામીન બી1, બી2 અને 49 % વિટામીન બી6, 80% પોટેશિયમ અને 33% કાર્બસ હોય છે. આ સિવાય ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ, સોડિયમ, ઝીંક, ફોસ્ફરસ અને આયર્ન જેવા તત્વો રહેલા છે.

ગોળની રોટલી ખાવાથી થતા ફાયદા : 1) બદલતી ઋતુ સાથે વાઈરલ ઇન્ફેકશનનું જોખમ વધી જાય છે, આ સમયે ગોળની રોટલી ખાવાથી રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે.
2) ઘણા લોકોને પેટથી જોડાયલી અલગ અલગ સમસ્યાઓ રહેતી હોય છે જેમ કે ગેસ, એસીડીટ, કબજિયાત આવી સમસ્યાઓમાં ગોળની રોટલીનું સેવન કરવું જોઈએ, તેનાથી પાચનશકિતમાં વધારો થાય છે.

3) ગોળ રીફાઇન્ડ શુગર કરતા સ્વાસ્થ્ય માટે વધુ સારો છે, જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમને દિવસમાં એક વાર ગોળની રોટલી ખાવી જોઈએ જેનાથી વજન વધશે નહી.
4) ગોળની રોટલી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે જેના કારણે તમને જલ્દી ભૂખ લાગતી નથી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment