મિત્રો આપણે જાણીએ છીએ કે લસણનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. પણ અમુક લોકોએ લસણનું સેવન કરતા પહેલા વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જે લોકો અમુક બીમારીના શિકાર હોય તેમણે લસણનું સેવન માર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ. અને જો તે લસણનું સેવન વધુ પ્રમાણમાં કરે છે તો તેની સમસ્યા વધી શકે છે.
ભારતીય રસોઈમાં લસણનો ખૂબ વધારે ઉપયોગ કરવામાં આવે છે. ભોજનમાં લસણ નાખવાથી તેનો ઘણો વધી જાય છે. લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, ખાસ કરીને શિયાળામાં તેને ખાવું તમારી બોડી માટે સારું ગણવામાં આવે છે. લસણને શિયાળાનું સુપરફૂડ ગણવામાં આવે છે.આમતો, લસણ ખાવું બધા માટે ફાયદાકારક હોય છે. પરંતુ અમુક લોકોએ તેનુ સેવન ન કરવું જોઈએ. તો આવો જાણીએ ક્યાં લોકો માટે લસણ ખાવું નુકસાનદાયક થઈ શકે છે. લસણ ઇમ્યુનિટી માટે સારું ગણવામાં આવે છે, માટે જ શિયાળામાં તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. લસણના બીજા પણ ઘણા ફાયદા છે. પરંતુ બધા માટે લસણ ખાવું ફાયદાકારક હોતું નથી.
ક્યાં લોકોએ ન કરવું જોઈએ લસણનું સેવન:- જે લોકોને એસિડિટીની સમસ્યા હોય, તેમને લસણ ખાવાથી છાતીમાં બળતરા થઈ શકે છે. એવામાં તેમણે તેનાથી બચવું જોઈએ. તે સિવાય એસિડિટીથી પરેશાન લોકોએ ખાલી પેટ લસણનું સેવન બિલ્કુલ પણ કરવું જોઈએ નહીં. જો તમારું પેટ ખૂબ વધારે નબળું હોય અને કઇં પણ ખાવાથી તરત જ ખરાબ થતું હોય, તો તમારે લસણનું સેવન કરવું જોઈએ નહીં, તેનાથી તમારી સમસ્યા વધી શકે છે.જો તમને શ્વાસ અને શરીરમાંથી પરસેવાની ગંધ આવવાની સમસ્યા હોય તો તમારે લસણનું સેવન બિલ્કુલ પણ કરવું જોઈએ નહીં. તેનાથી સમસ્યા વધી શકે છે. જો તમે લોહીને પાતળું કરનારી દવાઓનું સેવન કરી રહ્યા હોય તો તમારે લસણનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ.
લસણના ફાયદા:- લસણ બધા માટે ખરાબ કે હાનિકારક હોતું નથી. લસણ એવા લોકો માટે ખૂબ સારું છે જેમને કોઈ મોટી સ્વાસ્થ્યને લગતી બીમારી ન હોય. તે ઇમ્યુનિટીમાં સુધારો કરે છે અને હાઇ બ્લડ પ્રેશરને ઘટાડે છે તેમજ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં પણ મદદ કરે છે. લસણમાં એન્ટિ બાયોટિક ગુણ પણ હોય છે જે ઇન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે.કાચું લસણ ખાવું હોય છે ફાયદાકારક:- લસણનો ઉપયોગ મોટા ભાગે રસોઈની વસ્તુઓમાં કરવામાં આવે છે. પરંતુ જો તમે તેનો ફાયદો ઉઠાવવા માંગતા હોય તો, તેને કાચું ખાવું, લસણને વધારે તાપમાને પકવવાથી તેમાં જોવા મળતા એંટીઓક્સિડેંટ મરી જાય છે. માટે જો લસણના ફાયદાઓનો લાભ લેવા માંગતા હોય તો તેને 60 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાને ન પકવવું જોઈએ. આમ લાસંનુંસ સેવન અમુક લોકો માટે હાનીકારક સાબિત થઇ શકે છે. જયારે અમુક લોકો માટે લસણનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી