કિડનીમાં ચોટેલા ઝહેરીલા પદાર્થોને બહાર કાઢવા ખાવા લાગો આ 8 વસ્તુઓ… ક્યારેય નહિ થાય કિડનીની કોઈ પણ બીમારી…

આજના સમયમાં કિડનીને લગતી સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળે છે. જેનું કારણ કદાચ આપણી ખરાબ ખાણીપીણી હોય શકે છે. આથી શરીરમાં દરેક પોષક તત્વોનું બેલેન્સ જળવાઈ રહેવું ખુબ જ જરૂરી છે. આ માટે તમે અમુક શાકભાજીનું સેવન કરીને કિડની સ્વાસ્થ્ય જાળવી શકો છો.

કિડની શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. શરીરમાં તેનું કામ તમારા લોહી માંથી ગંદા પદાર્થો, વધારાનું પાણી અને અશુદ્ધિઓને ફિલ્ટર કરવાનું છે. કિડની આ ગંદા પદાર્થોને પેશાબ વાટે બહાર કાઢવાનું કામ કરે છે. શરીરમાં બે કિડની હોય છે, પરંતુ માનવામાં આવે છે કે, એક કિડનીના સહારે પણ સ્વસ્થ જીવન જીવી શકાય છે. પરંતુ બંને કિડની ખરાબ થાય તો જીવન માટે જોખમ પણ ઊભું થઈ શકે છે.

શરીરની ગંદકી બહાર કાઢવા સિવાય કિડનીનું કામ શરીરમાં પીએચ, સોલ્ટ અને પોટેશિયમ લેવલને રેગ્યુલેટ રાખવાનું છે. કિડનીઓ વિટામિન ડી ના એક રૂપને સક્રિય કરવા માટે જવાબદાર છે, જે તમારા શરીરને હાડકાના નિર્માણ અને માંસપેશીઓના કાર્યને સ્વસ્થ કરવા માટે કેલ્શિયમને અવશોષિત કરવામાં મદદ કરે છે.

હાઈડ્રેટેડ રહેવાથી અને સોડિયમ અને મીઠાવાળી વસ્તુઓના ઓછા સેવનથી કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. જંક ફૂડ અને ખોટી ખાણી-પીણીની આદતોથી છૂટકારો મેળવો. કારણ કે તે તમારી કિડનીને ખરાબ કરી શકે છે. ઘરનું બનેલું ભોજન એ લોકો માટે સૌથી સારો વિકલ્પ છે જેમને કિડનીની બીમારીનો ઈલાજ ચાલી રહ્યો હોય. આજે અમે તમને કેટલીક એવી શાકભાજી વિશે જણાવશું, જે કિડનીમાં જામેલી ગંદકી બહાર કાઢીને તેને સ્વસ્થ અને મજબૂત કરી દેશે.

પાલક : આ પાંડદાવાળી લીલી શાકભાજી વિટામિન એ, સી, કે અને ફોલેટનો સારો એવો સ્ત્રોત છે. વિભિન્ન અધ્યયનો પરથી જાણવા મળે છે કે, પાલકનાં નિયમિત સેવનથી કિડનીમાં જામેલી ગંદકીને બહાર કાઢવામાં અને તેને સ્વસ્થ રાખવામા મદદ મળી શકે છે. સાથે જ તેના સેવનથી કિડનીની બીમારીઓથી પણ બચી શકાય છે.

લાલ શિમલા મરચું : લાલ શિમલા મરચામાં પોટેશિયમની માત્રા ઓછી હોય છે. આ શાકભાજી શક્તિશાળી એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન સી અને વિટામિન એની સાથે સાથે વિટામિન બી-6, ફોલિક એસિડ અને ફાઇબરથી ભરપૂર છે. લાલ શિમલા મરચામાં એક એન્ટી ઓક્સીડેન્ટ લાઈકોપીન પણ હોય છે. જે અમુક પ્રકારના કેન્સરથી બચાવે છે.

ડુંગળી : ડુંગળીમાં ક્વેરસેટિન જેવા ફ્લેવોનોઇડ્સ હોય છે, જેમાં મજબૂત એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. તેમાં પોટેશિયમની માત્રા ઓછી હોય છે. તેમાં ક્રોમિયમ હોય છે, જે ફૈટ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેડના ચયાપચયમાં મદદ કરે છે.

કેળ : કેળ તમારી કિડની માટે સારી છે. કારણ કે તે ઓછા પોટેશિયમ વાળું ભોજન છે. વિભિન્ન શોધ મુજબ, કેળ વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને અન્ય મિનરલ્સથી ભરપૂર હોય છે. જે કિડનીના સ્વસ્થ કાર્ય માટે મહત્વપૂર્ણ છે.

લસણ : લસણને મૂત્રવર્ધક ગુણોને કારણે કિડની માટે સારું ગણવામાં આવે છે. તે એક એન્ટી ઓક્સીડેન્ટનું પાવરહાઉસ છે જે સોજા મટાડે છે. તેને ઘણા પ્રકારના વ્યંજનોમાં ઉપયોગમાં લઈ શકાય છે.

ફુલાવર : ફુલાવર એક એવું સુપરફુડ છે જે વિટામિન સી, ફોલેટ અને ફાઇબરનો ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. તે કિડનીના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.

કોબીજ : કોબીજમાં ફાઇટોકેમિકલ્સ હોય છે, જે કેન્સર જેવી બીમારીઓને કારણે થતાં ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. તેમાં પોટેશિયમની માત્રા પણ સાવ નહિવત હોય છે.

શતાવરી : શતાવરી ઓછી કેલેરી વાળું ભોજન છે. તેમાં વિટામિન એ, સી, ઈ, કે અને ફાઈબર જેવા તત્વો રહેલા છે. તે કિડની અને મૂત્રાશયની પથરી રોકવામાં મદદ કરે છે. આમ આ વસ્તુઓના સેવનથી તમે કિડનીને લગતી બીમારીથી બચી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment