આ છે ચામડીના અસાધ્ય રોગોને મટાડવાનો દેશી અને અકસીર ઈલાજ, મફતમાં જ ચામડીના 5 રોગોને દુર કરી ત્વચાને કરી સાફ, સ્વસ્થ અને એકદમ સુંદર…

મિત્રો તમે કદાચ કપૂરનો વધુ પડતો ઉપયોગ મંદિરમાં પૂજા, આરતી કરવામાં કરતા હશો. પરંતુ તમને જણાવી દઈએ કે, તમે કપૂરનો લેપ બનાવીને તેને શરીરની અનેક સમસ્યાઓ દુર કરવામાં ઉપયોગમાં લઈ શકો છો. ચાલો તો આ લેખમાં આપણે કપૂરના લેપના ઉપયોગથી કંઈ કંઈ બીમારીઓને દુર કરી શકીએ છીએ તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

કપૂર એ સદીઓથી આપણા દાદી-નાનીના જુના નુસ્ખાના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. વાસ્તવમાં તેની પાછળ એક મોટું કારણ એ છે કે, કપૂરમાં ઘણા એન્ટી બેકટેરીયલ અને એન્ટી સેપ્ટિક ગુણ રહેલા છે. સાથે જ તેના એન્ટી ઇન્ફલેમેટરી ગુણ એટલે કે દુખાવાને દુર કરવામાં મદદ કરે છે. આજે અમે તમને કપૂરના ઉપયોગ અને ફાયદાઓ વિશે જણાવશું. શરીરની ઘણી બીમારીઓ દુર કરવા માટે કપૂરનો લેપ બનાવીને ઉપયોગ કરવામાં આવે છે. આ લેપને તમે જલન, દુખાવો અને ખંજવાળ દુર કરવામાં ઉપયોગ કરી શકો આ સિવાય પણ કપૂરના ઘણા ફાયદાઓ છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી…

ધાધર : ધાધર તેમજ ખંજવાળ કોઈ પણને ખુબ જ પરેશાન કરે છે. તેવામાં તમે કપૂરને પીસીને તેમાં લવિંગ અથવા પીપરમીટના તેલમાં મિક્સ કરીને લેપ બનાવી શકો છો. આ લેપને તમે દરરોજ રાત્રે સુતા પહેલા ધાધર પર લગાવો. તમે જોશો કે ધાધર જલ્દી ઠીક થઈ જશે. વાસ્તવમાં ધાધર ફંગલ ઇન્ફેકશનના કારણે થાય છે અને ફેલાય છે. તેવામાં કપૂરનો લેપ ત્વચાની આ સમસ્યા દુર કરવામાં તમારી મદદ કરે છે. પહેલા તો તેની એન્ટી ફંગલ ગુણ ફંગલ ઇન્ફેકશન ઓછું કરે છે અને પછી ત્વચાને શાંત કરે છે. તેનાથી જલન અને ખંજવાળ ઓછી કરવામાં મદદ મળે છે. પછી નિયમિત રૂપે તેનો ઉપયોગ કરવાથી એકદમ ઠીક થઈ છે.

ખીલ : ખીલ બે પ્રકારના હોય છે. તે હાર્મોનલ અને ઓઈલી સ્કીન અને ગંદકીના કારણે. આ બંને સ્થિતિમાં ખીલ ખુબ જ વધે છે. તેવામાં તમારે પહેલા ખીલના બેકટેરિયા કંટ્રોલ કરવા પડશે અને બીજું તેને ફેલાવાથી રોકવા પડે છે. આ માટે જરૂરી છે કે, તમે પોતાની સ્કીનને સાફ રાખો અને ઓઈલ પ્રોડક્શનને કંટ્રોલ કરો. આ માટે કપૂર અને લીંબુથી લેપ બનાવીને ઉપયોગ કરી શકો છો. આ લેપ એન્ટી-ફંગલ, એન્ટી સેપ્ટિક અને એન્ટી બેકટેરીયલ છે. તે ખીલ ફૂગને દુર કરવામાં મદદ કરે છે. આ સિવાય તે બેકટેરિયાને પણ મારે છે અને ખીલનો ઈલાજ કરે છે.

ત્વચા : ક્યારેક તમારો હાથ બળી જાય, તે સમયે કપૂરનો લેપ લગાવવો ફાયદાકારક છે. વાસ્તવમાં બળેલી ચામડીને ઠીક કરવા માટે તમે કપૂરથી ક્રીમ અથવા લેપ તૈયાર કરી શકો છો. આ એન્ટી સેપ્ટિક હોય છે. આ માટે તમારે કપૂરને પીસીને તેમાં મધ મિક્સ કરવાનું છે. પછી તેને બળેલા ભાગ પર લગાવવું. તે પહેલા તમારી જલનને ઓછી કરે છે અને પછી ઈજાને ઠીક કરે છે.

ફાટેલી એડીઓ : કપૂર તમારી ત્વચાને શાંત અને મુલાયમ કરી શકે છે. આથી જ ફાટેલી એડીઓના ઈલાજમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં ફાટેલી એડીઓ બેકટેરિયા ઈન્ફેકશનને કારણે થાય છે. તેવામાં ઇન્ફેકશનને ઠીક કરવાની સાથે ત્વચાને મુલાયમ કરવી પણ જરૂરી છે. કપૂર ઇન્ફેકશનને ઓછું કરે છે અને નાળિયેર તેલ ત્વચાને મુલાયમ કરે છે. આ માટે કપૂરને પીસીને નાળિયેર તેલ મિક્સ કરો અને તેને ફાટેલી એડીઓ પર લગાવો.

દુખાવામાં : કપૂરને ત્વચા પર લગાવવાથી દુખાવા અને સોજામાં રાહત મળે છે. આ માટે કપૂર, હળદર અને નીલગીરીના તેલને મિક્સ કરીને લેપ બનાવો. તેનો ઉપયોગ કરો. આ લેપને લગાવવાથી તમને દુખાવામાં રાહત મળે છે. આ લેપને તમે સાંધા, ખંભા અને પીઠના નીચેના ભાગમાં દુખાવો થવા પર લગાવી શકો છો. તમે આ લેપને લગાવો છો ત્યારે તમને તમતમ થાય છે, ગરમી અથવા ઠંડકનો અનુભવ થાય છે. જેનાથી તમને રાહત મળે છે.

આ રીતે તમે કપૂરનો ઉપયોગ કરીને ઘણી સમસ્યાઓથી બચી શકો છો. આ સિવાય બીજી ઘણી સમસ્યાઓમાં કપૂરનો લેપ લગાવી શકો છો. જેમ કે તમે એલોવેરા અને લીમડાથી તેને ચહેરા પર અને કોઈ પણ ઇન્ફેકશનમાં ઉપયોગમાં લઈ શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment