તમે ક્યાં નામથી ઓળખો છો આ શાકને ? ઝુમખડી, ઘિસોડા, ધારકોશાતકી કે તુરિયા…?

મિત્રો આપણે અનેક લીલોતરી શાકભાજીનું સેવન કરીએ છીએ. આ શાકભાજીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તેના સેવનથી તમારા શરીરને જરૂરી પોષકતત્વો મળી રહે છે. ચાલો તો આપણે આ લેખમાં તુરિયાના ફાયદાઓ વિશે જાણી લઈએ.

તુરિયાના ફાયદા અને નુકસાન ઘણા બધા હોય છે. તુરિયા એક લોકપ્રિય શાકભાજી છે. જે સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તુરિયાને અંગ્રેજીમાં રિજડ ગાર્ડ કહે છે તેમજ તુરીયાને સૌરાષ્ટ, કાઠિયાવાડના ગામડાઓમાં ઘિસોડા કહેવામાં છે. કેટલાક લોકો તેને ઝુમખડી પણ કહે છે. તેની તાસીર ઠંડી હોય છે. તેમજ ઘણા લોકો આ શાકને ધારકોશાતકી નામથી પણ ઓળખે છે.

તુરિયાની ખેતી ભારતમાં મુખ્ય રૂપથી બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, આસામ, તામિલનાડું, ઉત્તર પશ્ચિમી અને ઉત્તરાખંડમાં કરવામાં આવે છે. તેમજ ગુજરાતમાં પણ ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં તુરિયા થાય છે. તુરિયા પોષકતત્વોથી ભરપૂર હોવાને કારણે, સારા સ્વાસ્થ્યની સાથે ઘણી શારીરિક સમસ્યાઓ દૂર કરીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ હોય છે.

તુરિયાના ફાયદા અને નુકશાન : આયુર્વેદ મુજબ, તુરિયામાં ઘણા પ્રકારના ઔષધીય ગુણ જોવા મળે છે. માટે જ તેનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. તુરિયા સારા સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સમસ્યાઓ દૂર કરીને, શરીરને સ્વસ્થ રાખવામાં સહાયક હોય છે. આવો વિસ્તારથી જાણીએ આ આર્ટીકલમાં તુરિયાના ફાયદા અને નુકસાન વિશે.

તુરિયામાં જોવા મળતા પોષકતત્વો : તુરિયામાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ અને કોપરની સાથે સાથે વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે અને વિટામિન બી6 જેવા પોષકતત્વો અને વિટામિન જોવા મળે છે.

તુરિયાના સેવનની રીત : તુરિયાનું શાક, અથાણું, સૂપ અને કઢી બનાવીને સેવન કરી શકાય છે. તે સિવાય તુરિયાના ફૂલના ભજીયા બનાવીને, તુરિયાના સૂકા પાંદડાનો પાવડર બનાવીને અને તુરિયાના બીજમાં રહેલ મુલાયમ સફેદ ભાગનું સેવન કરી શકાય છે.

તુરિયાના ફાયદા : 1 ) પાચન સ્વાસ્થ્ય માટે પણ તુરિયાનું સેવન લાભદાયી ગણાય છે. તુરિયામાં પાણી અને ફાઈબરની ઉચ્ચ માત્રા જોવા મળે છે. ફાઈબર પાચન સ્વાસ્થ્ય માટે પ્રમુખ ઘટકના રૂપમાં કાર્ય કરે છે. જે પાચનમાં સુધારો કરીને પાચનતંત્રને મજબૂત બનાવી રાખવામાં સહાયક હોય છે. તે સિવાય ફાઈબર કબજિયાત જેવી અન્ય પેટની સમસ્યાઓ પણ દૂર કરે છે.

2 ) ડાયાબિટીસથી પીડિત રોગીઓ માટે પણ તુરિયાનું સેવન લાભદાયી હોય છે. તુરિયામાં લો કાર્બ ડાયેટ જોવા મળે છે. જે રક્તમાં રહેલ શુગરના સ્તર અને ઇન્સુલિનના સ્તરને સામાન્ય રાખવામા મદદ કરે છે. જેનાથી રક્તમાં રહેલ શુગરના સ્તરને નિયંત્રણમાં રાખી શકાય છે અને ડાયાબિટીસના રોગથી બચાવ કરી શકાય છે.

3 ) આંખોના સ્વાસ્થ્ય માટે પણ તુરિયાનું સેવન લાભદાયી હોય છે. તુરિયામાં વિટામિન એની ઉચ્ચ માત્રા જોવા મળે છે. વિટામિન એ આંખોના સ્વાસ્થ્ય માટે પ્રમુખ ઘટકના રૂપમાં કાર્ય કરે છે. જે આંખોનું તેજ વધારીને, વધતી ઉંમરમાં થતી આંખોની સમસ્યાઓને પણ દૂર કરે છે. માટે આંખોને સ્વસ્થ રાખવા માટે તુરિયાને પોતાના આહારમાં સમાવિષ્ટ કરી શકાય છે.

4 ) વજન ઘટાડવા માટે તુરિયાનું સેવન લાભદાયી હોય છે. તુરિયામાં કેલોરીની માત્રા ખુબ ઓછી જોવા મળે છે. સાથે જ તેમાં રહેલ ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરાયેલું રાખવામા મદદ કરે છે અને અનિયમિત ભૂખને નિયમિત કરવામાં મદદ કરે છે. જે વજન ઘટાડવામાં સહાયક થઈ શકે છે.

5 ) પીલીયા(કમળો) રોગના બચાવમાં પણ તૂરિયાનો ઉપયોગ ફાયદાકારક હોય છે. કમળાના રોગ માટેના ઘરેલુ ઉપચારમાં તુરીયનો ઉપયોગ કરવામાં આવે છે. કડવા તુરિયાના રસના બે ત્રણ ટીપાં નાકમાં નાખવાથી નાકથી પીળા રંગનું પાણી નીકળે છે, અને કમળો અટકાવવામાં મદદ કરે છે.

6 ) હૃદયના સ્વાસ્થ્ય માટે પણ તુરિયાનું સેવન લાભદાયક હોય છે. તુરિયામાં પોટેશિયમની માત્રા ઉચ્ચ જોવા મળે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે પ્રમુખ ઘટકના રૂપમાં કાર્ય કરે છે. પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખવાની સાથે હૃદયથી જોડાયેલ અન્ય રોગોથી પણ બચાવ કરે છે. તે સિવાય તુરિયામાં રહેલ સોલ્યુબલ ફાઈબર, ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવાનું કામ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં સહાયક હોય છે.

7 ) વાળના સ્વાસ્થ્ય માટે પણ તુરિયાનું સેવન લાભદાયી હોય છે. તુરિયામાં રહેલ વિટામિન સીની સાથે ઘણા એવા પોષકતત્વો જોવા મળે છે. જે વાળને પોષણ પ્રદાન કરવાની સાથે સાથે વાળના વિકાસ અને તેને મજબૂત બનાવી રાખવામા સહાયક હોય છે. તે સિવાય તુરિયામાં રહેલ વિટામિન સી વાળને રીપેર કરીને વાળને મુલાયમ તેમજ ચમકદાર બનાવી રાખવામા મદદ કરે છે.

8 ) માસિકધર્મ દરમિયાન થતી મુશ્કેલીઓને ઘટાડવા માટે તૂરિયાનો ઉકાળો લાભદાયક થઈ શકે છે. તુરિયાના ઉકાળાનું સેવન માસિક ધર્મમાં થતી પેટના દુખાવા જેવી સમસ્યા દૂર કારવાની સાથે વધારાના રક્તસ્ત્રાવને ઘટાડવામાં પણ મદદ કરે છે.

9 ) કેન્સરથી બચાવ માટે પણ તુરિયાનું સેવન લાભદાયી થઈ શકે છે. વિશેષજ્ઞો મુજબ, તુરિયામાં એન્ટિ-કેન્સર ગુણ જોવા મળે છે, જે શરીરમાં કેન્સર કોશિકાઓને ફેલાતી રોકવામાં મદદ કરે છે અને કેન્સરથી બચાવ કરવામાં મદદરૂપ બને છે. માટે કહેવામાં આવે છે કે, કેન્સરના બચાવ માટે તુરિયાનું સેવન લાભદાયી થઈ શકે છે.

તુરિયાના નુકશાન : 1 ) ઘણા લોકોને તુરિયાથી એલર્જી પણ હોય શકે છે. માટે કોઈ પણ વ્યક્તિએ તુરિયાના સેવનથી કોઈ પણ પ્રકારની એલર્જી થાય તો તેને તુરિયાના સેવનથી બચવું જોઈએ.

2 ) ગર્ભવતી તેમજ સ્તનપાન કરાવનારી મહિલાઓએ તુરિયાનું સેવન કરતાં પહેલા પોતાના ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

3 ) જો કોઈ વ્યક્તિ કોઈ વિશેષ પ્રકારની દવાઓનું સેવન કરતાં હોય તો, તે વ્યક્તિએ તુરિયાના સેવન પહેલા પોતાના ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment