ઘરમાં રહેલી આ બે ઔષધી વજન ઘટાડવાથી લઈ શરીરને કરી દેશે સાફ, કબજિયાત અને પાચનના રોગો કરી દેશે ચપટીમાં દુર… જાણો ઉપયોગની રીતે અને ફાયદા…

આપણા ભારતીય મસાલા નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ હોય છે. એનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. આ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. આનો ઉપયોગ કરી, શાક અને ચા બનાવવા માટે પણ કરવામાં આવે છે. તેવી જ રીતે તમે તુલસી અને કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ગળાની ખરાશ, શરદી, ઉધરસ, ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરવા અને ચયાપચન નું કાર્ય સારું બનાવવામાં સહાયક છે. સાથે જ કાળા મરી ની તાસીર ગરમ હોય છે, જે તમને અંદરથી ગરમ રાખવાનું કામ કરે છે. 

તુલસીના પાન અને કાળા મરી ની મદદથી તમે તમારું વજન ઘટાડી શકો છો. જો તમારું વજન વધારે વધી ગયું હોય તો તમે આ બંને વસ્તુઓને મેળવીને ખાઈ શકો છો. તેનાથી તમને સ્વસ્થ રીતે વજન ઓછું કરવામાં સહાયતા મળશે. તુલસીના પાન અને કાળા મરીમાં ફાઈબર,વિટામીન સી, કે, એ,કેલ્શિયમ,અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. આમાં સ્વસ્થ ચરબી પણ ઉપલબ્ધ હોય છે. તો આવો જાણીએ તુલસીના પાન અને કાળા મરી વજન ઘટાડવામાં કેવી રીતે અસરકારક છે.1) પાચનતંત્ર માટે ફાયદાકારક:- વજન ઘટાડવા માટે સૌથી પહેલાં જરૂરી છે કે તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરે. સાથે જ તુલસીના પાન અને કાળા મરીનું સેવન થી તમારું ચયાપચન દર ઝડપી બને છે.જેનાથી ભોજનનું પાચન સારી રીતે થઈ શકે છે. તુલસીના પાન અને કાળા મરીમાં ફાઇબર અને કેલેરીની માત્રા અત્યંત ઓછી હોય છે જેની મદદ થી વજન ઓછું રહે છે અને તમે અંદરથી સ્વસ્થ મહેસુસ કરો છો.

2) શરીરને ડિટોક્સ કરે:- તુલસીના પાન અને કાળા મરીના સેવન થી તમારુ શરીર ડિટોક્સ થાય છે. જેનાથી શરીરમાં જામેલી ફેટ અને ઓઇલની પરત ને શરીરમાંથી બહાર કાઢી શકે છે. આનાથી તમારા પેટની આસપાસ અને અન્ય શરીરના ભાગમાં જમા થયેલી ફેંટ સરળતાથી નીકળી જાય છે. તમે ઈચ્છો તો ઓઈલી ખાવા ખાધા બાદ તુલસી અને કાળા મરીને ખાઈ શકો છો. તેનાથી તમને ઘણો લાભ થશે અને શરીરને અનેક ફાયદા પણ મળશે.3) કબજીયાતથી છુટકારો:- કેટલાક લોકોને ખાવાનું ખાધા બાદ અપચો અને કબજિયાતની સમસ્યા થવા લાગે છે. તેનાથી પણ તમને વેઈટ લોસ કરવામાં સમસ્યા થાય છે. સાથે જ આ તમારા પાચનતંત્રને પણ ખરાબ કરી શકે છે. જેથી વજન ઘટાડવામાં સમસ્યા થાય છે. પરંતુ આમાં હાજર ફાઇબર અને અન્ય પોષક તત્વોના કારણે તમને કબજિયાતથી છૂટકારો મળે છે અને સાથે જ એસિડિટીથી પણ રાહત થાય છે.

4) થર્મોજેનિક પ્રભાવ:- થર્મોજેનિક પ્રભાવના કારણે તમારા શરીરની અંદર ની ઉષ્મા વધી જાય છે, જે વજન ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. આનાથી ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. સાથે જ ચયાપચન ના દરને પણ વધારી દે છે, જેનાથી ભોજનનું પાચન સારી રીતે થાય છે. તુલસીના પાન અને કાળા મરીના સેવન થી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે અને અનેક પ્રકારના સંક્રમણ થી પણ બચી શકાય છે.આ રીતથી કરો સેવન:-

1) તુલસીના પાન અને કાળા મરીની ચા:- વજન ઘટાડવા માટે તમે તુલસીના પાન અને કાળા મરીની ચા પી શકો છો. ચા બનાવવા માટે તમે પાંચથી છ દાણા કાળા મરી,પાંચ થી છ તુલસીના પાન,ગોળ અને અજમાની ચા બનાવી શકો છો.આનાથી તમારા ગળાના દુખાવામાં પણ રાહત મળે છે. 

2) તુલસીના પાન, કાળા મરી અને મધ:- આના માટે તમે તુલસીના પાન, કાળા મરી અને મધ આ ત્રણેય મિશ્રણને તૈયાર કરી શકો છો. આનાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. આનો એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ શરીરમાં સોજાને પણ દૂર કરે છે.

3) તુલસીના પાન અને કાળા મરીનું સેવન:- વજન ઘટાડવા માટે તમે માત્ર તુલસીના પાન અને કાળા મરી ના પાવડરને પાણીમાં ઉકાળીને પી શકો છો તેનાથી બોડી ડિટોક્સ કરવામાં પણ સહાયતા મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment