આ છે દુનિયાની સૌથી વધુ એવરેજ આપતી કાર, ફક્ત 1 કિલો ફયુલમાં ચાલશે 250 કિલોમીટર કરતા વધુ… જાણો વિશેષતા અને સંપૂર્ણ માહિતી…

લગાતાર મોંઘા થઈ રહેલા પેટ્રોલ અને ડીઝલ અને સ્વચ્છ ઉર્જાની માંગે દુનિયાને વૈકલ્પિક ઇંધણની વિશે વિચારવા પર મજબુર કરી દીધા છે. અત્યાર સુધી કાર કંપનીઓ ઇલેક્ટ્રિક કારની માંગ વધી રહી છે પરંતુ ઇલેક્ટ્રિક કારની પોતાની સીમાઓ છે. આ કારણ તેને પૂરી રીતે જીવાશ્મ ઇંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે.

પરંતુ આ બધા વચ્ચે દુનિયાની એક પ્રમુખ કાર કંપની ટોયોટાએ હાઈડ્રોજન આધારિત કારનું પરીક્ષણ કર્યું છે. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે એક વાર ઇંધણ ભરાવ્યા બાદ તેનાથી 845 માઈલ એટલે કે 1360 કિલોમીટરનો સફર પૂરો કરી શકાય છે, તે એક નવો રેકોર્ડ છે. ટોયોટા કંપનીનો દાવો છે કે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે.

ઇલેક્ટ્રિક કારની ખામીઓ : ઇલેક્ટ્રિક કારોને જીવાશ્મ ઇંધણ માનવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી જેટલી પણ ઇલેક્ટ્રિક કાર બની છે તે એક વાર ચાર્જ કર્યા બાદ લગભગ 500 કિલોમીટર સુધીનું જ અંતર કાપે છે ત્યાર બાદ આવી કારોને ચાર્જ કરવા માટે ચાર્જીંગ સ્ટેશનની વ્યવસ્થા કરવી એ સૌથી મોટી બાધા છે. બીજી સમસ્યા એ છે કે, આ કારોને ચાર્જ કરવામાં લાગતો સમય.

હાઈડ્રોજન : અત્યાર સુધીમાં હાઇડ્રોજન એન્જીનને વિકલ્પના રૂપમાં જોવામાં નહોતું આવતું. ખરેખર અત્યાર સુધી હાઇડ્રોજનનું ઉત્પાદન ખુબ જ મોંઘુ પડતું હતું. આ મોંઘવારીના કારણે તેને એક ઉચિત વિકલ્પના રૂપમાં જોવામાં ન આવ્યું. પરંતુ નવી ટેકનીકની મદદથી હાઈડ્રોજન ઉત્પાદનનો ખર્ચ લગાતાર ઓછો થઈ રહ્યો છે. ભારતમાં જ પ્રાઈવેટ ક્ષેત્રે સૌથી મોટી પેટ્રોલિયમ કંપની રિલાયન્સ પેટ્રોલિયમના માલિક મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આગળના એક દશકની આસપાસ હાઈડ્રોજન ઉત્પાદનનો ખર્ચ એક ડોલર પ્રતિ કિલોના સ્તર પર આવી શકે છે.

ટોયોટાએ આ વર્ષે 23 અને 24 ઓગસ્ટના આ કારનું પરીક્ષણ કર્યું હતું. આ કારને પેશેવર ચાલકો વાયને જર્ડ્સ (Wayne Gerdes) અને બોલ વિંગર(Bob Winger) એ ચલાવી હતી. આ કારના ટેંકને ફક્ત પાંચ મિનીટમાં જ હાઈડ્રોજનથી ભરી દેવામાં આવી હતી. આ યાત્રા કેલિફોર્નિયાના ટોયોટા ટેકનીકલ સેન્ટરથી શરુ કરવામાં આવી હતી. મીરાઈ કાર દ્વારા આ વખત હાઈડ્રોજન ભર્યા બાદ  1360 કિલોમીટરનો સફર કરવામાં આવ્યો હતો.

ટોયોટાએ જણાવ્યું કે તેની હાઈડ્રોજન ઇંધણ વાળી કારે 260 કિલોમીટર પ્રતિ કિલોની માઈલેજ આપી છે. કારે કુલ 1360 કિલોમીટરનો સફર કરવામાં 5.65 કિલોમીટર હાઇડ્રોજનની ખપત કરી. આટલા ઇંધણમાં કારને બે દિવસ સુધી ચલાવવામાં આવી.

વર્ષ 2016 માં ટોયોટા મીરાઈ (Toyota Mirai) ને લોન્ચ કરવામાં આવી હતી. આ કંપનીની આ પહેલી પ્યુલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ (fuel cell electric vehicle) એટલે કે હાઈડ્રોજન ઇંધણથી ચાલતી કાર હતી. ઉત્તરી અમેરિકામાં અ કાર છૂટક વેંચાણ માટે ઉપલબ્ધ છે. પરંતુ કંપનીએ એક વાર ઇંધણ ભરાવ્યા બાદ આ કાર દ્વારા નક્કી કરવામાં આવી દુરીના મામલામાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment