જ્યારે પણ ભારતીય ભોજન ખાવાની વાત આવે તો ચટણી અને અથાણું હંમેશા સ્વાદ વધારવામાં શામિલ હોય છે. ચટણી અને અથાણું બપોરે અને રાત્રીના ભોજનમાં જ ઉપયોગ થાય એવું નથી, એ નાસ્તાની સાથે પણ એટલી જ સારી લાગે છે. એટલે આજના સમયમાં ચટપટું અથવા ખાટુંમીઠું ખાવું ખુબ જ જરૂરી છે.
આપણે બધા ઘરમાં કોઈને કોઈ રીતે ચટણી અથવા અથાણું બનાવીએ છીએ, પરંતુ ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે તેઓ ચટણી અથવા અથાણું જલ્દી ખરાબ થઈ જાય છે અને ઘણા દિવસ સુધી ચાલતું નથી. તો આજે અમે તમને અમુક એવી ટીપ્સ જણાવશું, જેના દ્વારા લાંબા સમય સુધી ચટણી અને અથાણું સ્ટોર કરી શકો છો.
6 મહિના સુધી ચટણી સ્ટોર કરવાની ટીપ્સ : 1 ) ચટણીને બનાવીને એક એર ટાઈટ ડબ્બામાં ભરીને રાખી દો. ધ્યાન રાખવું કે ડબ્બામાં કોઈ પણ પ્રકારનું મોઈશ્ચર ન હોવું જોઈએ. કન્ટેનર પૂરી રીતે સુકાયેલું હોવું જોઈએ.
2 ) ચટણીને ડીપ ફ્રીઝરમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. તેને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે જેટલી ચટણીની જરૂર હોય એટલી જ કાઢો બાકીની ચટણીને પછી એવી જ રીતે સ્ટોર કરીને મૂકી દો.
3 ) આસાની માટે તમે ચટણીને આઈસ ક્યુબ ટ્રેમાં જમા કરી શકો છો અને તેને કાઢીને પછી જિપ લોક બેગ્સમાં નાખીને મૂકી શકો છો. તેને ફ્રીઝરમાં જ સ્ટોર કરો કેમ કે વગર ફ્રીઝરે ચટણી જલ્દી ખરાબ થઈ જાય છે.
કંઈ ચટણી થશે સ્ટોર : ખજુર, આમલી અને લીલી ચટણી આ રીતે સ્ટોર કરી શકાય છે. બાકી જો તમે કેરીની ચટણી વગેરે બનાવી રહ્યા છો તો તે ખરાબ થવાની સંભાવના વધુ રહે છે. ચટણીને સ્ટોર કરતા સમયે ધ્યાન રાખો કે પાકેલી ચટણી ઘણા દિવસો સુધી સારી રહે છે. તેની સાથે જ જ્યારે તમે તેને એર ટાઈટ જારમાં સ્ટોર કરો તો કોશિશ કરો કે કાંચનું વાસણ હોય. આ સિવાય તેને આખો ન ભરો થોડી જગ્યા પણ રહેવા દો.
લાંબા સમય સુધી અથાણું સ્ટોર કરવાની ટીપ્સ : અથાણાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે ઘણી પ્રકારની ટ્રીક્સ હોય છે. તો પહેલા આપણે ધ્યાન આપીશું કે તેમાં કોઈ પણ પ્રકારની ફૂગ ન લાગે.
જો અથાણામાં પાણી કોઈ પણ રીતે જાય તો અથાણું ખરાબ થઈ શકે છે. અથાણામાં પાણી બિલકુલ ન જાવું જોઈએ. અથાણાને હંમેશા ઢાંકીને રાખો, કેમ કે જો તેને ઢાંકવામાં ન આવે તો તેમાં ઉપર ફૂગ લાગી શકે છે. અથાણાને હંમેશા ચિનાઈ માટીના વાસણમાં અથવા કાચના વાસણમાં સ્ટોર કરો.
અથાણાને સ્ટોર કરવા એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી કે તેમાં તેલ ભરપુર પ્રમાણમાં હોવું જોઈએ. જો સુકાય ગયેલું અથાણું બનાવો તો પણ મસાલા તેને લપેટેલા હોવા જોઈએ. જેનાથી અથાણું લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. એક વાર અથાણું બની જાય તો તેને પછી તડકામાં ન રાખવું, તેનાથી તે ખરાબ થઈ જાય છે.
આ બધી ટીપ્સ તમને ચટણી અને અથાણું લાંબા સમય સુધી સ્ટોર કરવામાં કામ આવી શકે છે. તમારે એ ધ્યાન રાખવાનું છે કે મોઈશ્ચર બંને વસ્તુને જલ્દી ખરાબ કરી દે છે. એટલા માટે ભેજથી આ બંને વસ્તુને શક્ય એટલી દુર રાખો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી