કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) હેઠળ દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. આ રાશિને ત્રણ હપ્તા દ્વારા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. અત્યાર સુધી આ યોજના હેઠળ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા 6 હપ્તા મોકલી આપવામાં આવ્યા છે. હવે કેન્દ્ર સરકાર (Central Government) સાતમો હપ્તો જારી કરશે. તેવામાં જો તમને હજુ સુધી પી.એમ. કિસાન સમ્માન નિધિના હપ્તા મળ્યા ન હોય તો કેટલાક મહત્વના કામ જલ્દીથી પૂર્ણ કરી લેવા જોઈએ. તો આજે અમે તમને અમુક ખાસ માહિતી જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
ત્રણ રાજ્યોમાં 31 માર્ચ, 2021 સુધી છે છૂટ : દેશનાનો કોઈ પણ ખેડૂત જો પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વર્ષના 6000 રૂપિયા લેવા ઈચ્છો છો ? તો સૌથી પહેલા તમારા આધાર કાર્ડ (Aadhaar Card) ને બેંક એકાઉન્ટ (Bank Account) સાથે લિંક કરાવું પડશે.
જોકે, જમ્મુ-કશ્મીર (Jammu and Kashmir), આસામ (Assam) અને મેઘાલય (Meghalaya) ના ખેડૂતોને પી.એમ.-કિસાન સ્કીમના પૈસા લેવા માટે 31 માર્ચ, 2021 સુધી સમય આપવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં સમજીએ તો આ રાજ્યોના લોકો તેના બેંક એકાઉન્ટમાં આવતા વર્ષે 31 માર્ચ સુધીમાં આધારને લિંક કરી શકો છો.જમ્મુ-કશ્મીર, આસામ અને મેઘાલયના ખેડૂતોને પણ જો 31 માર્ચ સુધીમાં આધારને બેંક એકાઉન્ટ સાથે લિંક ન કર્યું, તો તેમને પી.એમ.-કિસાન હેઠળ પૈસા મળવાનું બંધ થઈ જશે. સુત્રોનું એમ કહેવું છે કે, સરકાર ત્યાર પછી કોઈ પણ પ્રકારની રાહત આપશે નહિ. આ ત્રણ પ્રદેશો સિવાય આ દેશના બાકીના રાજ્યોમાં પી.એમ-કિસાન સ્કીમનો ફાયદો લેવા માટે 1 ડીસેમ્બર, 2019 થી આધારને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. તેના દ્વારા સરકારનો પ્રયાસ છે કે, આ સ્કીમનો ફાયદો અસલી ખેડૂતને જ મળશે.
આવી રીતે બેંક એકાઉન્ટને આધાર સાથે કરો લિંક : બેંક એકાઉન્ટ અને આધારને લિંક કરવું ઘણું સહેલું છે. તેના માટે તમારે આધાર કાર્ડનો ફોટાની કોપી લઈને તે બેંકમાં જવાનું, જેનો એકાઉન્ટના નંબર તમે પી.એમ.- કિસાન સમ્માન નિધિમાં આપ્યો છે. આધારની ફોટો કોપી પર તમારા હસ્તાક્ષર હોવા જરૂરી છે. ત્યાર પછી તમારું આધાર બેંક એકાઉન્ટ સાથે કરી દેવામાં આવશે. આ કામ તમે સરળતાથી ઓનલાઈન પણ કરી શકો છો. આધાર અને બેંક એકાઉન્ટના લિંક થયા પછી રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ આવી જશે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google