દરરોજ અથાણાંના સેવનથી શરીરને થાય છે આવા ભારે નુકશાન, સવારમાં ખાવાની આદત હોય તો જાણી લેજો આ ખાસ માહિતી…

ભોજનની સાથે અથાણાનું સેવન કરવું ઘણા લોકોને ખુબ જ પસંદ હોય છે. પરંતુ ઘણા લોકો અથાણા ખાવાના એટલા શોખીન હોય છે કે, તેમને અથાણા વિના સારામાં સારું ભોજન પણ ફિક્કું લાગે છે. બજારમાં અથવા ઘરે અનેક પ્રકારના અથાણા બનાવવામાં આવે છે. વિવિધ પ્રકારના અથાણા સાથે ભોજન કરવું ખુબ જ આનંદ આપે છે.

પરંતુ શું તમે જાણો છો કે, આ અથાણા તમારા સ્વાદને જેટલો વધારે છે, તેના સતત સેવનથી તે તમારા સ્વાસ્થ્યને વધુ નુકશાન પણ કરી શકે છે. જો તમને આ વિશે જાણકારી નથી તો આજે આં લેખને અંત સુધી જરૂર વાંચો. કેમ કે લાંબા સમય સુધી સતત અથાણાનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને શું નુકશાન થઈ શકે છે અને તેનું કારણ શું છે. તેની સંપૂર્ણ માહિતી વિશે જણાવશું. તો ચાલો જાણીએ કે નિયમિત રૂપે અથાણાનું સેવન કરવાથી કંઈ કંઈ સમસ્યાઓ થઈ શકે.

કોલેસ્ટ્રોલ : જો તમે અથાણાનું વધુ પડતું સેવન કરો છો તો તેનાથી કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો વધી જાય છે. અથાણાને લાંબા સમય સુધી ભેજથી બચાવવા માટે તેમાં વધુ તેલ નાખવામાં આવે છે. આ જ કારણ છે કે અથાણું ખાવાથી કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો વધી જાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયને લગતી બીમારીઓ વધી શકે છે.

સોજાની પરેશાની : અથાણાનું વધુ સેવન કરવાના કારણે શરીરમાં સોજા થવાની પરેશાની થઈ શકે છે. કારણ કે અથાણાને તૈયાર કરવા માટે અને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે તેમાં જે પ્રીસજવેર્ટીવનો ઉપયોગ કરવામાં આવે છે, તે શરીર માટે નુકશાનકારક હોય શકે છે. આ જ કારણ છે કે, તેનું વધુ સેવન કરવાથી શરીરમાં સોજાની પરેશાની થઈ શકે છે. જો કે તમે ઘરે બનેલ અથાણું ખાવ છો તો તે એટલું નુકશાન નથી કરતુ.

એસીડીટી અને અલ્સર : અથાણામાં વધુ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ વિનેગરનો ઉપયોગ પણ ઘણા પ્રકારે અથાણામાં કરવામાં આવે છે. તેનું લાંબા સમય સુધી સતત સેવન કરવાથી એસીડીટી અને અલ્સર થવાનો ખતરો વધી જાય છે. આ સાથે જ બીજી અનેક પરેશાની પણ શરીરમાં થઈ શકે છે.

હાઈ બ્લડ પ્રેશર : અથાણાનું વધુ સેવન કરવાથી બ્લડ પ્રેશર હાઈ થવાનો ખતરો રહે છે. કોઈ પણ પ્રકારના અથાણામાં મીઠાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. તેના સતત સેવનથી શરીરમાં મીઠાની માત્રા વધી જાય છે. જેના કારણે હાઇપરટેન્શન અને હૃદયને લગતી ઘણી બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે. આ સાથે જ વોટર રીટેન્શનની પરેશાની પણ થઈ શકે છે.

આમ તમે જો અથાણાનું વધુ સેવન કરો છો તો તમને શારીરિક રીતે ખુબ જ નુકશાન થઈ શકે છે. જે તમારું સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment