ઘરે રહેલો આ અમુલ્ય છોડ ચામડીના તમામ રોગને જડથી ઉખાડી દેશે…કરો આ રીતે તેનો ઉપયોગ.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🌱 કરેણનો છોડ છે સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી..કરશે ચામડીના તમામ રોગોને દુર  🌱

🌱 કરેણનો છોડ એક એવો છોડ છે જે દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. તમે ઘણી વાર જોયું હશે તો તેના ફૂલ રસ્તે રઝળતા હોય છે. પરંતુ શું મિત્રો તમે જાણો છો કે કરેણના ફૂલ પણ એક અમૂલ્ય ઔષધી છે. તેનાથી ઘણી બધી બીમારીઓમાં રાહત મળે છે તેમજ બીમારીઓથી બચી શકાય છે. હંમેશા આપણા શરીરને સ્વસ્થ રાખી શકાય છે.

🌺 કરેણનો છોડ મંદિર તેમજ રોડના કિનારે વધારે જોવા મળે છે. કરેણના છોડને રેગિસ્તાની ગુલાબ પણ કહેવામાં આવે છે. કરેણના ફૂલ પીળા કલરના હોય છે. કરેણના છોડ ત્રણ પ્રકારના હોય છે એક પીળા ફૂલ વાળા, બીજા લાલ ફૂલ વાળા અને ત્રીજા સફેદ ફૂલ વાળા. ઔષધીમાં મોટાભાગે સફેદ કરેણના છોડનો ઉપયોગ વધુ થતો હોય છે. અમૂક લોકોનું કહેવું છે કે કરેણના છોડ એટલા ઝેરીલા હોય છે કે સાપ તેની આજુબાજુ પણ નથી આવતા. કરેણનો રસ સ્વાદમાં કડવો અને તીખો હોય છે. તેનું પાકેલું ફળ પણ કડવું હોય છે તે ત્વચા સંબંધી બીમારીઓ અને ઘાવની સમસ્યામાં ખુબ જ અસરકારક ગણાય છે. આ ઉપરાંત અનેક રીતે અલગ અલગ સમસ્યાઓમાં પણ  ઉપચારમાં લેવાય છે.

🌺 તમને કોઈ વાગ્યાનો ઘાવ પડી ગયો હોય તો કરેણના પાંદડાને સૂકવી તેને પીસીને તેનો પાવડર બનાવી તેને પ્રભાવિત જગ્યાએ લગાવવાથી ઘાવ જલ્દી રૂજાઈ જાય છે.

💁 આ ઉપરાંત ફોડલીઓ અને ફન્ગશ થઇ ગઈ હોય તો કરેણના લાલ ફૂલોને પીસીને એક પેસ્ટ બનાવી લો. ફોડલીઓ વગેરે પર દિવસ દરમિયાન બેથી ત્રણ વખત લગાવો. તેનાથી તે ઝડપથી ઠીક થઇ જાય છે.

💁 આ ઉપરાંત કરેણના પાંદડાને વાટીને એટલે કે તેને પીસીને દિવસ દરમિયાન બે થી ત્રણ વાર ધાધર પર લગાવવાથી ધાધર દુર થાય છે. લાલ અથવા સફેદ ફૂલ વાળા કરેણના મૂળને ગૌમૂત્રમાં ઘસીને લગાવવાથી પણ ધાધર અને દાગ જેવી સમસ્યા દૂર થાય છે.

🦂 મિત્રો સાપ કે વીંછી કરડ્યો હોય તો તેનું ઝેર પણ કરેણની મદદથી ઉતારી શકાય છે અને વ્યક્તિને બચાવી શકાય છે. સફેદ રંગના કરેણના મૂળને ડંખ પર ઘસવાથી ઝેર ઉતરે છે આ ઉપરાંત તેના પાંદડાનો રસ સાપ અથવા વીંછી કરડ્યો હોય તેને પીવડાવવાથી પણ ઝેર ઉતરી જાય છે.

💁 હરસની સમસ્યા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. કરેણ અને લીમડાના પાંદડા બંનેને એક સાથે પીસીને એક પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ હરસના મસા પર નિયમિત દિવસ દરમિયાન બેથી ત્રણ વખત આ લેપ લગાવવો. તેનાથી હરસના મસા સુકાઈને ગાયબ થઇ જાય છે.

💁 નપૂસંકતા પણ દૂર કરે છે. સફેદ કરેણના મૂળને ૧૦ ગ્રામ લેવા અને તેને પીસીને ત્યારબાદ તેમાં વીસ ગ્રામ વનસ્પતિ ઘી સાથે પકાવી લો થોડી વાર. ત્યાર બાદ તે એક મલમ જેવું બની જશે. આ મલમને ગુપ્તાંગ પર સવાર સાંજ લગાવવાથી નપુંસકતા બિલકુલ દૂર થશે.

 

🌿 સાંધાના દૂખાવામાં પણ લાલ કરેણ ખૂબ જ ફાયદાકારક હોય છે. લાલ કરેણના પાંદડાને પીસીને તેને તેલમાં મિક્સ કરી તે તેલને સવાર સાંજ સાંધા પર લગાવો તેનાથી સાંધાનો દુઃખાવો દૂર થાય છે.

🌿 દાંતના દુઃખાવામાં પણ રાહત આપે છે. સફેદ કરેણની ડાળીથી રોજ સવારે અને સાંજે દાંતણ કરવાથી દાંતનો દુઃખાવો દૂર થાય છે. તેમજ દાંત મજબૂત બને છે.

🌿 તમારા વાળ સફેદ થઇ રહ્યા છે તો સફેદ અને લાલ કરેણના પાંદડાને પીસી તેને દૂધમાં મિક્સ કરી વાળ પર લગાવવાથી વાળ સફેદ થતા અટકી જાય છે સફેદ વાળને કાળા કરે છે.

🌿 મિત્રો જ્યારે તમને કોઈ કૂતરું કરડે તો તેના માટે બેસ્ટ ઉપચાર સાબિત થાય છે. તેના માટે સફેદ કરેણના મૂળની છાલનું ચૂરણ બનાવી 60ml ની માત્રામાં ચાર ચમચી દૂધ સાથે મિક્સ કરી દિવસમાં બે વખત પીવું. આવું અઠવાડિયા સુધી કરવાથી ઈન્જેકસન લગાવ્યા વગર જ કૂતરાનું ઝેર દૂર થઇ જાય છે.

🌿 જો શરીરનો કોઈ પણ ભાગ સોજી ગયો હોય તો લાલ અથવા સફેદ કરેણના પાંદડાનો ઉકાળો બનાવી પ્રભાવિત જગ્યા પર માલીશ કરવાથી સોજો ઝડપથી ઉતરી જાય છે.

🌷 જો તમારા શરીર પર કોઢ રોગ થયો છે મતલબ કે સફેદ દાગ છે તો 200 ગ્રામ કરેણના પાંદડાને એક ડોલ પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તે પાણીથી નહાવું. આવું નિયમિત કરવાથી સફેદ દાગ દૂર થાય છે. આ ઉપરાંત સફેદ કલરના કરેણના ૧૦૦ ગ્રામ પાંદડાને બે લીટરપાણીમાં ઉકાળો તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક લીટર પાણી બચે. ત્યાર બાદ તેને એક ડોલ સ્નાન કરવાના પાણીમાં ઉમેરી તેનાથી નિયમિત સ્નાન કરવાથી ચારથી પાંચ મહિનાની અંદર કોઢ દૂર થાય છે.

🌷 લાલ કરેણના ફૂલને અને નામ માત્ર સાવ થોડી અફીણ લઇ તેને પીસીને પાણી સાથે ઉકાળી તે પાણી માથા પર લગાવવાથી ભયંકર માથાનો દુઃખાવો પણ તરત જ દૂર થાય છે.

🌷 કરેણ એક પ્રકારનું ઝેર છે. જે આપણને નુકશાન પણ પહોંચાડે છે તેથી તેનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેનો રસ પેટમાં ન જાય  નહિ તો તે ખુબ જ નુકશાનદાયક પણ સાબિત થઇ શકે છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ.     (૩) ગુડ      (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment